અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.24
પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ડ્રોન ઉડાડવા અંગે જાહેરનામુ બહાર પાડયું છે.જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે સમગ્ર પોરબંદર જિલ્લાના સામેલ પરિશિષ્ટ-1 મુજબના વિસ્તારોને રેડ ઝોન અને યલો ઝોન જાહેર કરાયા છે. તેમજ વિશેષમાં રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
- Advertisement -
અને યલો ઝોનમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તા. 18 એપ્રિલથી દિન-60 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરના વ્યકિત ઇ.પી.કો. કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.