સાંસદને મંજૂરી કોને આપી અધિકારી ઉપર પગલાં લેવાશે ?: પોરબંદરના સાંસદ રમેશ ધડુકના ઘરે કાર્યકમમાં ગીતા રબારી, આશિફ જેરિયા અને નિધિ ધોળકિયા પણ સામેલ હતા અનેક લોકોમાં ચિંતાનું મોજું

ગોંડલ : પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર નૈમીષ ધડુકનો કોરોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હવે રમેશભાઈ ધડુક અને તેના પુત્રવધુ મોનાબેનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બંનેની હાલત સ્વસ્થ છે અને સાંસદ રમેશભાઈ થયા હોમ આયશોલેટ થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણ રમેશભાઈએ સોશ્યિલ મીડિયા દ્વારા કરી હતી. ગત અઠવાડિયે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં ગીતા રબારી, આસિફ જેરિયા અને નિધિ ધોળકિયા સહિતના કલાકારો હાજર રહ્યા હતા.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણ રમેશભાઈએ સોશ્યિલ મીડિયા દ્વારા કરી હતી.

મળતી માહિતી મુજબ આ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે અનલૉક પાર્ટ 3ની ગાઇડ લાઈનનું પણ પાલન થયું નહોતું. સરકારની ગાઇડલાઈન મુજબ એક સ્થળે 50 વધુ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ છે. ત્યારે ચર્ચા મુજબ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વધુ માણસો ભેગા થયા હતા. સમગ્ર મામલે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનું પણ ચર્ચાઈ છે. કૃષ્ણ જન્મોત્સવમાં સાંસદ રમેશ ધડુકે પોતાના પૌત્રને કાનુડો બનાવ્યો હતો.

ગીતા રબારી, આસિફ જેરિયા અને નિધિ ધોળકિયા સહિતના કલાકારો હાજર રહ્યા હતા.