ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ, દિવ્યાંગો તેમજ 85 વર્ષથી ઉપરના મતદારો માટે આગોતરા મતદાનની સુવિધા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.11
- Advertisement -
રાજ્યમાં 7 મેએ લોકસભાની 26 બેઠકો મતદાન છે. ચૂંટણી પંચ દ્વારા તમામ બેઠકો પર મતદાન પૂર્વની તડામાર તૈયારી ચાલી રહી છે. તા. 12 થી 19 એપ્રિલ ઉમેદવારી પત્ર રજુ કરવાનો સમય છે. તા. 20મીએ ફોર્મ ચકાસણી થશે. તા. 22મીએ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની મુદત પુરી થયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. જે મતદારો મતદાનના દિવસે મતદાન મથકે જઇ મતદાન કરી શકે તેમ ન હોય તેવા નિતિ શ્રેણીના મતદારો માટે અગાઉથી બેલેટ પેપર દ્વારા મતપેટીમાં મતદાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.જાણવા મળેલ માહિતી મુજબ ગુજરાતમાં અઢી લાખ જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણી વ્યવસ્થામાં રોકાયેલા હોય છે.
એટલા બીજા કર્મચારીઓ (પોલીસ, એસ.આર.પી વગેરે) ચૂંટણી બંદોબસ્તમાં હોય છે. તે તમામ પાંચેક લાખ કર્મચારીઓને ચૂંટણી પૂર્વના દિવસોમાં બેલેટ પેપરથી મતદાન કરવાની તક મળે છે. ઉપરાંત 3ાા લાખ જેટલા દિવ્યાંગો છે. 85 વર્ષથી ઉપરના 1 લાખ જેટલા વૃધ્ધો હોવાનો અંદાજ છે. તેઓ ઇચ્છે તો મતદાન મથકે ઇ.વી.એમ.ના બદલે અગાઉથી બેલેટ પેપર દ્વારા મતદાન કરી શકે છે. 85 વર્ષથી ઉપરના મતદારોને અગાઉથી નોંધાયો તો ઘરે બેઠા મતદાનથી પણ તક મળશે. ચૂંટણી પંચના પ્રયાસો વધુમાં વધુ મતદાન કરાવવાના છે.ગુજરાતમાં લોકસભાની 2019ની ચૂંટણીમાં 66 ટકા જેટલુ મતદાન થયુ હતું. આ વખતે આકરો તાપ, લગ્નોત્સવ, વેકેશનના પ્રવાસ વગેરે વચ્ચે મતદાન પ્રમાણ વધારવુ તે ઉમેદવારો, રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ માટે પડકારરૂપ કામ છે. ઉમેદવારોએ પ્રચાર કયારનો શરૂ કરી દીધો છે પણ ચૂંટણીનો માહોલ બનતો નથી