રાજકોટ રેવન્યુ પ્રેક્ટિશનર્સ અસોસિએસનની લેખિત રજૂઆત
10-10 દિવસના વેઇટિંગને કારણે એનેક કામગીરીમાં મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4 (રૈયા)માં મોરગેજ, ડીડ સિવાયના અન્ય તમામ દસ્તાવેજ રજીસ્ટ્રેશન કરાવવા માટે 10-10 દિવસના વેઇટિંગ મળે છે. જેના કારણે પક્ષકારોને દસ્તાવેજો રજીસ્ટર કરાવવા માટે ખૂબ જ મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ ઉપરાંત હાલ ડિસેમ્બર મહિનો ચાલતો હોય કેટલાક એનઆરઆઈ વ્યક્તિને દસ્તાવેજ કરી પરત જવાનું હોય વેઇટિંગને કારણે તેઓ મિલકત સમય મર્યાદામાં ખરીદ કે વેચાણ કરી શકતા નથી. તેમજ જે લોકોએ બેંક લોનની પ્રોસેસ પુરી કરી મિલકત ખરીદવાનું નક્કી કર્યું હોય તેને બેંકે લોનની રકમનો ચેક પણ ઇસ્યુ કરી દીધો હોય છે. અપોઇન્મેન્ટ ન મળતા રદ થઈ જાય છે. આ બાબતે વારંવાર રજુવાત કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે હાલના સંજોગોને ધ્યાનમાં રાખી વધારાના સ્લોટ તાત્કાલિક અસરથી ખોલી આપવા માંગ કરવામાં આવે છે.
ઉપરોક્ત રજુઆત કરવા રેવેન્યુ પ્રેક્ટિસનર્સ એસોસીએશનના પ્રમુખ એન.જે.પટેલ તથા ઉપપ્રમુખ કિશોરભાઈ સખીયા, સેક્રેટરી જી.એલ.રામાણી તથા સભ્યો હિતેશ મહેતા, કેતન ગોસલીયા, રાકેશભાઈ ગોસ્વામી, દિલેશભાઈ શાહ, આર.ડી.ઝાલા, મહેશભાઈ સખીયા, એન. જી. દવે, યોગેશભાઈ સોમમાણેક, ભરતભાઈ ગન્ડેચા, બી.એસ.જાડેજા, સન્દિપ વેકરિયા, સંદીપ ખેમાની, પ્રણવ પટેલ, જીતુભાઇ પારેખ, ચિરાગભાઇ મેહતા, શબ્બીર લોખન્ડવાલા, રૂપેશભાઈ અનડક્ટ અને હેમંત ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.