રાજકોટ મહાનગરપાલિકામાં આજ તા.૨૪/૦૬/૨૦૨૧ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળેલ. મ્યુનિસિપલ કમિશનરએ આજે મેયરની કચેરી ખાતે મેયર ડૉ.પ્રદિપડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પદાધિકારીઓ દ્વારા બુકે આપી મ્યુનિસિપલ કમિશનરને આવકારેલ હતા.
તંત્ર અને શાસક પક્ષના સંકલન સાથે શહેરમાં ચાલી રહેલ જુદા જુદા પ્રોજેક્ટ જેવા કે, ઓવરબ્રીજ, રામવન, અટલ સરોવર, વિગેરે તેમજ પ્રાથમિક સુવિધાના કામોને પણ તબક્કાવાર આગળ વધારશે.