– ફની પોસ્ટ અને મીમ્સ વહેતા થયા
ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે અનેક યુઝર્સે ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાની વ્યવસ્થિત કામ ન કરી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી.
- Advertisement -
ફેસબુકની માલિકી વાળા ફોટો-વિડીયો શેરીંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ બરાબર કામ ન કરતું હોવાની વાત બહાર આવી હતી. અનેક યુઝર્સે જણાવ્યું હતું કે, તેમને ઈન્સ્ટાગ્રામ ચલાવવામાં તકલીફ પડી રહી છે.
યુઝર્સ સંદેશો મોકલી કે મેળવી શકતા નહોતા. આ ઘટનાને લઈને યુઝર્સે ટવીટર પર ઈન્સ્ટાગ્રામને લઈને મજાક ભરેલી પોસ્ટ અને મિમ્સ શેર કર્યા હતા.
સામે પક્ષે ઈન્સ્ટાગ્રામે ટવીટ કરીને કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં તકલીફ પડી રહી છે તેના માટે ખેદ છે પણ ઝડપથી અમે સામાન્ય કરી લઈશું.
- Advertisement -