ડ્રગ્સ, પેપર લીક, ખ્યાતિકાંડ મુદ્દે પણ વિપક્ષના ગુજરાત સરકાર પર આકરાં પ્રહાર
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
ગુજરાતમાં ડ્રગ્સ કેસ, દુષ્કર્મ કેસ, ખ્યાતિકાંડ, પેપર લીક, લૂંટ, છેતરપિંડી અને છેડતીને જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે. રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ’મીડિયા પણ ગુજરાતની પરિસ્થિતિ જુએ છે. ગુજરાતમાં એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ બની છે. સમાજના કોઈપણ વ્યક્તિ માટે આવી ઘટનાઓ શરમજનક છે. કોંગ્રેસની સરકારોમાં સવાર સુધી રાસ ગરબા ચાલતા હતા અને દીકરીઓ એકલી ઘરે આવતી હોવા છતાં આવી ઘટનાઓ બનતી નહોતી. ભાજપ સરકાર સારા અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ લાઈન કરે છે અને હપ્તા લઈને બદલીઓ થાય છે.’
સુરતની સ્થિતી અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ’સુરત ફાઇનાન્સિયલ કેપિટલ છે. પરંતુ હાલની સ્થિતિ ખરાબ કેમ થઈ તેનો વિચાર કરવાની જરૂર છે. મેં પાર્લામેન્ટમાં કહ્યું કે ચાઇનાથી આવતા ડાયમંડ પર બ્રેક નહીં આપો તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં મુકાશે. પરંતુ આ ડાયમંડને બંધ કરવાના બદલે ઙખ અમેરિકા ગયા અને ત્યાંના પ્રેસિડેન્ટની પત્નીને સિન્થેટિક ડાયમંડ ગિફ્ટમાં આપ્યો હતા. આના કારણે વિશ્વમાં સંદેશો ગયો કે ભારતમાં ઓરીજનલ હીરા બનતા નથી.’
ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો છે. ગુંડાઓને ખેસ પહેરાવીને ધન સંગ્રહ કરવામાં આ ગુંડાઓનો હાથ છે.’ આ ઉપરાંત તેમણે નિટનું પેપર લીક થવામાં અને બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી તે ભાજપનો નેતા હવોનો આરોપ લગાવ્યો હતો. તેમણે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા કે, ’ગરીબ અને નાના લોકો છે તેમના વરઘોડો પોલીસ કાઢે છે. પરંતુ ખ્યાતિકાંડમાં જે પકડાય તેમનો વરઘોડો કેમ ન નીકળ્યો?’