By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    3 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    4 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    4 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    4 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    4 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    4 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
આંતરરાષ્ટ્રીય

અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર

Khaskhabar Editor
Last updated: 2026/01/19 at 3:05 PM
Khaskhabar Editor 7 months ago
Share
5 Min Read
SHARE

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવાની ઇચ્છાએ યુરોપ-અમેરિકા વચ્ચે તણાવ વધારી દીધો છે. જો કે, આ બર્ફીલા ટાપુને હસ્તગત કરવાનું અમેરિકન ડ્રીમ સેવનાર ટ્રમ્પ કંઈ પહેલા પ્રમુખ નથી.

ભૂતકાળમાં અમેરિકાના અન્ય પ્રમુખો પણ ગ્રીનલૅન્ડને ખરીદવાની પેરવી કરી ચૂક્યા છે. આ માટે 10 કરોડ ડૉલર જેવી માતબર રકમ પણ ઑફર કરાઈ હતી. આમ છતાં અમેરિકાના પ્રયાસ કદી સફળ નથી થયા.

- Advertisement -

પહેલો પ્રયાસ થયો હતો 1867માં 

ઈ.સ. 1867માં અમેરિકાએ રશિયા પાસેથી અલાસ્કા ખરીદ્યું હતું, ત્યારે તત્કાલીન વિદેશ મંત્રી વિલિયમ એચ. સેવર્ડે ગ્રીનલૅન્ડ અને આઇસલૅન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અલાસ્કાની ખરીદીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ટ્રેઝરી સેક્રેટરી રોબર્ટ વોકરે એ સમયે કહ્યું હતું કે, ‘ગ્રીનલૅન્ડ મળવાથી આર્કટિક પ્રદેશને અડીને આવેલા દેશોમાં અમેરિકાનો વેપારી પ્રભાવ વધશે. એ સમયે પણ ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડના લોકોએ અમેરિકાના પ્રસ્તાવને નકારી દીધો હતો.’

બીજા વિશ્વયુદ્ધ પછી 10 કરોડ ડૉલરની તોતિંગ ઑફર 

- Advertisement -

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ ડેનમાર્ક પર કબજો કરી લીધો હતો, એટલે જર્મની વહેલું-મોડું ગ્રીનલૅન્ડ પર પણ હુમલો કરે એવી પ્રબળ શક્યતા હતી. તેથી ગ્રીનલૅન્ડની સુરક્ષાની જવાબદારી અમેરિકાએ સ્વીકારી અને ત્યાં લશ્કરી થાણું બનાવ્યું. આ જ કારણસર ગ્રીનલૅન્ડ જર્મનીના હાથમાં જતું બચી ગયું. યુદ્ધ સમાપ્ત થયા પછી 1946માં ટાપુ ખાલી કરવાનો સમય આવ્યો, ત્યારે અમેરિકાએ ડેનમાર્કને ગ્રીનલૅન્ડ માટે 10 કરોડ ડૉલરની તોતિંગ રકમ ઑફર કરી. યુદ્ધમાં ખૂબ પાયમાલી વેઠી ચૂકેલા ડેનમાર્ક માટે આ રકમ ઘણી મોટી હતી. આમ છતાં ડેનમાર્કે એ ઑફર ઠુકરાવી દીધી હતી.

છેવટે અમેરિકાએ ગ્રીનલૅન્ડમાં લશ્કરી હાજરી રાખી 

અમેરિકા ગ્રીનલૅન્ડ તો ન ખરીદી શક્યું, પણ નાટો(NATO)ના સભ્ય દેશ તરીકે તેણે ગ્રીનલૅન્ડમાં પોતાની લશ્કરી હાજરી જરૂર રાખી. ડેન્માર્ક એવું કરતા અમેરિકાને અટકાવી પણ ન શક્યું. 1943થી ત્યાં કાર્યરત પિટફિક સ્પેસ બેઝમાં અમેરિકાએ લશ્કરી હાજરી વધારી. શીત યુદ્ધ વખતે રશિયા પર નજર રાખવા અમેરિકા માટે ગ્રીનલૅન્ડનું લશ્કરી થાણું મહત્ત્વપૂર્ણ સાબિત થયું.

ટ્રમ્પે ફરી ગ્રીનલૅન્ડ મેળવવાની જૂની ઇચ્છા સજીવન કરી 

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે તેમણે જાહેરમાં ગ્રીનલૅન્ડ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની દલીલ હતી કે, ગ્રીનલૅન્ડના ભૂગર્ભમાં મોટા પ્રમાણમાં ખનીજો અને દુર્લભ ધાતુઓ છે. આ ઉપરાંત આર્કટિક પ્રદેશમાં અમેરિકાની હાજરી વ્યૂહાત્મક બને એમ છે, પરંતુ ત્યારે પણ ડેનમાર્કની સરકાર અને પ્રજાએ અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

ટ્રમ્પ લશ્કરી કાર્યવાહી કરવા પણ તૈયાર 

2025માં ફરી સત્તા પર આવ્યા બાદ ટ્રમ્પે ગ્રીનલૅન્ડવાળો મુદ્દો ફરી ઉઠાવ્યો છે. એટલું જ નહીં, ગ્રીનલૅન્ડ મુદ્દે તેમણે વધુ આક્રમક અભિગમ અપનાવ્યો છે. તેમણે અમેરિકન કોંગ્રેસને સંબોધતા કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આપણે ગ્રીનલૅન્ડને કોઈક રીતે મેળવીશું. આપણે ચોક્કસ મેળવીશું.’

આ ‘કોઈક રીતે’માં મુખ્યત્વે બે વિકલ્પો છે

1. ડેન્માર્ક અને ગ્રીનલૅન્ડની સરકારને બાયપાસ કરીને સીધું ગ્રીનલૅન્ડના નાગરિકોને મસમોટી રકમ આપવી અને એ રીતે ગ્રીનલૅન્ડ ખરીદી લેવું. આ મુદ્દે હાલમાં જ ટ્રમ્પ વહીવટીતંત્ર વિચાર પણ કરતું હતું. જો કે, એમની આવી ઇચ્છા જાહેર થઈ જતાં ગ્રીનલૅન્ડના લોકો ગુસ્સે થયા છે. પૈસા લઈને દેશ વેચવાનો પ્રસ્તાવ ત્યાંના લોકોને અપમાનજનક લાગે છે. આવી કોઈપણ ઑફર નકારી કઢાશે એવું પણ તેઓ કહી ચૂક્યા છે.

2. પહેલો ઉપાય કારગર ન નીવડે તો પછી લશ્કરી કાર્યવાહી કરીને ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવો. આવો આક્રમક વિચાર કરનાર ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રમુખ છે. ટ્રમ્પ લશ્કરી નવાજૂની કરે એ પહેલાં અગમચેતી રૂપે યુરોપના દેશોએ પોતાના સુરક્ષા દળો ગ્રીનલૅન્ડ મોકલવા માંડ્યા છે. ટ્રમ્પે એ દેશો પર પચીસ ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાની ધમકી પણ આપી દીધી છે.

ગ્રીનલૅન્ડની મડાગાંઠ યુદ્ધમાં પરિણમશે? 

ગ્રીનલૅન્ડ અને ડેનમાર્ક કોઈ કાળે અમેરિકા સામે ઘૂંટણ ટેકવવા તૈયાર નથી. લશ્કરી કાર્યવાહીના ડરથી કદાચ સરકાર ઝૂકી જવા તૈયાર થાય, તો પણ ગ્રીનલૅન્ડના 56,000 નાગરિકો શરણે આવવાના મૂડમાં નથી. યુરોપ પણ અમેરિકાની મનમાની સામે ટટ્ટાર ઊભું છે અને ટ્રમ્પની જીદથી તો આખી દુનિયા પરિચિત જ છે. ટ્રમ્પ ગ્રીનલૅન્ડમાં ‘વેનેઝુએલાવાળી’ કરતા ખચકાય નહીં, એવું પણ બની શકે છે. આ સ્થિતિમાં અમેરિકા અને યુરોપ વચ્ચે આક્રમક સંઘર્ષ છેડાઈ જાય તો નવાઈ નહીં. જો એવું થયું તો એ વિવાદના છાંટા આખી દુનિયા પર ઉડશે એમાં કોઈ શંકા નથી.

You Might Also Like

દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

TAGGED: History of Greenland purchase offer
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Whatsappમાં ચાર્ટમાં GIF પ્રોવાઈડરમાં ફેરફાર થયો, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે
Next Article જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?