શહેરના કુલ 10 વોર્ડમાંથી 25 મિલકતો સીલ કરી રૂા. 44 લાખથી વધુની રીકવરી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ આજરોજ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન શહેરના કુલ 10 વોર્ડમાંથી 25 મિલકતોને સીલ અને 10 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ અને રૂા. 44.81 લાખની રીકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં. 3માં લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલા આર્કેડ ગ્રાઉન્ડમાં કુલ પાંચ દુકાનો સીલ કરવામાં આવી, વોર્ડ નં. 5માં માર્કેટીંગ યાર્ડ પર આવેલ શોપ નં-15ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક, માર્કેટીંગ યાર્ડ પર આવેલ શોપ નં-10ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 25,000નો ચેક આપ્યો હતો. વોર્ડ નં. 6માં શ્રી રણછોડનગર સામે શેરી નં-5માં ભીમા લુનાગરીયાના 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 1.42લાખ, સંત કબીર રોડ પર શ્રી રણછોડનગરમાં આર.એચ.પ્લાઝા ના શોપ નં-1,2ના 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 1.06લાખ, બેડીપરામાં શ્રમજીવી સોસાયટીમાં શેરી નં-4 માં 1-નળ કનેક્શન કપાત કરતા રીકવરી રૂા. 60,000,
વોર્ડ નં. 7માં વિજય પ્લોટ શેરી નં -30માં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 1.16 લાખ, દિવાનપરા મેઈન રોડ પર આનંદ આર્કેડ ના શોપ નં-5ના 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 3.28 લાખ, વિવેકાનંદ રોડ પર આવેલ કનવેનશન સેન્ટર-206/અ ને સીલ મારેલ, ટાગોર રોડ પર આવેલ જસ્મીન બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ નોટીસ સામે રીકવરી રૂા. 1.71 લાખ, વોર્ડ નં. 10માં કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક પી.જી.સરકારી કુમાર છાત્રાલયના 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી સામે રીકવરી રૂા. 34.95 લાખ, વોર્ડ નં. 11માં મવડી વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 76,850, કાલાવડ રોડ પર રંગોલી પાર્ક સામે શ્રી ગણેશ માર્બલના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 41,920, વોર્ડ નં. 12માં વાવડી વિસ્તારમાં આવેલ ઉતમ ઇન્ડ.એરીયાના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 1.34 લાખ.
વોર્ડ નં. 13માં મવડી મેઈન રોડ પર ન્યુ અલકા સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 44,570, 150 ફુટ રીંગ રોડ પર આવેલ તિરૂપતી ઇન્ડ એરીયામાં 1-યુનિટને. ગોકુલનગર માં 2-યુનિટને અને ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ ફટકારવામાં આવી હતી. વોર્ડ નં. 17માં આનંદનગર મેઈન રોડ પર જલ્જીત હોલ સામે રાજકોટ મ્યુનીસીપલ શોપિંગ સેન્ટર શોપ નં-17ની 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 58,667, આનંદનગર કોલોનીમાં શેરી નં-31બી માં 1-યુંનીત્નાઈ નોટીસ સામે રીકવરી રૂા. 40,900, વોર્ડ નં. 18માં કોઠારીયા રોડ પર આનંદ ઇન્ડ સામે સરદાર ઇન્ડ એસ્ટેટ માં વિશ્ર્વકર્મ વૂડન ફર્નીચર 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂા. 43,370, કોઠારીયા સોલવન્ટ સ્ટેશન સામે પાવર ઇન્ડ એરિયામાં શેડ નં-10 ના 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 80,000, ઢેબર રોડ પર આવેલ ઘનશ્યામ ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 50,000, કોઠારીયા રોડ પર આવેલ ધ્વની ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 52,140, કોઠારીયા રોડ પર આવેલ ગોલ્ડેન ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 52,320, કોઠારીયા રોડ પર આવેલ અંજલી ફેબ્રીકેશનના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ સ્ટાફ, સભ્ય, ઇન્સ્પેક્ટર, કે રિકવરી સ્ટાફ દ્વારા કોઇ રોકડ વેરાની માંગણી કરવા આવતી નથી આથી રોકડ વેરા સ્વરૂપે લગત વોર્ડ ઓફીસ તથા ઝોન ઓફીસ રૂબરૂ ભરી રીસીપ્ટ મેળવવી કોઈપણ વોર્ડઓફિસે, કોઈ અન્યને કે થર્ડ ત્રાહિત પક્ષકારને રોકડ રકમ સોંપવી નહિ. ભવિષ્યમાં કોઈ રોકડ માંગણી કરવામાં આવે તો સત્વરે લગત વોર્ડ ઓફીસ તથા ઝોન ઓફીસનો સંપર્ક કરવો તેવું એક યાદીમાં જણાવ્યું હતું. આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી. કમિશ્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.