By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    10 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    1 day ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    10 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    11 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    11 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    11 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    1 day ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    10 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    13 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
Author

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 4:00 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

જે લોકો પુસ્તક નથી વાંચતા એમણે પણ પોતાની જીવન દિશાને સમજવા આ પુસ્તક અચૂક વાચવું જોઇએ. લેખકે 30 જેટલા મહાન વિચારકોના ઇશ્ર્વર પ્રત્યેના તેમના મંતવ્યો પણ મૂક્યાં છે

ભારત સંતોની ભૂમિ છે. પણ અહીં ધર્મના નામે સાચા સંતો કરતાં, તેને નામે પોતાનો સ્વાર્થ સાધતા નકલી ધર્મના ઠેકેદારોની સંખ્યા અનેક ગણી વધુ છે. આપણને રોજબરોજ સમાચારમાં એવી ઘટનાઓ જાણવા મળે છે કે પાદરીઓ, મૌલવીઓ કે સાધુઓએ ધર્મના નામે લોકોને ઠગી કાંઈ મોટા કાંડ કર્યાં હોય. આસારામ કે રામરહિમ પકડાયા છે પણ એમના જેવા કેટલાય લોકો આપણી વચ્ચે જ છે. હમણાં સુરતમાંથી પકડાયેલા યોગ ગુરુ પ્રદિપ આવા જ ધર્મની આડમાં ભારતની નકલી નોટો છાપતા પકડાયો હતો. પોલીસે આવા ભાવી આસારામને ઉગતો જ ડામી દીધો.
આવી ધર્મને નામે ચાલતી છેતરપીંડીઓથી સામાન્ય માણસ કેવી રીતે બચી શકે? એ માટે આજે એક પુસ્તકની વાત કરવી છે. પુસ્તકનું નામ છે : સહજ-વિવેક : ઇશ્વર અને ધર્મની આકરી આલોચના. પુસ્તકના લેખક છે, મૂળ સુરતના પણ પાંચ દાયકાથી અમેરિકા સ્થાયી થયેલા ડોકટર અરવિંદ લાપસીવાળા.
ગુજરાતના પ્રખર રેશનાલીસ્ટોમાં ડો. રમણ પાઠક, લક્ષ્મીદાસ ખડાઉ. જે. રામ. દેસાઈ, યાસીન દલાલ, રવજી પાનસુરીયા, સ્વ. રાજુ ઠાકર, અશ્વિન કારીયા જેવા નામો મોખરે છે. આ બધા નામોમાં એક નામ અરવિંદ લાપસીવાળાને પણ જોડી દેવું રહ્યું. સુરતના આ ડોક્ટર અમેરિકામાં સફળ કારકિર્દી ધરાવે છે, પરંતુ ત્યાં સ્થાયી થયા હોવા છતાં પાંચ દાયકા પછી પણ પોતાની માતૃભાષાને અને માતૃભૂમિને નથી ભૂલ્યા. ગુજરાતી વાચકો માટે સહજ-વિવેક જેવું પુસ્તક લખ્યું છે એ માટે તેમનો આભાર માનો એટલો ઓછો છે.
લેખક પુસ્તકમાં ઇશ્વરના અસ્તિત્વ વિશે અનેક રીતે તર્કો કરી તેના અસ્તીત્વ વિશે છણાવટ કરે છે. તે જણાવે છે કે ઇશ્વર એ માનવિય કાલ્પનિક ભયોને શાંત પાડવા, માનવે જ સર્જેલું એક કાલ્પનિક પાત્રથી વિશેષ કશું જ નથી. ધર્મના નામે તેના ઠેકેદારો લોકોને અંદરો-અંદર લડાવતા રહે છે અને તેનાથી પોતાનો સ્વાર્થ સાધતા રહે છે. વિશ્વ શાંતિ, સમૃધ્ધી અને એકતા માટે દરેક વ્યક્તિએ પોતાના સહજ-વિવેકથી વિચારીને નિર્ણય લેવો જોઇએ. સહજ-વિવેક જ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સુમેળનો પાયો બની શકે. લેખક આ પુસ્તક થકી લોકોને જીવન જીવવાની નવી દિશા ચીંધે છે.
લેખકના મતે દરેક ધર્મોના ઉદભવમાં માનવીના ભયો કેન્દ્ર સ્થાને છે. આ ભયોના સમન માટે જ અલગ-અલગ ઇશ્વરોની કલ્પના કરી તેનું સર્જન થયું છે. લેખકના મતે હિન્દુ, મુસ્લીમ, ઇસાઈ, યહુદી બધા ધર્મો કોઇ દૈવી શક્તિમાં માને છે. આવી શક્તિઓ જ આ વિશ્વનું સંચાલન કરે છે એમ માને છે. આ પુસ્તકમાં પાયાની આવી માન્યતાને જ ખૂબ જ આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. તે માટે તેમણે તર્કબધ્ધ રીતે પ્રશ્નો મૂકી વિસ્તૃત અને તાર્કીક છણાવટ કરી છે. આ બધી કલ્પનાઓ જ માનવીને માનસિક ગુલામ બનાવે છે એવું લેખક સ્પષ્ટપણે જણાવે છે.
દુનિયાના બધા પ્રાચીન ધર્મો જ્યારે કોઇ દૈવી શક્તિમાં માનનારા છે. ત્યારે ભારતભૂમિમાં ત્રણ દર્શનો એવા પણ છે જે પ્રાચીન હોવા છતાં મૂળ દૈવી કલ્પનાને સ્વીકારતા નથી. જોકે લોકોએ આ મૂળ ફીલોસોફીને પણ અત્યારે ધર્મનું સ્વરૂપ આપી દીધું છે. ભારત ભૂમિ પર વૈદિકકાળમાં ત્રણ દર્શનો એવા ઉદભવ્યા જેને નાસ્તીક ગણી શકાય. જૈન, બૌધ્ધ અને ચાર્વાક દર્શન. ત્રણે દર્શનો મૂળે વિશ્વના રચયીતા ઇશ્વરની પૂર્વધારણાને માનતા નથી. બૌધ્ધ વિચારધારાનો જન્મ, જૈન વિચારધારાના ઉદભવ બાદ થોડા દસકો બાદ જ થયો હતો. જેના પાયાના મોટાભાગના સિધ્ધાંતો જૈન ધર્મમાંથી જ લેવાયા છે. મહાવીર અને બૌધ્ધ બંને મૂર્તિપૂજાના વિરોધી હતા. પણ કાળક્રમે તેમના અનુયાયીઓએ પણ તેના સ્થાપકોને ઇશ્વર તરીકે ગણી તેમની પૂજા શરૂ કરી દીધી. આમ આસ્તીક વિચારધારા વિરુધ્ધ જન્મેલી નાસ્તીક વિચારધારાને પણ કાળક્રમે તેના અનુયાયીઓએ પૂજા-અર્ચનાનો જ ભાગ બનાવી દીધો. ચાર્વાક દર્શન તો આખા ધર્મ, ઇશ્વર, પાપ-પુન્યના ખ્યાલને જ પાયાથી સ્વીકારતો નથી. તેથી તેનો ધર્મ તરીકે પણ વિકાસ તેના અનુયાયીઓ કરી શક્યા નથી અને લોકો તેના તત્વજ્ઞાનને નામમાત્ર પણ જાણતા નથી.
જૈન અને બૌધ્ધ વિચારધારાએ ધર્મનું સ્વરૂપ લઈ લીધું તેનું કારણ પણ લેખક પુસ્તકમાં જણાવે છે એ જ છે. માનવીના મનમાં રહેલો ભય. કદાચ તેણે કુદરતી આફતોના અને અન્ય ભયોમાંથી તો મુક્તિ મેળવી લીધી છે. પણ મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ શક્યો નથી. આમ, તેના માટે પણ માનવી આવી ઇશ્વર જેવી કાલ્પનિક વાતમાં આવી પુન:જન્મના ભયમાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે.
જે લોકો પુસ્તક નથી વાચતા એમણે પણ પોતાની જીવન દિશાને સમજવા આ પુસ્તક અચૂક વાચવું જોઇએ. પુસ્તકને અંતે લેખકે વિશ્વમાં અત્યાર સુધી થઈ ગયેલા 30 જેટલા મહાન વિચારકોના ઇશ્વર પ્રત્યેના તેમના મંતવ્યો પણ મૂક્યાં છે. આમ, લેખકનો આ વિષયમાં ઊંડો અભ્યાસ બતાવે છે. જેમાં ઇ.સ. પૂર્વેમાં થઈ ગયેલા એપીકુરુશથી લઈ આધુનિક વિજ્ઞાન સાહિત્યના લેખક આઈઝેક અસિમોવનો સમાવેશ થાય છે. જ્યારે આજની પેઢીના લોકો વિદેશ જઈ, સ્થાયી થઈ એક-બે વર્ષો વીત્યા હોય ત્યાં તો ભારતની દરેક બાબતમાં ખામીઓ શોધી, ભારતની દરેક બાબતમાં જાહેર ટીકા કરતાં હોય છે. ત્યારે લેખક અરવિંદ લાપસીવાળા હજી માતૃભૂમિને યાદ રાખી અનેક સદ્કાર્યો કરતાં રહે છે. તેઓ દ્વારા આવા અન્ય પુસ્તકો વાચકોને મળતાં રહે એવી મને આશા છે.

- Advertisement -

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
Next Article અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?