By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    1 day ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    1 day ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    3 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ
ગુજરાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ

Khaskhabar Editor
Last updated: 2021/06/28 at 3:32 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

નાયબ મુખ્યમંત્રી-મહેસૂલ મંત્રી-પંચાયત રાજ્ય મંત્રીની ઉપસ્થિતી

લોકશાહિમાં બંધારણ નિહિત ફરજોના આધારે લોકસેવક તરીકેની મળેલી જવાબદારી નિષ્ઠા-ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા-આકાંક્ષા સંતોષવાનું દાયિત્વ અદા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

 જિલ્લાતંત્રના વડા તરીકે તમારા પરફોર્મન્સ-ડિલીવરીઝના આધાર ઉપર પ્રજા માનસમાં ગુડ ગર્વનન્સની સરકારની છબિ-પરસેપ્શન બને છે. પ્રજા કલ્યાણ-જનસેવાના ઇશ્વરીય કાર્ય માટે સેવારત થવાની મળેલી તકને સંવેદનશીલતા-પેન્ડીંગ કામો પૂરા કરવા-માથે લઇને કામ કરવા-ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનના અભિગમથી પાર પાડીયે. કોરોનાના કપરાકાળમાં સંક્રમણ નિયંત્રણની કામગીરી શ્રેષ્ઠતાપૂર્વક બજાવવા માટે અભિનંદન

- Advertisement -

 આજના વૈશ્વિક યુગની-ચેલેન્જમાં જનહિત કામોમાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જી યુવા પેઢીની અપેક્ષાએ ખરા ઉતરીએ. પ્રધાનમંત્રીએ આપેલા ‘‘ગુડ ગર્વનન્સ’’ના ગુજરાત મોડેલથી વિકાસની થયેલી પૂરપાટ ગતિને વધુ વેગવંતી બનાવવાની તક કેરિયરની શરૂઆતના તબક્કે તમને મળી છે. પારદર્શિતા-સંવેદનશીલતા-નિર્ણાયકતા-પ્રગતિશીલતાના ચાર સ્થંભ ઉપર સરકારની યોજનાઓ કાર્યાન્વિત છે તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડીએ. ઇરાદાપૂર્વકની ભૂલ-મેલાફાઇડ મિસ્ટેકસ ચલાવી લેવાશે નહિ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે ટેકનોલોજીના ઉપયોગથી જનહિત-લોકસેવાના કામો ટ્રાન્સપેરન્સીથી અને પ્રો-એક્ટિવલી કરીને જ ગુડ ગર્વનન્સનો ધ્યેય પાર પાડી શકાશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકશાહિ શાસનમાં બંધારણમાં નિહિત અધિકારો-ફરજોના આધારે લોકસેવક તરીકેની મળેલી જવાબદારીને પૂરી નિષ્ઠાથી, ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા, આકાંક્ષા સંતોષી સરકારની ઉજ્જવળ ઇમેજ-છબિ-પરસેપ્શન પ્રજા માનસમાં જિલ્લા અધિકારી તરીકે તમે જ બનાવી શકો છો

વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના રાજ્યભરના કલેકટરો-ડી.ડી.ઓ.ની સંયુકત એકદિવસીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર આ પરિષદમાં જોડાયા હતા મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરતાં એમ પણ જણાવ્યું કે, હવે વિશ્વમાં બનતી કોઇ પણ સારી બાબતો ટેકનોલોજી-ઇન્ટરનેટ-વેબસાઇટ જેવા માધ્યમોથી તરત લોકો સુધી પહોચી જાય છે. લોકો પણ હવે આવી સારી બાબતો કે કાર્યોનો લાભ પોતાને પણ મળે તેવી અપેક્ષા સાથે ગુડ ડિલીવરીઝની માંગ રાખતા હોય છે.

- Advertisement -

આવા બદલાયેલા સંજોગોમાં જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાની આગવી સૂઝથી કામ માથે લઇને કરવાનું દાયિત્વ નિભાવવું પડશે તો જ કાર્યસંસ્કૃતિ વર્કકલ્ચરમાં બદલાવ થશે તેવો મત મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવનિયુકત કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની આ પરિષદને સહચિંતન-સામૂહિક મંથન અને આગામી દિવસોમાં ગુજરાત માટે વિકાસની દિશાસૂચક ગણાવી હતી. તેમણે કોરોના-કોવિડ-19ના કપરા કાળમાં દિવસ-રાત કાર્યરત રહીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે અધિકારીઓ અને ટીમ ગુજરાતની કર્તવ્યનિષ્ઠાને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ જ સ્પિરીટ અને મિશન મોડ સાથે સતત કાર્યરત રહેવા મુખ્યમંત્રીશ્રીએ પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સરકાર મુખ્યત્વે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્થંભ પર કાર્યરત છે ત્યારે સરકારની બધી યોજનાઓ આ પિલ્લરના આધારે કાર્યાન્વિત થાય, છેવાડાના ગામડાના માનવી સુધી તેનો લાભ પહોચે અને છેક નીચલા સ્તર સુધી ગૃડ ગર્વનન્સ-ટ્રાન્સપેરન્ટ ગર્વનન્સનું પરસેપ્શન વિસ્તરે તે જિલ્લાના વહિવટી વડા તરીકે તેમનું દાયિત્વ બને છે. ‘‘આપણે પ્રજાના કલ્યાણ માટેના ઇશ્વરીય કાર્ય માટે સેવારત થયા છીયે’’ એમ જણાવતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સામાન્ય માનવી પ્રત્યેની સંવેદના, પેન્ડીંગ કામો ત્વરાએ પૂરા કરવા અને ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનના ધ્યેય સાથે જો જિલ્લાના વડા તરીકે ઇનીશ્યેટીવ લેવાશે તો તેની દૂરોગામી અસરો ફિલ્ડના સ્ટાફ અને અન્ય કર્મયોગીઓ પર પણ પડતાં સમગ્ર સરકારની ઇમેજ-છબિ વધુ ઉજળી થશે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુડ ગર્વનન્સ-સુશાસનનું મોડેલ ગુજરાતને આપેલું છે. ગુજરાત તેના આધારે વિકાસના રાહે પૂરપાટ આગળ વધ્યું છે ત્યારે હવે તેને વધુ ઉન્નત અને વેગવંતો બનાવવાની જવાબદારી આ નવયુવાન જિલ્લા અધિકારીઓના શિરે છે. ગુજરાત કેડરમાં મળેલા પોસ્ટિંગની તકને કેરિયરની શરૂઆતના આ દિવસોમાં જ વધુ પ્રો-એક્ટિવ ઇફેક્ટિવ બનાવીને ગુજરાતની વિકાસ યાત્રામાં કે રાજ્યની ગુડ ગર્વનન્સ દિશામાં કોઇ ઉણપ ના આવે તે રીતે નિષ્ઠા અને ઇમાનદારીથી નિભાવવા મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યુ હતું.

તેમણે લોકોને સેવાઓ ઓનલાઇન મળી રહે અને કચેરીમાં ધક્કા જ ન ખાવા પડે તેવી સ્થિતી સર્જવા સાથોસાથ યોજનાઓના અમલીકરણના લક્ષ્ય સિદ્ધ કરવા પણ તાકિદ કરી હતી. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સરકાર કે અધિકારીઓ જાડી ચામડીના નહિ પરંતુ લોકોની વેદના-સંવેદના પ્રત્યે સંવેદનશીલ અને સજાગ છે. તેમના કામો ઝડપથી થાય છે અને ખોટું કરનારાઓને ચલાવી લેવામાં આવતા નથી એવો જનમાનસમાં વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કોઇ પણ ઢિલાશ કે કચાશ વગર જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરો-ડી.ડી.ઓ પાસે અપેક્ષિત છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે સોશિયલ મિડીયા, ઇ-મિડીયાના આજના ચેલેન્જીંગ યુગમાં કલેકટરો-વિકાસ અધિકારીઓએ જનહિત-લોકસેવાના કામોમાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને યુવા પેઢીની અપેક્ષાની એરણે ખરા ઉતરવાનું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અધિકારીઓને એમ પણ જણાવ્યું કે, લોકહિત-જનસેવાના કોઇ કામમાં બોનાફાઇડ મિસ્ટેક થઇ હશે તો સરકાર તેમની પડખે રહેશે પરંતુ ઇરાદાપૂર્વકની ખોટી-મેલાફાઇડ મિસ્ટેકસને કયારેય ચલાવી લેવાશે નહિ. તેમણે રાજ્યનાં નાગરિકોને કાયદો વ્યવસ્થાની સલામતિ-સુરક્ષાની અનૂભુતિ થાય તે માટે ગુંડા ધારા, લેન્ડ ગ્રેબિંગ એકટ, બળજબરીથી ધર્માંતરણ-લવ જેહાદ જેવા કાયદાઓના કડક પાલન માટે પણ જિલ્લા કલેકટરોને અનુરોધ કર્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના બધા જ ડેટા સમયસર ફિડ થાય તે માટે કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કરતાં ઉમેર્યુ કે, રિયલ ટાઇમ મોનિટરીંગ અને ડે-ટુ-ડે ડેટા ફિડીંગથી કી ઇન્ડીકેટર્સ જિલ્લાના પરફોમન્સનો આધાર છે તેને વધુ સુદ્રઢ કરવાની આવશ્યકતા છે.

વિજયભાઇ રૂપાણીએ જિલ્લા તંત્રના આ વડાઓ અને તેમની ટીમના પરફોર્મન્સથી જ આમ જનતામાં સરકાર પ્રત્યેની ઇમેજ પરસેપ્શન બનતું હોય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં ફિલ્ડ વિઝીટ, જનસેવા કેન્દ્રોની કામગીરી વધુ વ્યાપક બનાવવા પણ તાકીદ કરી હતી. તેમણે સૌ નવનિયુકત યુવા અધિકારીઓને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રો-એક્ટિવ-એર્સટીવ બનીને કાર્યરત થવાનો સંકલ્પ કરવાનું પણ આ પરિષદમાં પ્રેરક આહવાન કર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ પરિષદમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વિભાગોના નિર્ણયોની અમલવારીમાં કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા મહત્વની છે.

તેમણે કહ્યું કે, જિલ્લાઓમાંથી ફિડબેક અને કામગીરીના સંદર્ભમાં ફોલોઅપની સુદ્રઢ વ્યવસ્થાઓની જિલ્લા તંત્રના વડા તરીકે તેમની પાસેથી અપેક્ષા હોય છે ત્યારે એમાં કોઇ ઢિલાશ ન રહે તે જરૂરી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ અધિકારીઓ ફિલ્ડ વિઝીટ દરમ્યાન તેમના જિલ્લામાં ચાલતા કે પ્રગતિ હેઠળના વિકાસ કામો, માર્ગ-મકાનના કામો, CHC, PHC, સ્વચ્છતા અભિયાનના કામોની ઓચિંતી મૂલાકાત લઇ ગુણવત્તાની અને કામગીરીની સમયાંતરે તપાસ કરતા રહેશે તો પણ સંબંધિત વિભાગોની સતર્કતા-સજ્જતા વધશે.
નીતિનભાઇ પટેલે સ્પષ્ટ જણાવ્યું કે, ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનું જે સ્થાન પ્રસ્થાપિત કરેલું છે તેને આગળ ધપાવવા સૌ ટીમ ગુજરાત તરીકે સાથે મળીને કાર્ય કરીએ.

આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ-19 થર્ડ વેવ સામેની જિલ્લાતંત્રોની સજ્જતાના એકશન પ્લાનનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીએ કર્યુ હતું.
મુખ્ય સચિવ અનિલ મુકિમે પ્રારંભમાં પરિષદનો ઉદેશ્ય સ્પષ્ટ કરીને રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ, વેક્સિનેશન ડ્રાઇવ, ફલેગશીપ પ્રોગ્રામ્સ વગેરે અંગે નવનિયુકત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પરિષદમાં ડિઝીટલ સેવાસેતુ, કોવિડ-19માં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી કામગીરી, નલ સે જલ અને મહેસૂલી કામગીરીમાં ટેકનોલોજીયુકત ક્રાંતિના પ્રેઝન્ટેશન સંબંધિત વરિષ્ઠ સચિવોએ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ રાજ્ય સરકારના વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, સચિવો આ પરિષદમાં જોડાયા હતા.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article “રામ વન”ની વિઝિટ કરતા મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા
Next Article ધર્માંતરણ કેસમાં ઝાકીર નાઈકની પણ સંડોવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?