તળાજા પંથકમાં રંગે રમ્યા બાદ ચેક ડેમમાં ડૂબી જતાં ત્રણ યુવકનાં મોત: ખેડા પંથકમાં ત્રણ વિદ્યાર્થીનાં જીવ ગયા: બનાસકાંઠામાં બેનાં મોત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજયમાં ગઈકાલે રંગોનું પર્વ ધુળેટી ઉમંગથી ઉજવાયું ત્યારે સૌરાષ્ટ્રનાં ભાવનગર અને ગુજરાતનાં ડીસા તથા ખેડા જીલ્લામાં ચેક ડેમ અને નદીમાં ડુબી જવાથી આઠ યુવાનોનાં મૃત્યુ થયા છે. જેમાં ખેડા પંથકના ત્રણ વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. ભાવનગર જીલ્લા ના તળાજા તાલુકાના મણાર ગામનાં ભાખલ વિસ્તારમાં ત્રણ યુવાનો ચેકડેમમાં ડૂબી જતા કરુણ મોત નીપજતા ગામમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી. ધુળેટીના પર્વ ના દિવસે બનેલી આ કરુણાન્તિકાની મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામે ગત બપોરે ધુળેટી રમ્યા બાદ ગામના ત્રણ યુવાનો ચેક ડેમમાં નાહવા પડ્યા હતા જ્યાં ત્રણેયના ડૂબી જતા કમકમાટી ભર્યા મોત નિપજતા ગામ માં ભારે સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો.
- Advertisement -
શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. બનાવ ની જાણ થતા જ ગ્રામ્યજનો બનાવ સ્થળે દોડી ગયા હતા. જેમાં કરૂણ મોત નીપજ્યા છે તેમાં મુકેશ બાબુભાઈ મકવાણા ઊં.વ.40 ,રવિ તુલસીભાઈ કુટેચા ઉ.વ.20 તેમજ રવિ ધરમસીભાઈ મકવાણા ઊં. વ .27 સમાવેશ થાય છે. મૃતક નાં પરિવારમાં બનાવને લઈ માતમ છવાયો છે. ફાયર વિભાગ દ્વારા ચેકડેમ માંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી એક સાથે મોત નીપજતા ભાવનગર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.



