ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વિકાસકામોના લોકાર્પણ માટે ગ્રામ્ય વિસ્તારમા પ્રવાસ કરી વિધાનસભા ક્ષેત્રના ઝાલણસર, વાલાસીમડી, મજેવડી, ગોલાધર, વીરપુર, રૂપાવટી, સરગવાડા, ખલીલપુર, પલાસવા, સોડવદર, પાદરીયા વિજાપુર, ડુંગરપુર, સહિતના ગામોના માર્ગોના નવીનીકરણના 18 જેટલા વિકાસકાર્યોનું રૂ.2071 લાખના ખર્ચે સંપન્ન થતા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
માખીયાળા કેરાળા રોડ 182ના ખર્ચે માટીકામ મેટલ કામ ડામર કામ સીસી રોડ નાના પુલીયા તથા પ્રો.વોલના કામોથી સંપન્ન થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા માખીયાળાથી વાલા સીમડી રોડ જે રૂ. 150 લાખના ખર્ચે અને ઝાલણસરથી જમનાવડ રોડ જોઈનિંગ ટુ વાલાસીમડીથી જમનાવડ રૂ.260 લાખના ખર્ચે, જાલણસરથી પરબડી રોડનું રીસરફેસિંગ 40 લાખના ખર્ચે સંપન્ન થતા તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાલા સીમડી વાણંદિયા રોડ પર જરૂરી જગ્યાએ 165 મીટરમાં 15 લાખના ખર્ચે સીસી રોડનું કામ સંપન્ન થયું હતું તે જ રીતે ઝાલણસર વિલેજમાં પણ 110 મીટર ની લંબાઈમાં સીસી રોડનું કામ સુવિધા પથ ઉપર હાથ ધરવામાં આવ્યું હતું, મજેવડીથી વાડોદરને જોડતા છ કિલોમીટર માર્ગનું કામ 290 લાખના ખર્ચે સંપન્ન થયું હતું તે જ રીતે રૂપાવટી-કલાણા રોડ પર દિવાલ તથા નાળા પુલિયાના કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવેથી સરગવાડા રોડ, નેશનલ હાઈવેથી ખલીલપુર રોડ, પલાસવાથી સોડવદર રોડ, પાદરીયાથી વિજાપુર રોડ અને ડુંગરપુરથી સંઘવનાથ વિજાપુર રોડના કામ સંપન્ન થતાં લોકાર્પણ અને ખાતમુહર્ત કર્યું હતું.