વાયરલ વીડિયોમાં સલમાન ખાન કાળા પઠાણી કુર્તા પહેરીને કેટલાક લોકોની વચ્ચે બેઠો છે અને સિગારેટનો ધુમાડો ઉડાવતા જોવા મળી રહ્યો છે.
બોલિવૂડના મેગાસ્ટાર સલમાન ખાન ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલા રહ્યા છે અને હવે સલમાન ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થયા બાદ આગામી ફિલ્મ ‘ટાઈગર 3’માં વ્યસ્ત છે. એવામાં આ બધા વચ્ચે સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ‘ભાઈજાન’ પઠાણી કુર્તા પહેરીને ફૂલ સ્વેગમાં એક જગયા પર બેઠેલા જોવા મળે છે અને એ વાયરલ વીડિયોમાં સલમાન ખાનની સ્ટાઈલ જોઈને એમના ચાહકોને 440 વોલ્ટનો આંચકો લાગી રહ્યો છે.
- Advertisement -
વાયરલ વીડિયોમાં સલમાન ખાન કાળા પઠાણી કુર્તા પહેરીને કેટલાક લોકોની વચ્ચે બેઠો જોવા મળે છે અને એ સાથે જ આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન સિગારેટનો ધુમાડો ઉડાડતા જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે હાલ સલમાન ખાનનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયા અનુસાર, સલમાન ખાનનો વાયરલ વીડિયો ઈદના દિવસનો છે, જ્યારે તે તેની આવનારી ફિલ્મ ટાઈગર 3ના સેટ પર પહોંચ્યો હતો.
#SalmanKhan In Black Pathani With Ciggrate On The Sets Of #Tiger3 , Eid Mubarak🌛 pic.twitter.com/aw58zJ8B2I
— Radhe (@BadassSalmaniac) April 22, 2023
- Advertisement -
‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બાદ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 વર્ષ 2023માં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ સલમાન ખાન સાથે જોવા મળશે. સાથે જ જણાવી દઈએ કે આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બની રહી છે અને એ સાથે જ મહત્વની વાત એ છે કે શાહરૂખ ખાન યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મ ટાઈગર 3માં કેમિયો કરતો જોવા મળશે. જણાવી દઈએ કે સલમાન ખાનની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન લોકોને પસંદ આવી રહી છે. સલમાનની આ ફિલ્મે વર્લ્ડવાઈડ આશરે 100 કરોડથી વધુની કમાણી કરી છે.