આવતીકાલે વોર્ડ નં.4માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
મહાનગરપાલિકા દ્વારા બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તા. 6-02થી તા. 25-02 સુધી આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગઈકાલે વોર્ડ નં. 8 આર.એમ.સી. પ્લોટ, અમીન માર્ગ કોર્નર, ઝેડ બ્લુ સામે, 150 ફુટ રીંગ રોડ ખાતેથી જ્યારે બપોર બાદ 3-30 કલાકે વોર્ડ નં.8 મલ્ટી એક્ટીવિટી સેન્ટર, નાનામવા સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં યોજાયેલા ઉપરોક્ત બંને યોજનાકીય કેમ્પમાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ 2432 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં વોર્ડ નં. 8 આર.એમ.સી. પ્લોટ, અમીન માર્ગ કોર્નર, જેડ બ્લુ સામે, 150 ફુટ રીંગ રોડ ખાતેના કેમ્પમાં 1477 લોકોને અને વોર્ડ નં.8 મલ્ટી એક્ટીવિટી સેન્ટર, નાનામવા સર્કલ ખાતેના કેમ્પમાં 985 નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો હતો.
આ કેમ્પમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, વોર્ડ નં.8ના કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, બિપીનભાઈ બેરા, ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, વોર્ડ પ્રમુખ જયસુખભાઈ મારવિયા, વોર્ડ પ્રભારી સંજયભાઈ દવે, વોર્ડ મહામંત્રી દેવકરણ જોગરાણા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, રીટાબેન સખીયા, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ વિજયભાઈ પાડલીયા, સહ-ઇન્ચાર્જ જે.પી.ધામેચા, નીતિન વાઘેલા તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ વોર્ડ નં. 8માં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પનો કુલ 2432 લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. આવતીકાલ તા. 15ના રોજ વોર્ડ નં.4માં સવારે 9-30 કલાકથી બપોરના 1-30 કલાક સુધી ખુલ્લો પ્લોટ, ઝાંઝરીયા હનુમાન પાસે, ભગવતીપરા મેઈન રોડ, ભગવતીપરા બ્રિજથી આગળ તેમજ બપોરના 3-30 કલાકથી સાંજના 7-00 કલાક સુધી હોકર્સ ઝોનની બાજુનો પ્લોટ, મોરબી રોડ, જકાતનાકા પાસે યોજાનાર છે.
વોર્ડ નં.8માં બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકીય કેમ્પનો 2432 લાભાર્થીઓએ લીધો લાભ
