ભણવામાં મન લાગતું ન હતો પપ્પા પરાણે ભણાવતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પડધરીના સરપદળ ગામે ધોરણ 10ના વિદ્યાર્થીએ ભણતરના ભારથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ જંતુ મારવાનો પાવડર પી લેતાં તેમના પરિવારમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના સરપદળ ગામમાં રહેતાં 14 વર્ષિય તરૂણે ગત બપોરે પોતાનાં ઘરે જંતુ મારવાનો ઝેરી પાવડર પી લેતાં તાકિદે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તરૂણ ધોરણ 10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ભણવામાં રુચિ ન હોય અને ભણતરનો ભાર હોય એવું સતત લાગતું હતું. વિદ્યાર્થીના પિતાએ પુત્રના ઉજ્જળા ભવિષ્ય માટે પુત્રને ભણવું જરૂરી છે તેવું સમજાવ્યું હતું. પણ પુત્રને ભણવું ગમતું ન હોય અને તેના પિતા ભણાવવા માંગતા હોય જેથી કંટાળી વિદ્યાર્થીએ ગઈકાલે પોતાનાં ઘરે જંતુ મારવાનો ઝેરી પાવડર પી લીધો હતો તુરંત વિદ્યાર્થીને પડધરી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે. આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થી તેમનાં પરિવારમાં એકનો એક પુત્ર છે.