જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં અભિયાન હાથ ધરાતા પ્લાસ્ટિક વિક્રેતાઓમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.24
- Advertisement -
વિશ્ર્વ પર્યાવરણ દિવસની જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મુક્ત વિશ્ર્વ થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવનાર છે.જેના ભાગરૂૂપે પ્લાસ્ટિકનું વેચાણ બંધ થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા 1500 કિલો પ્લાસ્ટીકનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
આ અંગે ચીફ ઑફિસર પાર્થિવસિંહ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે 120 માઇક્રોનથી નીચેના પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંધ થાય તે માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.જેમાં શહેરની મુખ્ય બજારો,એસટી રોડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.દરમિયાન 5 જેટલી જગ્યાએથી 1500 કિલો જેટલો પ્લાસ્ટીકનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.શહેરીજનોને પણ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત આગામી દિવસોમાં એક બેગ ભરીને પ્લાસ્ટિક પાલિકાએ જમા કરનારને કાગળ કે કાપડની બેગ પણ આપવામાં આવશે. જેથી સમગ્ર વેરાવળ શહેર આગામી દિવસોમાં પ્લાસ્ટિક મુક્ત બની શકે.