By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    7 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    6 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    7 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 1528થી 2024 સુધી… શ્રી રામમંદિર માટે સનાતનીઓના સંઘર્ષની સંપૂર્ણ કહાની..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > 1528થી 2024 સુધી… શ્રી રામમંદિર માટે સનાતનીઓના સંઘર્ષની સંપૂર્ણ કહાની..
Bhavy Ravalખાસ-ખબરધર્મ

1528થી 2024 સુધી… શ્રી રામમંદિર માટે સનાતનીઓના સંઘર્ષની સંપૂર્ણ કહાની..

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE
સોમવાર – 22 જાન્યુઆરી 2024એ પ્રતિક્ષા પૂર્ણ થશે, જેની સનાતનીઓ સદીઓથી રાહ જોતા હતા. અયોધ્યાધામમાં દિવ્ય-ભવ્ય શ્રી રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આજથી દાયકાઓ પહેલા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પરના રામ મંદિર તોડવાથી લઈને મસ્જિદ નિર્માણ સુધીનો અને ત્યારબાદ ફરી રામ મંદિર નિર્માણ સુધીનો આખો ઘટનાક્રમ તેમજ રામ મંદિરના પુન:નિર્માણ માટે સનતાનીઓના સંઘર્ષની સંપૂર્ણ કહાની આ મુજબ છે :
– 1528: બાબરના સેનાપતિ મીર બાકીએ અયોધ્યામાં ભગવાનરામના જન્મસ્થળે મસ્જિદ બનાવી.
– 1528-1731: ઈમારતના કબ્જાને લઈને હિંદુ-મુસ્લિમો વચ્ચે 64 વાર અથડામણ થઈ.
– 1822: ફૈઝાબાદ કોર્ટની અદાલતના મુલાઝિમ હફીજુલ્લાએ સરકારને મોકલેલા એક અહેવાલમાં કહ્યું કે,રામના જન્મસ્થળ પર બાબરે મસ્જિદ બનાવી હતી.
– 1852: અવધના અંતિમ નવાબ વાજિદ અલી શાહના શાસનકાળમાં પહેલીવાર અહીં મારપીટની ઘટનાનો લેખિત ઉલ્લેખ મળે છે. નિર્મોહી પંથના લોકોએ દાવો કર્યો કે બાબરે એક મંદિર તોડીને મસ્જિદ બનાવી છે.
– 1855: હનુમાનગઢી મામલે બૈરાગીઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થયો. અયોધ્યાની પરિસ્થિતિ અંગે વાજિદ અલી શાહે બ્રિટિશ રેજીડેન્ટ મેજર આર્ટમને પત્ર મોકલ્યો. જેમાં 5 દસ્તાવેજો મૂકી એવું કહેવામાં આવ્યું કે, આ વિવાદિત ઈમારતને લઈ હિંદુ-મુસ્લિમો વચ્ચે ઘર્ષણ રહે છે.
– 1859: બ્રિટીશ શાસને આ પવિત્ર સ્થળને ઘેરી લીધું. અંદરનો ભાગ નમાઝ માટે મુસ્લિમોને આપવામાં આવ્યો હતો અને બહારનો ભાગ હિંદુઓને પૂજા માટે આપવામાં આવ્યો.

– 1860: ડેપ્યુટી કમિશનર ફૈઝાબાદની અદાલતમાં મસ્જિદના ખાતિબ મીર રજ્જને દરખાસ્ત કરી કે, નિહંગ શીખએ મસ્જિદના પરિસરમાં નિશાન સાહિબને ગાડીને એક ચબૂતરો બનાવ્યો છે જેને હટાવવામાં આવે.
– 1877: મસ્જિદના મુઅજ્જીન મોહમ્મદ અસગરે ફરીથી ડેપ્યુટી કમિશનર કચેરીમાં અરજી આપીને ફરિયાદ કરી કે બૈરાગી મહંત બલદેવ દાસે મસ્જિદ પરિસરમાં એક ચરણપદુકા રાખી દીધી છે, જેની પૂજા કરવામાં આવી રહી છે. તેમણે પૂજા કરવા માટે ચૂલ્હો પણ બનાવ્યો છે. અદાલતે કંઈપણ હટાવ્યું નહીં, પરંતુ મુસ્લિમોને મસ્જિદમાં જવા માટે બીજો રસ્તો બનાવી આપ્યો.
– 15 જાન્યુઆરી, 1885: પ્રથમ વખત આ જમીન પર હિંદુ મંદિર બનાવવાની માંગ અદાલતમાં થઈ. મહંત રઘુબરદાસે પહેલો કેસ ફાઈલ કર્યો. તેમણે રામચબૂતરા પર મંડપ બનાવવાની પરવાનગી માંગી. આકસ્મિક રીતે આ જ વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી.
– 24 ફેબ્રુઆરી, 1885: ફૈઝાબાદની જિલ્લા અદાલતે મહંત રઘુબરદાસની અરજીને નકારતા કહ્યું કે, આ જગ્યા મસ્જિદની ખૂબ નજીક છે. ન્યાયાધીશ હરકિશને પોતાના ચૂકાદામાં સ્વીકાર્યું કે, ચબૂતરા પર રઘુબરદાસનો કબ્જો છે. તેમને એક દિવાલ બનાવી ચબૂતરાને અલગ કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ મંદિર બનાવવાની મંજૂરી નહોતી.
– 17 માર્ચ, 1886: મહંત રઘુબર દાસે જિલ્લા ન્યાયાધીશ ફૈઝાબાદ કર્નલ એફએફએ કૈમિયરની કોર્ટમાં અપીલ દાખલ કરી. કૈમિયરે પોતાના નિર્ણયમાં કહ્યું કે, મસ્જિદ હિંદુઓનાં પવિત્ર સ્થળ પર બનાવવામાં આવી છે. પરંતુ હવે મોડું થઈ ગયું છે. 356 વર્ષ જૂની ભૂલ સુધારવી આટલા દિવસો બાદ યોગ્ય રહેશે નહીં, આથી યથાસ્થિતિ બનાવી રાખો.
– 20-21 નવેમ્બર, 1912: બકરી ઈદ પર અયોધ્યામાં ગૌહત્યા વિરુદ્ધમાં તોફાનો થયા. અહીં 1906થી જ મ્યુનિસિપલ એક્ટ હેઠળ ગાયની કતલ પર પ્રતિબંધ હતો.
– માર્ચ, 1934: ફૈઝાબાદના શાહજહાંપુરમાં ગૌહત્યાના વિરોધમાં રમખાણો થયા. નારાજ હિંદુઓએ બાબરી મસ્જિદની દિવાલ અને ગુંબજને નુકસાન પહોંચાડ્યું. પાછળથી સરકારે તેનું સમારકામ કરાવ્યું.
– 1936: બાબરી મસ્જિદ બાબર દ્વારા બનાવવામાં આવી હતી કે કેમ તેની કમીશ્ર્નરી તપાસ શરૂ થઈ.
– 20 ફેબ્રુઆરી, 1944: અધિકૃત ગેઝેટમાં સત્તાવાર રીતે એક તપાસ અહેવાલ પ્રકાશિત થયો. આ વાત ફૈઝાબાદની રેવન્યુ કોર્ટમાં શિયા અને સુન્ની વકફ બોર્ડની સુનવણી દરમિયાન 1945માં પ્રકાશમાં આવી.
– 22-23 ડિસેમ્બર, 1949: વિવાદિત ઈમારતની અંદર ભગવાનરામની પ્રતિમા પ્રગટ થઈ. બંને પક્ષે કેસ દાખલ કર્યા હતા. સરકારે આ વિસ્તારને વિવાદિત જાહેર કર્યો અને ઈમારતને જોડાણ આપવાનો આદેશ આપ્યો, પરંતુ પૂજા ચાલુ રહી.
– 29 ડિસેમ્બર, 1949: ફૈઝાબાદ મ્યુનિસિપલ બોર્ડના અધ્યક્ષ પ્રિયા દત્તરામને વિવાદિત જગ્યાના રીસીવર તરીકે નિમણૂક કરવામાં આવ્યા.
– 1950: હિંદુ મહાસભાના ગોપાલસિંહ વિશારદ અને દિગમ્બર અખાડાના મહંત પરમહંસરામચંદ્રદાસે અદાલતમાં અરજી કરી જન્મસ્થળ પર માલિકીનો દાવો કર્યો. બંનેએ ત્યાં પૂજા માટે પરવાનગી માંગી. સિવિલ ન્યાયાધીશે આંતરિક ભાગ બંધ રાખીને પૂજાને મંજૂરી આપતા મૂર્તિઓ ન હટાવવાનો વચગાળાનો આદેશો આપ્યા હતા.
– 26 એપ્રિલ, 1955: હાઈકોર્ટે સિવિલ ન્યાયાધીશના વચગાળાના આદેશને માન્ય રાખ્યો.
– 1959: નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળે અન્ય એક દાવેદારી કરીને પોતાનો દાવો કર્યો હતો. પોતાને રામ જન્મભૂમિના સંરક્ષક ગણાવ્યા.
– 1961: મસ્જિદમાં મૂર્તિઓ મૂકવાના વિરોધમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે એક અરજી દાખલ કરી દાવો કર્યો કે, મસ્જિદ અને તેની આસપાસની જમીન એક કબ્રસ્તાન છે, જેમના પર તેમનો દાવો છે.
– 29 ઓગષ્ટ, 1964: જન્માષ્ટમીના દિવસે મુંબઈમાં વિશ્ર્વ હિંદુ પરિષદની સ્થાપના.
– 7-8 એપ્રિલ, 1984: મંદિરના નિર્માણ માટેરામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ રચાઈ. મહંત અવૈદ્યનાથ અધ્યક્ષ બન્યા. રથયાત્રાઓ નીકળવામાં આવી. રામ મંદિર આંદોલને જોર પકડ્યું.
– 1 ફેબ્રુઆરી, 1986: ફૈઝાબાદ અદાલતે ઈમારતના તાળા ખોલવાનો આદેશ આપ્યો. હિંદુઓને પૂજા-પાઠ કરવાની છૂટ મળી હતી.
– 3 ફેબ્રુઆરી, 1986: હાશિમ અન્સારીએ તાળા ખોલવા મામલે હાઈકોર્ટમાં અપીલ કરી.
– 5-6 ફેબ્રુઆરી, 1986: મુસ્લિમ નેતા સૈયદ શહાબુદ્દીને વડાપ્રધાનને દરમિયાનગીરી કરવાની અપીલ કરી. 14 ફેબ્રુઆરીને શોક દિવસ તરીકે ઉજવવાની અપીલ કરી હતી.
– 6 ફેબ્રુઆરી, 1986: લખનઉમાં મુસ્લિમોની એક સભા મળી. બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચનાની ઘોષણા થઈ. મૌલાના મુઝફ્ફર હુસેન કીછોછવી અધ્યક્ષ બન્યા અને મોહમ્મદ આઝમખાન અને ઝફરયાબ જિલાની સંયોજક બન્યા.

- Advertisement -

…અને સનાતનીઓની પ્રતિક્ષાનો અંત, રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ

– 23-24 ડિસેમ્બર, 1986: સૈયદ શાહાબુદ્દીનની અધ્યક્ષતામાં દિલ્હીમાં બાબરી મસ્જિદ સંકલન સમિતિની રચના. 1987ના પ્રજાસત્તાક દિનની ઉજવણીના બહિષ્કારની ઘોષણા.
– જૂન, 1989: પાલમપુરમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક. ભાજપની કાર્યસૂચિમાં સૌ પ્રથમ વખત મંદિર આંદોલન આવ્યું. ઠરાવ પસાર કરીનેરામમંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું કે, આસ્થાનો સવાલ છે. કોર્ટ નિર્ણય નહીં લઈ શકે.
– 1 એપ્રિલ, 1989: વિહિપે ધર્મસંસદ બોલાવી. 30 સપ્ટેમ્બરના રોજ પ્રસ્તાવિત મંદિરના શિલાન્યાસની ઘોષણા કરવામાં આવી.
– ઓગષ્ટ 14, 1989: હાઈકોર્ટના આદેશથી યથાસ્થિતિને યથાવત રાખવામાં આવી.
– ઓક્ટોબર – નવેમ્બર, 1989: મંદિર નિર્માણ માટે દેશભરમાંથી સાડા ત્રણ લાખ રામશીલાઓ અયોધ્યા પહોંચી.
– 9 નવેમ્બર, 1989: રામમંદિરનો શિલાન્યાસ પ્રસ્તાવિત મંદિરના સિંહદ્વાર પર થયો.
– ફેબ્રુઆરી, 1990: કારસેવાની ઘોષણા.
– જૂન, 1990: વીએચપીની બેઠકમાં 30 ઓક્ટોબરથી મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી.
– 25 સપ્ટેમ્બર, 1990: લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા સોમનાથથી અયોધ્યા સુધી શરૂ થઈ.
– 30 ઓક્ટોબર – 2 નવેમ્બર, 1990: કારસેવકો લાખોની સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા. મુલાયમસિંહની સરકારે ગોળીબાર કર્યો. 40થી વધુ કારસેવકો માર્યા ગયા.
– 7-10 ઓક્ટોબર, 1991: કલ્યાણસિંહની સરકારે 2.77 એકર વિવાદિત જમીન સંપાદિત કરી.
– 6 ડિસેમ્બર, 1992: બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી
– એપ્રિલ, 2002: હાઈકોર્ટની ત્રણ સભ્યોની ખંડપીઠે વિવાદિત સ્થળ પર કોનો અધિકાર છે તે અંગે સુનાવણી શરૂ કરી.
– 2003: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને ખોદકામ કરવા સૂચના આપવામાં આવી.
– જુલાઈ, 2005: વિવાદિત સ્થળ પર આતંકવાદી હુમલો. સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા.
– જૂન, 2009: લિબ્રાહન કમિશને બાબરી વિધ્વંસ અંગેનો અહેવાલ સરકારને સોંપ્યો.
– 2010: અલ્હાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો. વિવાદિત સ્થળને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યો.
– મે, 2011: સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે આપ્યો. યથાવત સ્થિતિ જાળવવાનું કહ્યું.
– 21 માર્ચ, 2017: સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો સંવેદનશીલ છે. સમાધાન અદાલતની બહાર થવું જોઈએ. તેમણે તમામ પક્ષોને અભિપ્રાય રજૂ કરવા અને સમાધાન શોધવા જણાવ્યું.
– 14 માર્ચ, 2018: સુપ્રીમ કોર્ટે તમામ 32 હસ્તક્ષેપ અરજીઓને રદ કરી. એ જ પક્ષકારો બચ્યા જે
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં સામેલ હતા.
– ઓગસ્ટ 6, 2019: મધ્યસ્થી પ્રક્રિયા નિષ્ફળ થયા પછી સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનવણી શરૂ થઈ.
– 16 ઓક્ટોબર, 2019: સુપ્રીમ કોર્ટે 40 દિવસ સુધી દલીલો સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો.
– 9 નવેમ્બર, 2019: સુપ્રીમ કોર્ટે બહુપ્રતિક્ષિત નિર્ણય આપ્યો. સમગ્ર વિવાદિત જમીન રામ લલ્લાની છે. મંદિર ત્યાં જ બનાવવામાં આવશે. મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન આપવામાં આવશે.
– 5 ફેબ્રુઆરી, 2020: ભારત સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નામથી ન્યાસની રચના કરી અધિગ્રહીત 70 એકર ભૂમિ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને સોંપી દીધી.
– 25 માર્ચ, 2020: શ્રી રામ લલ્લા તિરપાલ મંદિરમાંથી પોતાના અસ્થાઈ નવા કાષ્ટમંદિરમાં પધાર્યા અને ત્યાં બિરાજમાન થયા.
– 5 ઓગષ્ટ, 2020 : સદીઓથી સેવેલા સ્વપ્ન સંકલ્પની સિદ્ધિનું અલૌકિક મુહૂર્ત આવ્યું. અયોધ્યા ધામમાં રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિરનું પૂજન કરી મંદિર નિર્માણનો શુભારંભ થયો.
– 22 જાન્યુઆરી, 2024 : ભારતના ઉત્તરપ્રદેશમાં આવેલા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત દિવ્ય-ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

TAGGED: AYODHYA, Sanatani, SHRIRAMMANDIR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરમાં દિવાળી જેવો માહોલ, ઠેર-ઠેર બિલ્ડિંગોમાં રોશનીનો ઝગમગાટ
Next Article ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણના પાત્રો-પ્રસંગોની રોચક વાતો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?