જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીક થી પસાર થતો ટીંબી જાફરાબાદ રોડ ઉપર નવો પુલ બનાવવામા આવ્યો હતો. અને પુલ બનાવ્યા તેના 8 મહિના જેટલો સમય થયો છે. પરંતુ આ પુલમાં નબળી કામગીરી કરેલ હોવાને કારણે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. પુલ પર ગોઠણસમાં ખાડાઓ પડી ગયા છે જેથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને જીવના જોખમે આ રોડ પરથી પસાર થવું પડે છે.
ગ્રામજનો દ્વારા પુલમાં ભષ્ટ્રાચાર થયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. અવાર-નવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામા આવી છતાંપણ તંત્ર દ્વારા કોઇ નિરાકરણ કરવામા નથી આવ્યું. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જલ્દીથી પુલનુ સમારકામ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.