દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં પ્રતિવર્ષ તા.5 સપ્ટેમ્બરના ઉજવાતા શિક્ષક દિનની આજે રાજકોટ સહિત જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકનું સ્થાનએ આદરણીય છે આજે શિક્ષકદિન પ્રસંગે પ્રાથમિક માધ્યમિક શાળાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક આચાર્યની ફરજ અદા કરવામાં આવી હતી.
સરકારી-ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષક દિનની કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓમાં આચાર્ય, શિક્ષકથી લઈ કલાર્ક, સુપરવાઈઝર, અને પટ્ટાવાળા સુધીની ભૂમિકા અદા કરી હતી.તેની સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓમાં સન્માન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવેલ હતાં. સન્માન સમારંભમાં શિક્ષકની સારી ભૂમિકા નિભાવનારા વિદ્યાર્થીઓનું પણ અભિવાદન કરવામાં આવેલ હતું.શિક્ષક દિન પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓમાં વર્ગખંડોમાં સુશોભન કરવામાં આવેલ હતાં.જિલ્લા કક્ષાએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.