શરીરસુખ માણીને લગ્નની ના પાડી દેતા તરૂણીએ ફરીયાદ નોંધાવી
સુરતના નરાધમ સામે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રહેતા નેપાળી પરિવારની 15 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી સુરતમાં રહેતા શખસે તેના પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તરુણીને લગ્નની લાલચ આપી સુરત પણ બોલાવી હતી તરૂણી ત્યાં પહોંચ્યા બાદ આ શખ્સે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
મળતી વિગતો મુજબ શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની 15 વર્ષીય પુત્રીની બહેનપણી જે સામાકાઠે રણછોડનગરમાં સરસ્વતી સ્કૂલ અંદર આવેલા ઝુપડામાં રહેતી હોય જેથી અવાર-નવાર તેના ઘરે જતી હોય દરમિયાન બહેનપણીના કાકાનો દિકરો શેખર સુરત આહુજા (રે.સુરત) વાળો તેના ઘરે આવતો હોય દરમિયાન તેણે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને માર્ચ 2021થી 11/6ના સમયગાળામાં સગીરાને સ્કૂલની પાછળના ભાગે આવેલા અવાવરુ બાથરુમમાં લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું ત્યારબાદ સગીરા આરોપી પાસે સુરત ગઈ હતી પરંતુ આરોપીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ભક્તિનગર પાસે આવેલી એક સોસાયટીમાં ચોકીદારી કરનાર નેપાળી પરિવારની 15 વર્ષની દીકરી પર દુષ્કર્મની આ ઘટના અંગે તેની માતાએ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીને સંતાનમાં ત્રણ દીકરી અને એક પુત્ર છે. 15 વર્ષની દીકરી ગત તારીખ 12/6/2021 ના રાત્રિના ઘરેથી લાપતા થઈ ગઈ હતી બાદમાં તપાસ કરતા તે સુરતમાં રહેતા તેના તેના સગાના ઘરેથી મળી આવી હતી. બાદમાં સગીરાની માતાએ તેને આ બાબતે પૂછતાં સગીરાએ સઘળી હકીકતો જણાવી દીકરીની હકીકત સાંભળ્યા બાદ આ મામલે તેની માતાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી શિખર આહુજા સામે બળાત્કારની કલમ 376 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મહિલા પોલીસ મથક તરફ રવાના કરી છે.આ મામલે આગળની તપાસ મહિલા પોલીસ મથકના પી.એસ.આઈ એ.જે.લાઠીયા ચલાવી રહ્યા છે.


