માતાનું મોત થયાનો આક્ષેપ કરી દસ લાખ માંગનાર શખસ સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
રાજકોટના નિર્મલા રોડ ઉપર રહેતા ડોક્ટરની હોસ્પીટલમાં ઘૂસી માતાના મોતનો આક્ષેપ કરી પૂત્રએ તબીબને કટર મારવાનો પ્રયાસ કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર રહેતા અને શ્રીજી હોસ્પિટલ નામે જનરલ સર્જન ડોક્ટર તરીકે સેવા કરતા રાકેશભાઈ મનહરલાલ ચોકસી ઉ.પરએ રાજકોટના ભાવેશ વિભાભાઇ ચાવડા સામે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંચ માસ પૂર્વે તેના માતા અમરબેનને સારણગાંઠનું ઓપરેશન કરાવવાનું હોય હોસ્પીટલમાં દાખલ થયા હતા ઓપરેશન બાદ બીજા દિવસે રજા આપી હતી પછી તબિયત લથડતા ફરી હોસ્પીટલે ઈમરજન્સીમાં સારવાર આપી હતી તેમને શ્વાસની તકલીફ હોય અને મારી હોસ્પીટલમાં આઈસીયુની સુવિધા ન હોય અન્ય હોસ્પીટલમાં લઈ ગયા હતા ત્યાં મૃત્યુ પામતા તેનો પૂત્ર ભાવેશ આવ્યો હતો અને બેદરકારીનો આક્ષેપ કરી દસ લાખ માંગ્યા હતા મેં પૈસા આપવાની ના પાડતા હું જોઈ લઈશ તેમ ધમકી આપી જતો રહ્યો હતો ગત 7 તારીખે સાંજે હું હોસ્પીટલે હોય ત્યારે ભાવેશ ઘૂસી ગયો હતો અને કટર મારવાનો પ્રયાસ કરતાં મે હાથ પકડી લીધો હતો અને બહાર કાઢી મૂક્યો હતો બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ભટ્ટએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.