રશિયાના સાઈબેરિયા પ્રાંતમાં ક્રાસ્નોયાર્સ્ક શહેરનો એક કિસ્સો હાલમાં વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી રહ્યો છે. અહીંની દારિયા સુડિનિશ્નિકોવા નામની 13 વર્ષની કિશોરી ગર્ભવતી બની હતી અને તેણે એવો દાવો કર્યો હતો કે તેનાં બાળકનો પિતા 10 વર્ષનો ઈવાન છે, જે તેનો બોયફ્રેન્ડ છે અને તેની સાથેના શારીરિક સંબંધો થકી તે ગર્ભવતી થઈ છે. હાલમાં દારિયાએ દીકરીને જન્મ આપ્યો છે. 10 વર્ષનો બાળક પિતા બનવા કઈ રીતે સક્ષમ હોઈ શકે એ અંગે વૈશ્વિક ચર્ચાઓ શરૂ થઈ છે.ઇવાને સ્વીકાર્યું કે તે બાળકનો પિતા છે13 વર્ષની દારિયા પ્રેગનન્ટ બની ત્યારે તેણે જાહેર કર્યું હતું કે 10 વર્ષની વય ધરાવતો ઈવાન તેનો બોયફ્રેન્ડ છે અને એ જ આવનાર બાળકનો પિતા છે.
એ પછી રશિયાના પ્રાઈમ ટાઈમ ટીવીમાં એક ટોક-શોમાં ભાગ લઈ રહેલી દારિયાએ તેનો પુનરોચ્ચાર કર્યો હતો. એ કાર્યક્રમમાં 10 વર્ષનો ઈવાન પણ ઉપસ્થિત રહ્યો હતો અને તેણે પણ સ્વીકાર્યું હતું કે આવનાર બાળકનો પિતા એ પોતે છે. એ પછી દરિયા સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિય બની ગઈ અને તેનાં ફોલોઅર્સનો આંકડો 3.5 લાખથી વધુ થઈ ગયો હતો.સૌથી નાની ઉંમરનો પિતા દારિયાએ એ ટોક શો દરમિયાન એ પણ કહ્યું હતું કે અગાઉ એક 16 વર્ષિય તરુણે તેના પર બળાત્કાર કર્યો હતો, પરંતુ પોતાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા તો ઈવાન જ છે. 15 ઓગસ્ટે બાળકને જન્મ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર દારિયાએ પોતે જ ફોલોઅર્સને જાણ કરતાં કહ્યું હતું કે, ‘આજે સવારે 10 વાગ્યે મેં દીકરીને જન્મ આપ્યો છે. તે 85 પાઉન્ડની છે અને અમે બંને સ્વસ્થ છીએ.’ દારિયાની આ જાહેરાત પછી ફરીથી રશિયન સમાચાર માધ્યમોમાં તે યંગેસ્ટ મધર તરીકે છવાઈ ગઈ છે. સમાંતરે ઈવાન પણ સંભવતઃ વિશ્વના સૌથી નાની ઉંમરના પિતા તરીકેની ક્રેડિટ મેળવી રહ્યો છે.
- Advertisement -
દારિયાએ ફોલોઅર્સને જણાવ્યા પ્રમાણે, હાલ તે અને ઈવાન સાથે નથી રહેતાં, પરંતુ બંનેના સંબંધો આજે પણ યથાવત છે. તેઓ નિયમિત રીતે મળતાં રહે છે. આ સંબંધ જો યથાવત રહેશે તો સાઈબેરિયાના કાનૂન મુજબ, ઈવાન 16 વર્ષનો થયા પછી બાળકીના પિતા તરીકેની માન્યતા મેળવી શકશે. 10 વર્ષનો બાળક પિતા બનવા સક્ષમ હોય એ વિશે વિજ્ઞાન પણ સાશંક છે. રશિયન મેડિકલ સાયન્ટિસ્ટ ડો. એલ્બી ઝેવેન્સીના કહેવા પ્રમાણે રશિયન માધ્યમોના અહેવાલ પછી તેમણે 10 વર્ષિય ઈવાનની તબીબી ચકાસણી કરી હતી અને આશ્ચર્યજનક રીતે તે પિતા બનવા સક્ષમ હોવાનું જણાયું છે.
ખબર નહોતી કે પ્રેગ્નેન્ટ થઈ જવાશે
બંનેએ દુનિયા સામે પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો, જ્યાં દારિયાએ સ્પષ્ટ કહ્યું હતુ કે સેક્સ કરવાનો આઇડિયા ઇવાનનો હતો, પરંતુ બંને નહોતા જાણતા કે તે આના પછી પ્રેગ્નેન્ટ થઈ જશે. જોકે તે સમયે અનેક ડૉક્ટર્સ હતા જેમણે આને ઇમ્પોસિબલ ગણાવ્યું હતુ. ઇવાન અને દારિયા અત્યારે રિલેશનશિપમાં છે અને બંનેએ પોતાના બાળકનું નામ કૈરોલિના રાખ્યું છે.