By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    7 minutes ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    13 minutes ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    46 minutes ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    1 hour ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો
CRIME

ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો

Khaskhabar Editor
Last updated: 2026/08/18 at 2:08 PM
Khaskhabar Editor 2 hours ago
Share
28 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમનાં સમાચાર 

જંગલેશ્વરના કુખ્યાત રીસીવર અને વ્યવસ્થા કરી આપનાર બેલડીની શોધખોળ : 1.55 કરોડની મતા જપ્ત

- Advertisement -

ટ્રકમાં ભરેલા 23.17 લાખના પાઇપ રાજકોટ અને મોરબીમાં ઉતારવાના હતા

રાજકોટ એસઓજીની ટીમે બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઇવેં પર બામણબોર નજીક વોચ ગોઠવી ટ્રકમાંથી 1.02 કરોડની કિંમતનો 205 કિલો ગાંજા સાથે બે કેરિયરને ઝડપી લીધા છે ઓરિસ્સાથી ટ્રકમાં સ્ટીલના પાઇપની આડમાં છુપાવી માદક પદાર્થ રાજકોટમાં ડિલિવરી કરવા પહોંચે તે પૂર્વે જ એસઓજીની ટીમે ત્રાટકી 1.55 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગાંજાનોં જથ્થો મંગાવનાર જંગલેશ્વરનો કુખ્યાત શખ્સ અને ઓરિસ્સા ખાતેથી ગાંજાની વ્યવસ્થા કરી આપનાર હડાળાના અમિત ઉર્ફે ગુરખાની પોલીસે હાલ શોધખોળ હાથ ધરી છે ઝડપાયેલો ગાંજાનોં જથ્થો સૌરાષ્ટ્ર આખામાં સપ્લાય કરવાનોં હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માદક પદાર્થનું ખરીદ-વેચાણ કે સેવન કરતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઈ બી વી ચુડાસમાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને સ્નેહભાઈ ભાદરકાને બાતમી મળી હતી કે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીકથી એક ટ્રક પસાર થનાર છે અને તેમાં માદક પદાર્થનો મોટો જથ્થો છુપાવવામાં આવેલ છે જેથી બામણબોર ગામ જવાનાં રસ્તે ચેક પોસ્ટ સામે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો શંકાસ્પદ ટ્રક પસાર થતાં તેને અટકાવી જોતા ટ્રકમાં બેઠેલા બંને શખ્સોના નામઠામ પૂછતાં ઉપલેટાના મહંમદ ઉર્ફે કાળો હુશેન ઉર્ફે કડીબાપુ સર્વદી અને ભગવતીપરાના અરબાઝ સલીમ સંધી હોવાનું જણાવ્યું હતું એસઓજીની ટીમે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી સ્ટીલના પાઇપની આડમાં છુપાવેલો 1,02,45,000નો 204.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો, ત્રણ મોબાઈલ, ટ્રક અને સ્ટીલના પાઇપ મળી કુલ 1,55,73,730ના મુદ્દામાલ સાથે ટ્રકમાં હાજર બંને શખ્સોની ધરપકડ કરી હતી ઝડપાયેલ શખ્સોએ એવી કબૂલાત આપી હતી કે, ગાંજાનોં જથ્થો જંગલેશ્વરનોં કુખ્યાત રમીઝ ઉર્ફે માયો રજાકભાઈએ મંગાવ્યો હતો જયારે ઓરિસ્સા ખાતેથી અમિત ઉર્ફે ગુરખો જે હાલ રાજકોટના મોરબી રોડ પર રહે છે તેણે વ્યવસ્થા કરી આપી હતી. જેથી પોલીસે હવે સપ્લાયર અને રિસીવરની શોધખોળ હાથ ધરી છે આ ગાંજાનોં જથ્થો રાજકોટ શહેર ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ અને મોરબીમાં સ્પલાય કરવાનો હોય તેવી પોલીસને આશંકા છે ઉપરાંત ટ્રકમાં ભરેલો સ્ટીલ પાઇપનો જથ્થો રાજકોટ અને મોરબીમાં ખાલી કરવાનો હતો. જેની વચ્ચે ગાંજાનોં જથ્થો અનલોડ કરવાનો હતો પણ તે પૂર્વે જ એસઓજીએ ત્રાટકી હતી. 205 કિલો ગાંજો લેવા રમીઝ ઉર્ફે માયો સાથે જ ઓરિસ્સા ગયો હતો. જ્યાંથી અમિત ઉર્ફે ગુરખાએ ગાંજાની વ્યવસ્થા કરી આપતાં ઝડપાયેલા બંને શખ્સો સાથે રમીઝ પણ ઓરિસ્સાથી ટ્રકમાં હાજર હતો. બાદ તે બગોદરા નજીક ટ્રકમાંથી ઉતરી ગયાં બાદ પોતે એસટી બસમાં બેસી બંને શખ્સોને રાજકોટ આવવા રવાના કરી દીધા હતા.

- Advertisement -

બંને શખ્સોને ટ્રીપના 20 હજાર મળતા, ત્રીજી ખેપમાં ઝડપાયા
1 કરોડના ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ટ્રક ડ્રાઈવર મહંમદ ઉર્ફે કાળો અને અરબાઝ સલીમ સંધીને પ્રતિ ટ્રીપ 20 હજાર આપી ગાંજાની હેરાફેરી કરાવાતી હતી. ઝડપાયેલા બંને શખ્સો અગાઉ બે વાર ગાંજાની ટ્રીપ મારી ચુક્યા છે અને ત્રીજીવાર આટલી મોટી માત્રામાં ગાંજાનોં જથ્થો લઈને આવતા ઝડપાયા હતા.

 “તારી ભૂલ થાય છે, નોકરી મુકી ૩૦૨ કરી નાખું ” : મવડીમાં રહેતા કારખાનેદારને જમાદારની ધમકી : રાત્રે મળવાની ના પાડતા ઉશ્કેરાયેલા પોલીસમેને સવારે 36 કોલ કરી ત્રાસ દીધાનો આક્ષેપ : હાઈકોર્ટના હુકમથી જમાદાર સામે ગુનો

રાજકોટના મવડી મેઈન રોડ પર ન્યુ માયાણીનગર શેરી નં.રમાં રહેતા અને લક્ષ્મીનગરમાં સંજય ઈન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ધરાવતા સ્મિત કિશોરભાઈ સખીયાને રાત્રીના સમયે મળવા માટે જમાદાર ભગીરથસિંહ ઝાલા વારંવાર ફોન કરી “મને ઓળખવામાં તારી ભુલ થાય છે અને હું મારી નોકરી મુકી ૩૦૨ કરી નાખુ જો તારા ફોનમાં રેકોર્ડિંગ થતુ હોય તો કરી લે ધમકી આપ્યાની પોલીસમાં અરજી કરવા છતાં કોઈ પગલા નહીં લેવાતા હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટના હુકમથી માલવીયાનગર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં સ્મિતભાઈએ જણાવ્યુ કે, ગત તા.૨૩/૬ના રોજ રાત્રે તે પોતાના ઘરે સૂતા હતા ત્યારે મિત્ર સુખદેવસિંહ ઝાલાએ સ્નેપચેટ એપ્લીકેશનમાં ફોન કરી કહ્યું કે, ભગીરથસિંહ ઝાલા છે જે તમારો ફોન નંબર માંગે છે. તમારો નંબર આપુ? કહેતા તેણે હા પાડી હતી. બાદ તે સૂઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે ફોનમાં એક નંબર પરથી મેસેજ આવતા હોવાથી તેણે તે નંબર પર ફોન કરતા સામે વ્યક્તિએ કહ્યું કે, ‘તું મને ઓળખશ ? તેણે ‘હા ભગીરથસિંહ ઝાલા કહ્યું.’ જેથી તેણે કહ્યું કયાં છો ? મારે તને મળવું છે.’ કહેતા તેણે તેને રાત્રે મળવાની ના પાડી સવારે મળવાનું કહ્યું હતું. બાદમાં ભગીરથસિંહે કહ્યું, અત્યારે મળવું છે. હું તમારા ઘર પાસે આવુ બે મિનીટ મળીએ કહેતા તેણે તેને મળવાની ના પાડી દીધી હતી. બાદમાં તેણે તેને અત્યારે જ મળવાનું કહી ‘હું ગમે તે કરી નાખુ, આ રેકોર્ડિંગ વાયરલ થાય તો મને કાંઈ ફેર નથી પડતો, હું સીસ્ટમમાં નથી સીસ્ટમ મારી પાસે છે.’ તેમ કહેતા તેણે કંટાળીને ફોન મુકી દીધો હતો. આ સમયગાળા દરમિયાન આરોપી ભગીરથસિંહે તેને આશરે ૩૬ જેટલા ફોન કર્યા હતા. કોઈ પણ કારણ વગર ફોન કરીને મળવા બોલાવતા તેણે આરોપી ભગીરથસિંહને રાત્રીના સમયે મળવાની ના પાડતા ફોનમાં ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતા ભક્તિનગર પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઈકોર્ટના હુકમથી મવડી વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી માલવીયાનગર પોલીસે જમાદાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લામાં મોબાઈલ ટાવર પરથી ડીવાઈસની ચોરીનો માસ્ટર માઈન્ડ ગોવાથી પકડાયો : રાજસ્થાનમાં બે ટાવરમાંથી પાંચ ડીવાઈસની ચોરી કરી હતી, ગોવા ચોરી કરવા લોકેશન જોવા ગયો હતો

મોબાઇલ ટાવર પર નેટવર્ક માટે લગાડવામાં આવતા એઝેડએનએ નામના ડીવાઈસની ચોરીમાં સંડોવાયેલી ટોળકીના માસ્ટર માઈન્ડ રાજસ્થાનના સચીન પુનિયાને શાપર પોલીસ મથકના પીઆઇ આર બી રાણા અને ટીમે ગોવાથી ઝડપી લીધો હતો. અગાઉ આ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને શાપર પોલીસે ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં સચીનનું નામ ખુલતાં તેની શોધખોળ શરૂ કરી હતી. હાલ ગોવાના પણજી શહેરમાં હોવાની માહિતી મળતાં ત્યાંથી ઝડપી લીધો હતો. અગાઉ જે ત્રણ આરોપીઓ પકડાયા હતા, તેમાંથી એક રાહુલ રાજસ્થાનમાં એથ્લેટિક્સ મીટ માટે ગયો હતો. તે વખતે સચીને તેના રહેવા સહિતની તમામ વ્યવસ્થા કરી આપતા બંને વચ્ચે પરીચય થયો હતો.ત્યાર બાદ સચીને તેને કારની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જેથી રાહુલે કારની વ્યવસ્થા કરતા તેમા બેસી સચીને રાહુલ અને અન્ય બે આરોપીઓ સાથે મળી અમદાવાદમાં મોબાઈલના ટાવર પરથી એ ઝેડ એ ન એ નામ ન ડીવાઈસની ચોરી કરી હતી. સાથોસાથ ત્રણેય આરોપીઓને આ ડીવાઈસની કઈ રીતે ચોરી કરવી તે પણ શીખવાડયું હતું. પરિણામે ત્રણેય આરોપીઓ પોતાની રીતે ચોરી કરવા લાગ્યા હતા. રાજકોટ, અમદાવાદ અને મોરબીમાં ચોરી કર્યા બાદ શાપરમાં ચોરી કરતા શાપર પોલીસે ઝડપી લીધા હતા. સચીને પુછપરછમાં રાજસ્થાનમાં બે ટાવર ટાવર પરથી પાંચેક ડીવાઈસની ચોરી કબૂલી છે. એટલું જ નહીં હાલ ગોવામાંથી ચોરી કરવાનું નક્કી કરી ત્યાં લોકેશન જોવા ગયો હતો. જ્યાંથી પોલીસે ઝડપી લીધો હતો.ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલી ટોળકી એઝેડએનએ ડીવાઈસની ચોરી કરી તેને રશિયામાં વેંચી નાખતી હતી. રશિયામાં ડીવાઇસની બમણી કિંમત મળતી હોવાથી મોટાભાગે ત્યાં જ તેને વેંચતા હતા.

બિગબાઝાર પાસે B2 ફેમીલી સ્પામાં ચાલતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો : મહિલા સંચાલક સહીત બેની ધરપકડ : ડમી ગ્રાહક મોકલી પોલીસે કર્યો પર્દાફાશ

રાજકોટના બિગબજાર ચોકમાં પાનવાલા દુકાન ઉપર પ્રથમ માળે આવેલા B2 ફેમિલી સ્પામાં મસાજના નામે ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરાવાતો હોવાની માહિતીના આધારે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી. રેડ દરમિયાન સ્પા સંચાલિકા અને રિસેપ્શનિસ્ટ-ટેલિકોલરને ઝડપી પાડ્યા હતા. સ્પાના રૂમમાંથી બે લલનાઓ પણ મળી આવી હતી. આ બનાવમાં AHTUની ટીમને ફેમીલી સ્પાની આડમાં કૂટણખાનું ધમધમતું હોવાની મળેલી માહિતી મુજબ પીઆઇ બી બી જાડેજાની રાહબરીમાં ટીમે દરોડો પાડતા દરોડા દરમિયાન કાઉન્ટર પરથી કાલાવડ રોડ નજીક રહેતો પ્રિન્સરાજ તિવારી અને બરસા ઝાને ઝડપી પાડ્યા હતા બરસા નામની મહિલા પોતે સ્પાની માલિક-સંચાલક હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ રૂમોની તપાસ કરતાં એક રૂમમાંથી મહિલા અને ડમી ગ્રાહક મળી આવ્યા હતા. મહિલાના કબજામાંથી ડમી ગ્રાહકે આપેલા 3,000 પણ મળી આવ્યા હતા. રિસેપ્શન પરથી 1,700 અને મહિલાના કબજામાંથી 3,000 મળી કુલ 4,700 રોકડા કબજે કરાયા હતા આ ઉપરાંત મોબાઇલ કબજે કરી કુલ 9,700નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે બંને આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સ્પામાં ગ્રાહક પાસેથી રૂ.1,000 એન્ટ્રી ફી લેવામાં આવતી હતી, જ્યારે શરીરસંબંધ માટે રૂ.3,000 અલગથી લેવામાં આવતા હતા. આ 3,000માંથી રૂ.2,000 મહિલાને અને રૂ.1,000 સ્પા સંચાલકને મળતા હોવાનું પોલીસ તપાસમાં નોંધાયું છે. ડમી ગ્રાહકને પ્રિન્સરાજે જ મોકલ્યો હોવાનું મહિલાએ જણાવ્યું હતું.

રાજકોટની આજી નદીમાંથી મળેલા બાળકના માથાના કેસમાં આરોપી અજીતમૌલાના નાર્કો ટેસ્ટ શરૂ : શ્રમિક બાળકના મર્ડર કેસમાં હત્યારા વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરવા પોલીસની કવાયત

રાજકોટની આજી નદીના પટમાંથી વર્ષ 2018માં મળી આવેલા બંગાળી કિશોરના ધડ વગરના માથાનો ચક્ચારી કેસ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જૂન 2026માં ઉકેલી નાખ્યા બાદ આ કેસના મુખ્ય સૂત્રધાર તરીકે બંગાળથી બાળમજૂરો લાવી શોષણ કરતો અજીતમૌલા અઝમતમૌલા નામનો કોન્ટ્રાક્ટર હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ હત્યા કેસમાં હત્યારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરવા કવાયત આદરી છે અને તેના ભાગરૂપે ગાંધીનગર ખાતે આરોપીના નાર્કો ટેસ્ટ શરૂ કરાયો છે. હાલમાં આરોપીનો મેડિકલ રિપોર્ટ ફિટનો આવ્યાનું તપાસનીશ સૂત્રોએ જણાવ્યું છે. આજી નદીના પટમાંથી મળી આવેલા ધડ વગરના માથાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી અજીતમૌલા અઝમતમૌલા સામે આકરા અને મજબૂત પુરાવા એકત્રિત કરવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હવે નાર્કો ટેસ્ટની દિશામાં કાનૂની કાર્યવાહી તેજ કરી છે. કોર્ટની મંજૂરી બાદ ગાંધીનગર FSL ખાતે આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવા તા.12થી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મેડિકલ ટેસ્ટમાં આરોપી ફિટ જાહેર થતાં હવે SDS ટેસ્ટ, લાઈ ડિટેક્ટર અને ત્યારબાદ નાર્કો ટેસ્ટ કરાશે. નિષ્ણાતોની ટીમને પ્રશ્નોત્તરી સોંપી દેવાઈ છે અને આ સમગ્ર પ્રક્રિયા આગામી તા.21 સુધીમાં નાર્કો ટેસ્ટ અને પોલિગ્રાફી ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાશે. ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ અધિકારી પીએસઆઈ સી.બી. જાડેજા અને તેની ટીમે આરોપીએ માસૂમ બાળકની હત્યા કર્યા બાદ જ્યાંથી છરો, થેલો અને અન્ય સામગ્રી ખરીદી હતી તે વેપારીઓની ઓળખ કરી પોલીસે અગાઉ 10 દિવસના રિમાન્ડ દરમિયાન તમામના વિધિવત નિવેદનો નોંધાઈ ચૂક્યા છે.માસૂમ બાળકના કટકા કરતી વખતે આ ક્રૂર ઘટના પોતાની આંખો સામે જોનાર અન્ય બાળમજૂરોને પોલીસે આ કેસમાં શાહેદ (સાક્ષી) બનાવ્યા છે. પોલીસે તેમના વિધિવત નિવેદનો નોંધીને કોર્ટ સમક્ષ સાંયોગિક પુરાવા વધુ મજબૂત કરવા પર પૂરતું ફોક્સ કેન્દ્રિત કર્યું છે.

10.52 લાખના દોરાની આડમાં છુપાવેલ દારૂના ગુન્હામાં મુદામાલ છોડવા હુકમ

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે રેક્ષવેલ ટેક્ષટાઈલ એલ.એલ.પી.(ટંકારા) દ્વારા મનોહર કેપિટલ ( સુરત) પાસેથી દોરા ના ૩૫૯ બોક્ષ માલ મંગાવેલ હતો જે દરમ્યાન ટ્રક ચાલક ભરત હમીરભાઈ મોરી તથા ટ્રક માલિક સહિતના શખ્સો દ્વારા દોરા ના ૧૦૦ બોકસ કાઢી લઇ અને તેની જગ્યાએ ટ્રક માં રૂ. ૩૪,૦૫,૧૯૦/- ની કીમત નો દારૂ ભરી નીકળતા રાજકોટ રૂરલ એલ.સી.બી. દ્વારા રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પરથી જડપી લઇ ટ્રક, ચોત્રીસ લાખ નો દારૂ તથા રૂ. ૧૦,૫૨,૦૫૮ ના દોરાના ના જથ્થા સહીત રૂ. ૬૪,૬૨,૨૪૮/- સહીત નો મુદામાલ કબજે કરેલ હતો. આ દોરાનો મુદામાલ છોડાવવા માટેથી રેક્ષવેલ ટેક્ષટાઈલ એલ.એલ.પી. ના સંચાલકો દ્વારા કોટડાસાંગાણી કોર્ટ માં મુદામાલ પરત મેળવવા વિમલ હંસરાજભાઈ વાધરિયા દ્વારા મુદામાલ દોરા બોકસ ૨૫૯ કી. રૂ. ૧૦,૫૨,૦૫૮/- નો પરત મેળવવા માટે વકીલ મારફત અરજી કરેલ હતી જે અરજી ચાલવા પર આવતા અરજદાર પક્ષ તરફથી રજુ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને ધારદાર કાનૂની દલીલો તથા ઉચ્ચ ન્યાયાલય ના ચુકાદા ધ્યાને લઇ ચીફ જ્યુડી. મેજી કોર્ટ કોટડાસાંગાણી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને અરજદાર ને મુદામાલ દોરા બોક્ષ ૨૫૯ યોગ્ય શરતોને આધીન પરત કરવાનો શાપર-વેળાવર પોલીસ સ્ટેશન ને હુકમ કરેલ હતો આ કેસ માં અરજદાર રેક્ષવેલ ટેક્ષટાઈલ એલ.એલ.પી. વતી રાજકોટ ના જાણીતા એડવોકેટ મિતેશભાઈ એચ. ચાનપુરા તથા નીલેશભાઈ કે. તન્ના રોકાયેલ હતા.

વૃદ્ધના ગુગલપેમાંથી 95 હજાર ટ્રાન્સફર કરી લેનાર સામે ફરિયાદ

રાજકોટના માધાપર પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન જીવતા દિનેશભાઇ હિંમતલાલ નિમાવત ઉ.58એ પોતાના ખાતામાંથી 95 હજારનું ટ્રાન્જેક્શન કરનાર પ્રિન્સ સિંહ તથા તપાસમાં ખુલે તેની સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.૨૬/૦૫/૨૦૨૬ના રોજ સવારમા મારા ગુગલ-પે ચેક કરતા મારા ગુગલપેમાથી પ્રીંસ સીંઘ નામ પર ટ્રાનજેકશનથી ૯૫,૦૦૦નુ ડેબીટ થયેલ હતુ જે બાદ મને ખ્યાલ આવેલ કે મારી સાથે ફ્રોડ થયેલ છે જેથી મે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી મારી સાથે થયેલ ફ્રોડની વિગત આપતા મારી અરજી રજીસ્ટર થયેલ હતી બાદ વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

રેતીના સટ્ટાના વેપારી ઉપર દસ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો : ધંધાના સ્થળે બેસવાની ના પાડયાનો ખાર રાખી આચરેલું કૃત્ય

રાજકોટના જામનગર રોડ ઉપર સૈનિક સોસાયટીમાં રહેતા અને રેતીના સટ્ટાનું કામ કરતા ચંદુભાઈ વેલજીભાઈ સમેરવાએ મોટો મૈયો ઉર્ફે મૈયાભાઈ બામ્ભા, વિશાલ બામ્ભા, ટીડાભાઈ, અલ્પેશભાઈ, રાજાભાઈ, નાના મૈયાભાઈ, રાણાભાઇ, મશરૃભાઈ, જીણાભાઇ ટોયટા તથા રાજાભાઈના સાળા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 15 તારીખે સાંજે સટ્ટા પાસે મયાભાઈ બાંમ્ભા અને તેના માણસો બેસતા હોય તેને મેં બેસવાની ના પાડેલ જે બાબતે ખાર રાખી ગત સવારના શ્યામ હોટલની બાજુમાં ઉભો હતો ત્યારે મયાભાઈએ મારા પર ગાડી ભટકાડેલ જેથી હું પડી ગયેલ ત્યારે બીજી બે સિફ્ટ ગાડી પણ આવી ગયેલ અને આ ત્રણેય ગાડીમાંથી ધોકા અને છરી લઈ માણસો ઉતરેલા હથિયાર સાથે ઉતરી મને ડાબા કાને છરી મારેલ તથા ડાબા હાથના ભાગે પણ છરી મારેલ તથા બાકીના તમામે એક સંપ કરી મને આખા શરીરે લાકડાના ધોકા વડે આડેધડ માર મારવા લાગેલ તેથી મને ડાબા હાથે ડાબા પગે તથા જમણા હાથે જમણા પગે ઈજાઓ થયેલ બાદ આ માણસો ત્યાંથી ભાગી ગયેલ ત્યાર બાદમાં કોઈએ 108 નો ફોન કરતા 108 ગાડી આવી જતા તે દરમિયાન મારો દીકરો દેવરાજ તથા મારા પત્ની શારદાબેન પણ બનાવ વાળી જગ્યાએ આવી ગયેલ અને ત્યારબાદ 108 માં બેસાડી અમો ત્રણેય સરકારી હોસ્પિટ લ ખાતે સારવાર માટે દાખલ કરેલ અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

ગીરવે મૂકેલું ગોલ્ડ છોડાવવાના બહાને પેઢીના સંચાલિકાના 6.15 લાખ લઇ બેલડી છુંમંતર : રામાપીર ચોકડી પાસે બનેલો બનાવ : યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

રાજકોટના પંચનાથ પ્લોટમાં રહેતા અને ગોંડલ રોડ ઉપર શુભમ એન્ટરપ્રાઈઝ નામે પેઢી ચલાવતા ભાવનાબેન કલ્પેશભાઈ જોષી ઉ.51એ મિત હિતેષભાઇ હાથી અને હર્શિતભાઈ સામે 6.15 લાખની રોકડ નજર ચૂકવી લઇ જવા અંગે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 10 તારીખે હુ અમારી ઓફીસ ખાતે હતી ત્યારે ત્યા બે વ્યક્તિઓ આવેલ અને તેમાથી એક વ્યક્તિએ પોતાની ઓળખાણ મીતભાઈ હિતેષભાઈ હાથી તરીકે આપેલી અને મને કહેલ કે મે અગાઉ મારા ભાઈ જયભાઈ હાથીની લોન તમારા ત્યા કરાવેલ હતી મારે તમારી પાસે લોન કરાવી છે જેથી મે કહેલ કે તમે ડોક્યુમેન્ટ્સ લઈ રૂબરૂ મારી ઓફીસ પર આવી જાવ જેથી આ મીતભાઈ ગઈકાલે ઓફીસ પર આવેલા અને મને કહેલ કે મારે હાલ દ્વારકાધીશ એન્ટરપ્રાઈસ ખાતે ગોલ્ડ લોન ચાલુ હોય પરંતુ મને તેનો વ્યાજદર વધારે લાગતો હોય જેથી તે લોન તમારી પાસે ટ્રાન્સફર કરાવુ તો મને તેના કરતા ઓછો વ્યાજદર લાગે જેથી મે કહેલ કે તમારા ડોક્યુમેન્ટ્સ અને ગોલ્ડ મને આપી દો પછી આપડે લોનની પ્રોસેસ કરીએ જેથી આ મીતભાઈએ મને પોતાના આધારકાર્ડ અને પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો આપેલ અને મને કહેલ કે મારૂ ગોલ્ડ દ્વારકાધીશ એન્ટરપ્રાઈસ ખાતે જમા હોય જેથી આપણે રૂબરૂ ત્યા જઈ અને રૂપીયા 6.15 લાખ રોકડા આપીએ તો મારૂ ગોલ્ડ મને પાછુ મળી જાય અને હુ તમારા ત્યાથી લોન કરાવી શકુ બાદ મે કહેલ કે તમે મને ફોન કરજો હું ત્યા આવી જઈશ બાદ મને ફોન આવેલ અને મને કહેલ કે આપડે રૈયા ચોકડી પાસે ભેગા થઈએ જેથી મે મારા વેલ્યુઅર જતીનભાઈ રાજપરાને વાત કરેલ અને રૈયા ચોકડી ખાતે ભેગા થયેલ બાદમા મે આ મીતભાઈને ફોન કરીને બોલાવ્યા હતા બાદમા રામાપીર ચોકડી પાસે આવેલ સિધ્ધાર્થ પાંચ લખેલ બિલ્ડિંગ પાસે લઈ ગયેલ અને તેમા થોડા પગથીયા ચડતા એક અંગ્રેજીમા અનુજ ફાર્મા લખેલ દુકાનમા લઈ ગયેલ જ્યા અંદર મીતભાઈ હું તથા મારી સાથેના જતીનભાઈ રાજપરા એમ અમે ત્રણેય અંદર ગયેલ અને ત્યા એક વ્યક્તિ જોવામા આવેલ મને આ મીતભાઈએ કહેલ કે તમે રોકડા 6.15 લાખ આપી દો જેથી મારો આ મિત્ર હર્ષિત દ્વારકાધીશ એન્ટૉઈસમાથી ગોલ્ડ લઈને આવી જાય બાદ મે આ મીતભાઈના કહેવાથી આ હર્ષિતભાઈને રોકડા રૂપિયા આપેલા બાદ આ મીતભાઈએ મને વિશ્વાસમા લેવા માટે દ્વારકાધીશ એન્ટરપ્રાઈસની ગોલ્ડની એક પહોંચ આપેલ બાદ આ હર્ષિતભાઈ તે રૂપિયા લઈ ગોલ્ડ લેવા ગયેલ અને થોડીવાર બાદ આ હર્ષિતભાઈ ત્યા દુકાન નીચે આવેલા આ હર્ષિતભાઈએ આ મીતભાઈને નીચે બોલાવતા અમો બધા ત્યા નીચે ગયેલ તો આ હર્ષિતભાઈ ગોલ્ડ લાવેલ ન હતા અને હર્ષિતભાઈએ કહેલ કે આપણે ગોલ્ડ લેવા માટે મીત તારે આવુ પડશે જેથી અમો બધા સાથે જવાનુ નક્કી કરેલ અને હુ મારૂ પોતાનુ સ્કુટર લઈ તથા જતીનભાઈના સ્કુટરમા મીત હાથી બેસેલ અને હર્ષીતભાઈ તેની સ્કુટર લઈ આગળ ચાલેલ અને બજારમા ચક્કર મારી પાછા ત્યા જ અનુજ ફાર્મા દુકાન પાસે આવેલ અને જેથી મે મીતભાઈ હાથીને કહેલ કે તમે ગોલ્ડ લાવેલ ન હોય તો મને મારા રૂપિયા પાછા આપી દિયો એવુ મે કહેતા તેવામા હુ હર્ષીતેભાઈ સાથે વાત કરતા મીતભાઈ હાથીએ સ્કુ ટર ચાલુ કરતા હર્ષિત મીતની પાછળ બેસી ગયેલ અને આ બંને જણા મને ગોલ્ડ ન આપી અને મે આપેલ પૈસા પરત ન આપી નજર ચુકવી નાસી છૂટ્યા હોય ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટની શિક્ષિકાને કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક પતિ સહિતના સાસરિયાનો ત્રાસ : પતિ ખરાબ વિડીયો દેખાડી અશ્લીલ હરકતો કરતો : પતિ, સાસુ, જેઠ, કાકાજી, નણંદ સામે ફરિયાદ

રાજકોટના ભાવનગર રોડ ઉપર ન્યુ વિજયનગરમાં રહેતા અને રાજકોટની શ્રી ગૌતમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સરકારી નોકરી કરતા નયનાબેન કૃણાલભાઈ મકવાણા ઉ.35એ કાલાવડ રોડ ઉપર પીએમ કેન્દ્રીય વિદ્યાલય સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા શિક્ષક પતિ કૃણાલ હરખજીભાઈ મકવાણા, લજાઈ રહેતા સાસુ ચંપાબેન, જેઠ પંકજભાઈ, સંગીત શિક્ષક જેઠ ગોવિંદભાઇ, વાંકાનેર રહેતા નણંદ મીનાબેન પ્રવીણભાઈ મકવાણા અને લજાઈ રહેતા કાકાજી સસરા કેશુભાઈ પ્રેમજીભાઈ મકવાણા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યું હતું કે 2023 સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે બાદમાં ચાલુ કેશમા મને 2025માં મારા પતિએ આ કેસ પરત ખેંચાવાના હેતુસર રાજકોટ ફેમિલી કોર્ટમાં માતા પિતા સાથે મારા ઘરે આવી મને તેડી જવાની લેખિતમાં ખોટી ખાતરી આપી હતી પરંતુ વાસ્તવમાં મારા પતિ એકલા આવી મને મારા સાસરીમા તેના કવાટર રાજકોટ ખાતે તથા લજાઈ ગામ ખાતે તેડી ગયેલ મારા પતિને રાજકોટ ખાતે રહેવાનુ અને મારે લજાઇ ગામ ખાતે અલગ રહેવાનું અને બાળકો નહીં કરવાનુ તે શરતો યથાવત રાખી મને અને કોર્ટને અંધારામાં રાખી મને તેડવા આવેલ ત્યારે મારા માતા પિતાને અપમાનિત કરેલ અને અવાર નવાર કેસ પાછો ખેંચવાનું દબાણ કરતા બાદ ખોટા પુરાવા તરીકે ઉપયોગ કરી મારા તથા મારા પિયર વાળા પર ખોટા કેસ કરી અમોને જેલ ભેગા કરવાની ધમકી આપી છેતરપિંડી સહિતના તમામ કેસ પરત ખેંચી લેવા મને બ્લેકમેઇલ કરતા બાદ મારા પતિ તેના ફોનમા પોર્ન વિડીઓ જોઇ અને મને પણ તેમ કરવાનું કહી મને મારા શરીરના અંગો બાબતે બિભત્સ અને અશ્લીલ ટિપ્પણીઓ કરી સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડતા અને મારી સાથે માનસિક અને જાતિય ક્રુરતા આચરતા. આમ માનસિક ત્રાસ આપતા જેથી મારી તબિયત ખરાબ થવા મને પેનિક અટેક આવી જતો અને હું જમીન પર ઢળી પડતી હતી ત્યારે મારા પતિ કૃણાલ મારા માથે ચડીને બળ જબરી પુર્વક મારું મોં દબાવી દેતાં જેથી મારો શ્વાસ રુંધાવા લાગતાં ગુંગળામણ થતું અને શરીરમાં વધું તીવ્રતા પુર્વક આંચકા આવવા લાગતા.છતાં મારી સારવાર કરાવવાની ના પાડતા મારા પતિ મને મહેણા મારતા કે તું તારા આણામા ફર્નિચર કે બેડ લાવેલ નથી લજાઈ ખાતે બધા સાસરિયા ખોટી ફરિયાદ કરેલાનુ ખોટું નિવેદન આપી, કેસ પરત ખેંચી લે અને કૃણાલને છુટાછેડા આપી દે નહીંતર તારી અને તારા પિય૨ ઉપર ખોટા કેસ કરી જેલ ભેગા કરી દેવાનુ કહી મને માનસિક ત્રાસ આપવા લાગેલ મારા જેઠ પંકજભાઈ મને વારંવાર હિંસક, ઉગ્ર અને આક મક બની ત્રાડો પાડી ખુની માનસિકતા સાથે મારી સામે ધસી આવી મને મારી નાખવાની ધમકી આપી ડરાવતા મારી બદલી કરવા મેં તારી સાથે લગ્ન કર્યા હતા.બાળકો કરવા નહીં. મેં ફોન પર રેકોર્ડિંગ ચાલું કરતાં, રેકોર્ડિંગ થયેલ ગુનાના પુરાવાના નાશ કરવા મારો મોબાઇલ ઝુંટવીને મને શારીરિક બળ વાપરી મારો હાથ મચકોડી ને જમીન પર પછાડી મારા હાથની આંગળીઓમા ચામડી ઉતેળીને મને મુંઢમાર માર મારેલ આ અંગે અંતે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટના આજી વસાહત અને પુષ્કરધામમાં ડીસીબીના દારૂના બે દરોડા : 1.66 લાખના 1104 દારૂના ચપલા સાથે એક ઝડપાયો : બેની શોધખોળ

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે આજી વસાહત અને પુષ્કરધામમાં દરોડો પાડી 1,65,840 રૂપિયાની કિંમતના 1104 દારૂના ચપલા સાથે એક શખ્સની ધરપકડ કરી બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બસિયાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી ડી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના જયરાજ્ભાઇ કોટીલા, ધારાભાઈ વાનરીયા, પ્રદીપસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે આજી વસાહત ખોડિયારનગરમાં દરોડો પાડી પાર્સલમાં આવેલા 58,320 રૂપિયાના દારૂના 432 ચપલા મળી આવતા પોલીસે દારૂ સાથે પીઠડ આઈ સોસાયટીના પ્રફુલ ઉર્ફે દેવરાજ જયસુખભાઇ મકવાણાની ધરપકડ કરી મોબાઈલ સહીત 63,320નો મુદામાલ કબ્જે કરી દારૂનો જથ્થો આપનાર મહેશ શાપરાની શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત પીએસઆઈ વી ડી રાવલીયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મુકેશભાઈ સબાડ અને મનીષભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે પુષ્કરધામ માર્કેટ પાછળ દરોડો પાડી બાતમીવાળી કાર કોર્ડન કરી જડતી લેતા તેમાંથી 1,07,520 રૂપિયાના 672 દારૂના ચપલા મળી આવતા દારૂ, કાર સહીત 5,07,520 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

સોખડા ચોકડી પાસેથી સાયલાનો શખ્સ બે પિસ્ટલ-બે તમંચા સાથે ઝડપાયો : અગાઉ પકડાયેલા હથિયારના ગુનામાં વોન્ટેડ શખ્સને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં અગાઉ 4 હથિયારો કબ્જે કરવાના ગુનામાં પકડવાના બાકી સાયલાના શખ્સને બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચે સોખડા ચોકડી પાસેથી ઝડપી લઇ જડતી લેતા તેની પાસેથી વધુ બે ગેરકાયદે તમંચા અને બે પિસ્ટલ મળી આવતા ચારેય હથિયાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં અગાઉ હથિયારોના ગુનામાં પકડાયેલા કેસોમાં બાકી રહેતા આરોપીઓને પકડવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બસિયાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ એ એસ ચાવડા, પીઆઇ એમ એલ ડામોર, પીઆઇ સી એચ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના જયદેવસિંહ પરમાર, હરસુખભાઈ સબાડ અને મોહિલરાજસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે માલિયાસણથી સોખડા ચોકડી વચ્ચે વોચ ગોઠવી બાતમીવાળા શખ્સને અટકાવી નામઠામ પૂછતાં પોતે સાયલાનો ઘીરા મોહનભાઇ કુકડીયા હોવાનું જણાવતા પોલીસે જડતી લેતા તેની પાસેથી બે ગેરકાયદે પિસ્ટલ અને બે ગેરકાયદે તમંચા મળી આવતા તેની ધરપકડ કરી 80 હજારના હથિયારો કબ્જે કર્યા હતા અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 4 હથિયારોમાં આ શખ્સનું નામ ખુલ્યું હતું પકડાયેલો શખ્સ અગાઉ ધજાળા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

રામનાથપરામાંથી 1.40 લાખના 5 મોબાઈલની ચોરી

મૂળ વેસ્ટ બંગાળના હાલ રાજકોટના રામનાથપરામાં ગરુડ ગરબી ચોકમાં રહેતા શેરઅલી શાહદઅલી મંડલએ અજાણ્યા તસ્કર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1.40 લાખના 5 મોબાઈલની ચોરી અંગે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તે તથા અન્ય ચાર શ્રમિક મિત્રો પોતાના રૂમમાં સુતા હતા અને સવારે ઉઠીને જોયું તો તમામના 5 મોબાઈલ ગાયબ હતા જેથી અમે સુઈ ગયા બાદ કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં ઘુસી અમારા મોબાઈલ ચોરી કરી લઇ ગયાનું જણાઈ આવતા આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

રૂડાના ક્વાર્ટરમાં જુગાર રમતા છ ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ કે કે ગોહિલની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના પીએસઆઈ એસ એન શ્યૉરાની ટીમે બાતમી આધારે આદર્શ હાઉસિંગ સોસાયટી રૂડા ક્વાર્ટરમાં દરોડો પાડી જુગાર રમતા મુકેશ પંચાણદાસ રાઠોડ, જગદીશ ખેતાભાઈ વાઘેલા, વિનોદ રમણીકભાઇ ચૌહાણ, વરુણ હિતેષભાઇ પરમાર, કમલેશ મહેશભાઈ રાઠોડ અને દીપેશ રમણીકભાઇ ઠકરારની ધરપકડ કરી રોકડા 21,200 કબ્જે કર્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4.78 લાખના 30 મોબાઈલ શોધી અરજદારોને પરત અપાવ્યા

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલીક અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ગુમ કે ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી દરમિયાન એસીપી ક્રાઇમ ભરત.બી. બસીયાની અધ્યક્ષતામાં અને પોલીસ ઈન્સ્પેક્ટર એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ‘CEIR’ પોર્ટલ પર સતત મોનિટરિંગ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને ફોન ટ્રેસ કરી 1 ઓગસ્ટ 2026થી 15 ઓગસ્ટ 2026 દરમિયાન સફળ કામગીરી કરીને કુલ 4.78 લાખના 30 મોબાઈલ ફોન રિકવર કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત જે તે અરજદારોને પરત અપાવ્યા હતા.

You Might Also Like

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના એએસઆઈ નિલેશભાઈ મકવાણાનું ગોંડલ ખાતે સન્માન

બેડી ગામ પાસે એક જ પરિવારના ત્રણ બાળકો – યુવાનના તળાવમાં ડૂબી જતા મોત

પ્લાસ્ટિક વેસ્ટ સહિતના જૈવિક પદાર્થમાંથી બી-ગ્રેડ ઈંધણ બનાવતા બે ઝડપાયા

રાજકોટમાં ચોરી ચપાટી કરતા પિતાને સુધરવાની સલાહ આપતા પુત્રને બાપે હથોડા ફટકારી પતાવી દીધો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં પ્રથમ વાર રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ, અમલ શરૂ
Next Article 33000 અંત્યોદય કાર્ડ રદ : 7 લાખથી વધુ પરિવાર લાચાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIMEરાજકોટ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
CRIME

રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના એએસઆઈ નિલેશભાઈ મકવાણાનું ગોંડલ ખાતે સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

બેડી ગામ પાસે એક જ પરિવારના ત્રણ બાળકો – યુવાનના તળાવમાં ડૂબી જતા મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?