ડિઝલના ભાવમાં 7.45 રૂપિયાનો વધારો ઝીંકાયો
ખાસ-ખબર સંવાદદાતા
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી તેજી જોવા મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની સ્થિરતા બાદ ઈંધણના ભાવોમાં વધારો કરી દીધો છે. પેટ્રોલની કિંમતમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલ પણ 26 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘું થઈ ગયું છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં હળવો ઘટાડો જોવા મળ્યો છે.
આજના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 88.23 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. નોંધનીય છે કે, 4 મે બાદથી અત્યાર સુધીમાં પેટ્રોલ 7.18 રૂપિયા પ્રતિ લીટ ર અને ડીઝલ 7.45 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પણ પાર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે.
- Advertisement -
પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


