સવારે સાણંદ અને કલોલમાં રોડ-શૉ કર્યો છે તો સાંજે 4 વાગ્યા બાદ અમદાવાદમાં અમિત શાહ રોડ-શૉ કરશે, સાંજે અમિત શાહ વેજલપુરમાં જાહેરસભાને પણ સંબોધશે
લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો પત્ર ભરવાના શરૂ થઈ ગયા છે. આ તરફ ગાંધીનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એટલે કે 19 એપ્રિલના રોજ ઉમેદવારીપત્ર ભરવાના છે. જોકે ઉમેદવારી પત્ર ભરતાં પહેલા આજે અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમા રોડ-શૉ કરશે. વિગતો મુજબ આજે સવારે સાણંદ અને કલોલમાં રોડ-શૉનું આયોજન છે તો સાંજે 4 વાગ્યા બાદ અમદાવાદમાં અમિત શાહ રોડ-શૉ કરશે. આ સાથે સાંજે અમિત શાહ વેજલપુરમાં જાહેરસભાને પણ સંબોધશે.
- Advertisement -
गांधीनगर लोकसभा के साणंद में जनता के अपार समर्थन से अभिभूत हूँ। रोडशो से लाइव…
ગાંધીનગર લોકસભાના સાણંદ ખાતે જનતાના અપાર સમર્થનથી અભિભૂત છું. રોડ શોથી લાઈવ… https://t.co/GxcWVNHeBm
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 18, 2024
- Advertisement -
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહનું આજે શક્તિ પ્રદર્શન યોજાનાર છે. આજે વિજય શંખનાદ સાથે અમિત શાહ 14 કિલોમીટરનો ભવ્ય રોડ-શૉ કરશે. આ અંતર્ગત બુથ સ્તરથી સોસાયટીઓ સુધી પ્રચાર કરવામાં આવશે. વિગતો મુજબ સાણંદથી કલોલ સુધી બપોર પહેલાં રોડ-શૉ નું આયોજન હતું. તો બપોર બાદ અમદાવાદના રાણીપથી રોડ-શૉ શરૂ થશે. જેમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રોડ-શૉના સમાપન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સભાને સંબોધન કરશે.
સાણંદ રોડ-શૉ રૂટ
સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ)
સાણંદ તાલુકા પંચાયત કચેરી
ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
સાણંદ બસ સ્ટેન્ડ
સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન
કલોલ રોડ-શૉ રૂટ
જે.પી. ગેટ (કલોલ શહેર)
ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
ભવાની નગર ચાલી
ખુની બંગલા તળાવ રોડ
ટાવર ચોક- સમાપન
સાબરમતી રોડ-શૉ રૂટ
સરદાર પટેલ ચોક
વિજય રામી સર્કલ
શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર
શાંતારામ કોમ્યુનિટી હોલ
ચાંદલોડિયા રોડ- સમાપન
ઘાટલોડિયા રોડ-શૉ રૂટ
ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન
અમૂલ ઔડા ગાર્ડન ચોક
પ્રભાત ચોક
વીર મહારાણા પ્રતાપની પ્રતિમા
ગૌરવ પથ
રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન
નારણપુરા રોડ-શૉ રૂટ
રન્ના પાર્ક
ચાય વાલે
પટેલ ડેરી
એ. ઇ. સી. બ્રિજ
સહજાનંદ એવન્યુ
સોલાર ફ્લેટ
જયદીપ હોસ્પિટલ
લોયલા સ્કુલ
ક્રિષ્ના ડેરી- સમાપન
વેજલપુર રોડ-શૉ રૂટ
જીવરાજ પાર્ક
તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી
વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ
કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર- સમાપન અને જાહેરસભા