By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    6 minutes ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    23 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    3 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતી છોકરો 2024ની વિશ્વ ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ગુજરાતી છોકરો 2024ની વિશ્વ ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
AuthorShailesh Sagpariyaરાજકોટસ્પોર્ટ્સ

ગુજરાતી છોકરો 2024ની વિશ્વ ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 12:44 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

અમરેલીનાં ગીર પીપળવા ગામનાં ઘનશ્યામ સુદાણીની અનોખી સિદ્ધિ

શૈલવાણી
-શૈલેષ સગપરિયા

ઘનશ્યામ રમેશભાઈ સુદાણી. અમરેલી જિલ્લાના ગીર પીપળવા નામના ખોબા જેવડા ગામના સામાન્ય ખેતમજૂરનો આ દીકરો બે-બે વિશ્ર્વવિક્રમ સર્જીને 2024માં પેરિસ ખાતે રમાનારી વિશ્ર્વ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવવા માટે સંકલ્પબદ્ધ થયો છે.

ઘનશ્યામભાઈ સુદાણી બે-બે વિશ્ર્વવિક્રમ સર્જીને 2024માં પેરિસ ખાતે રમાનારી વિશ્ર્વ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવવા માટે સંકલ્પબદ્ધ

Contents
અમરેલીનાં ગીર પીપળવા ગામનાં ઘનશ્યામ સુદાણીની અનોખી સિદ્ધિશૈલવાણી -શૈલેષ સગપરિયાઘનશ્યામ રમેશભાઈ સુદાણી. અમરેલી જિલ્લાના ગીર પીપળવા નામના ખોબા જેવડા ગામના સામાન્ય ખેતમજૂરનો આ દીકરો બે-બે વિશ્ર્વવિક્રમ સર્જીને 2024માં પેરિસ ખાતે રમાનારી વિશ્ર્વ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવવા માટે સંકલ્પબદ્ધ થયો છે.

ઘનશ્યામના પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ જ સામાન્ય. પિતા કામ ન કરી શક્યા એટલે માતાએ જ બે ભાઈઓ અને બે બહેનોને ઉછેરીને મોટા કર્યા. આગળના અભ્યાસ માટે અમદાવાદ આવેલા ઘનશ્યામે પરિવારની જવાબદારી માતા પાસેથી પોતે જ સંભાળી લીધી. આ છોકરો બપોરે 1 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી હોટેલમાં નોકરી કરે અને સવારે ભણવા જાય. વહેલી સવારે, મોડી રાતે અને રજાના દિવસોમાં ઇલેક્ટ્રિક સાધનોનું રીપેરીંગ કામ કરે અને પરિવારને મદદ કરે.

- Advertisement -

ઘનશ્યામને બાળપણથી જ દોડવામાં ખૂબ રસ પડતો પણ પારિવારિક જવાબદારી અને પ્રોત્સાહનના અભાવે એમની દોડવીર બનવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ. પછી હોટલની નોકરી મૂકી ફૂલ ટાઈમ RO તેમજ ઇલેક્ટ્રિકલ સાધનો રિપેર કરવાનું કામ કરીને એકભાઈ તથા એક બહેનને પરણાવવાની અને બીજી બહેનની સગાઈ કરાવવાની જવાબદારી પૂરી કરી. પારિવારિક જવાબદારીઓનો ભાર માથા પરથી ઉતરતા જ અંતરમાં ધરબાઈને પડેલી દોડવીર બનવાની ઈચ્છા પાછી જાગૃત થઈ. બાળપણથી અત્યાર સુધી એ શોખ માટે દોડતો હતો પણ હવે શોખને જ કારકિર્દી બનાવવાનું એણે નક્કી કર્યું.

દોડ જેવી રમત માટે પોષણક્ષમ આહાર દ્વારા તમારું શરીર કસાયેલું અને ઘડાયેલું હોવું જોઈએ જ્યારે ઘનશ્યામ તો અભાવ વચ્ચે ઉછર્યો હતો આમ છતાં ઘનશ્યામનો સંકલ્પ અને મનોબળ બહુ મજબૂત હતા. દોડની રમતમાં દુનિયામાં ડંકા મારવાના નીર્ધાર સાથે પોતાની જાતને તૈયાર કરવા ઘનશ્યામે સખત પ્રેકટીસ ચાલુ કરી દીધી.
ઘનશ્યામએ આદરેલા આ તપના પરીણામે એણે 2021માં માત્ર 5 મહિનામાં બે વિશ્ર્વવિક્રમો નોંધાવ્યા. 72માં પ્રજાસત્તાક પર્વએ સતત 72 કલાકની દોડ લગાવીને બધાને આશ્વર્યમાં ગરકાવ કરી દીધા. 3 દિવસ અને 3 રાત સતત દોડવાનું અશક્ય કામ એણે સફળતાપૂર્વક પાર પાડ્યું અને અગાઉનો સતત 50 કલાક દોડવાનો રેકર્ડ એણે બ્રેક કર્યો. બીજા વિશ્ર્વવિક્રમમાં શ્રીસોમનાથ થી શ્રીઅયોધ્યા સુધીનું 1800કિમી કરતા પણ વધુ અંતર એણે દોડીને કાપ્યું અને તે પણ માત્ર 22 દિવસમાં. સતત 22 દિવસ સુધી રોજના સરેરાશ 83 કિમી જેટલું અંતર દોડીને કાપવાનો એણે વિશ્ર્વવિક્રમ રચ્યો.

2024ની વિશ્ર્વ ઓલિમ્પિકમાં 50કિમીની વોકરનમાં ભારતને ગોલ્ડમેડલ અપાવવાનું ઘનશ્યામનું લક્ષ્ય છે. અત્યાર સુધી ભારતને આ કેટેગરીમાં કોઈ મેડલ મળ્યો નથી. વોકરન બહુ અઘરી રમત છે કારણકે તેમાં દોડતી વખતે તમારો એક પગ જમીનને અડેલો જ રહેવો જોઈએ. જો બંને પગ ઊંચા થાય તો ખેલાડી આઉટ થઈ જાય. આ રમતમાં ક્વોલિફાઈ થવા માટે 50કિમીની વોકરન 4 કલાકમાં પૂરી થવી જોઈએ. ઘનશ્યામ આટલા સમયમાં દોડ પૂરી કરી લે છે એટલે એ ક્વોલિફાઈ તો થઈ જ જશે પણ ગોલ્ડમેડલ મેળવવા ખાસ તાલીમ બહુ જરૂરી છે. આ તાલીમ માટે ઘનશ્યામે કેન્યા જવાનું નક્કી કર્યું છે. કેન્યામાં 2 વર્ષ વોકરન માટેની ખાસ તાલીમ લઈને આપણો આ ગુજરાતી છોકરો 2024ની વિશ્ર્વ ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ તાલીમનો પ્રથમ વર્ષનો ખર્ચ 10.50 લાખ થશે જેને પહોંચી વળવા દાતાઓ પાસેથી 7 લાખની સહયોગરાશી તો મળી પણ ગઈ છે. બાકીની રકમની વ્યવસ્થા થતા ઘનશ્યામ તાલીમ મેળવવા કેન્યા રવાના થશે.

- Advertisement -

ગુજરાતનું આ ગૌરવ પ્રોત્સાહનના અભાવે મુરઝાઈ ન જાય એ જોવાની જવાબદારી આપણા સૌ ગુજરાતીઓની છે. આપ એમને આશીર્વાદ આપી શકો એ હેતુથી એમની સંમતિ સાથે એમનો સંપર્ક નંબર પણ આ સાથે આપેલો છે.
ઘનશ્યામ સુદાણી – +917878345124

You Might Also Like

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવનાર પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાને માનસિક રોગના ડૉક્ટરને બતાવાની જરુર છે : દિયાબા રાજપૂત

સૌરાષ્ટ્રના હિત માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા તમામ પ્રયાસો કરીશું : એડવોકેટ અમૃતા અભયભાઇ ભારદ્વાજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટનું નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડ્રોન કેમેરાથી નિરીક્ષણ
Next Article વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટમાં પીડબલ્યુડીના નિવૃત ક્લાર્કે પત્ની-પુત્ર સાથે ઝેર પી કર્યો સામુહિક આપઘાત
પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : સૌભાગ્યવતીઓએ મા પાર્વતીની આરાધના કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?