એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે વંથલી તાલુકાના ભાટિયા ગામે છેલ્લા પાંચ દિવસમાં 49 જેટલાં પોઝેટીવ કેસ આવતા આરોગ્ય ક્ષેત્રમાં દોડધામ મચી જવા પામી છે..આ અંગે વધુ વિગતો મુજબ થોડા દિવસ પહેલા ગામમાં એક વૃદ્ધાનું મૃત્યુ થતા બેસણું રાખવામાં આવતા બહારથી કોઈ વ્યક્તિ દ્વારા સંક્ર્મણ ફેલાતા આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા છેલ્લા પાંચ દિવસમાં 49 જેટલાં પોઝેટીવ કેસ આવ્યા છે તેમ સરપંચ દિનેશભાઇ સુવાગીયાએ જણાવ્યું છે.હાલ ગામના વેપારીઓ દ્વારા વેપાર ધંધા બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો છે.તેમજ ગામલોકો દ્વારા પણ તકેદારીના ભાગરૂપે ઘરમાંથી બહાર નીકળતા ન હોય ગામમાં ચકલું પણ ન ફરકે તેમ સુમસામ ભાસી રહ્યું છે.સરપંચે જણાવ્યું હતું કે ગામમાં ઘરે ઘરે ઉકાળાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.તેમજ ગામ આખામાં સેનિટાઇઝેશન કરવામાં આવશે તેમજ ગામલોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.ગામ લોકો પણ સહકાર આપી રહ્યા છે.આરોગ્ય તંત્ર દ્વારા પણ ગામમાં ઘરે ઘરે તપાસ કરવામાં આવી રહી છે.હાલ દશ દિવસ સુધી ગામમાં લોકડાઉન લોકો દ્વારા સ્વયંભૂ રાખવામાં આવ્યું છે જરૂર જણાશે તો આગળ પણ લોકડાઉન લંબાવવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વંથલીના ભાટિયા ગામે 40 જેટલાં કોરોના પોઝેટીવ કેસ આવતા ખળભળાટ: ગામ સજ્જડ બંધ
You Might Also Like
Follow US
Find US on Social Medias


