તાજેતરમાં કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ભારતીયો વિશે કરેલી ટિપ્પણીને લઈને ઠેર-ઠેર ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ભાજપ દ્વારા આ મામલે કિસાનપરા ચોક ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ ’હાય હાય’ સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ પૂતળાદહનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે પૂતળું લઈ લેતા પૂતળાદહન કરી શકાયુ નહોતું. શહેરમાં પ્રથમ વખત પોલીસે ભાજપના વિરોધમાં કડક કાર્યવાહી કરી હતી. આ બાબત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સ્વીકારી હતી.
સામ પિત્રોડાના નિવેદન પર રાજકોટમાં ભાજપનો વિરોધ

TAGGED:
BJP, Protests, Rajkot, Sam Pitroda
Follow US
Find US on Social Medias


