ટીવી શો ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે, જેના વિશે લગભગ દરેક વ્યક્તિ જાણે છે. આ શો દરેક પાત્રોને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે.
ખાસ કરીને ટપુ ને. હાલ તો ટપુનો રોલ રાજ અનડકત ભજવી રહ્યો છે, પરંતુ કેટલાક લોકોના મનમાં આજે પણ તે ફૂંક મારી પોતાના વાળ ઉડાડનાર ટપુ એટલે કે ભવ્ય ગાંધીની યાદો તાજી છે. પરંતુ હવે તે જૂનો ટપુ મોટો થઈ ગયો છે અને એક હસીના સાથે તેનું નામ જોડાવવા લાગ્યું છે.
ફિલ્મો તરફ વળ્યો ભવ્ય ગાંધી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમય સુધી ટપુનો રોલ નિભાવનાર ભવ્ય ગાંધી હવે ઘણો મોટો થઈ ગયો છે અને તે હવે ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો છે. આ વચ્ચે તેની લવ લાઈફ પણ વચ્ચે વચ્ચે ચર્ચામાં આવતી રહે છે.
- Advertisement -

નિધિ સાથે જોડાયું હતું નામ
સૌથી પહેલા ભવ્યનું નામ ‘તારક મહેતા’ માં સોનૂનો રોલ નિભાવનાર નિધિ ભાનુશાળી સાથે જોડાયું હતું. સમાચાર હતા કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ભવ્યએ એક વખત આ વાત પરથી પરદો ઉઠાવતા કહ્યું કે, તે બંને માત્ર સારા મિત્રો છે.

- Advertisement -
દિગાંગનાની સાથે અફેરની ચર્ચા
નિધિ બાદ ભવ્યનું નામ દિગાંગના સૂર્યવંશી સાથે જોડાયું હતું. જે ટીવી શો વીરામાં જોવા મળી હતી. સમાચારોનું માનીએ તો બંનેની મુલાકાત એવોર્ડ નાઈટ સમયે થઈ હતી અને બંનેની મિત્રતા શરૂ થઈ.

ઘણી વખત એક સાથે જોવા મળ્યા બંને
દિગાંગના અને ભવ્યને ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે. જેને જોઈને લોકોએ આ અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું છે કે દિગાંગના અને ભવ્ય એક-બીજાને ડેટ કરી રહ્યા છે.

દિગાંગનાનું શરૂઆતી કરિયર
દિગાંગના સૂર્યવંશીએ એક્ટિંગ કરિયરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 2002 માં કરી હતી. તે સમયે તે 7 વર્ષની હતી અને ટીવી શો ‘ક્યા હાદસા ક્યા હકિકત’માં જોવા મળી હતી, પરંતુ તેને મોટો બ્રેક ‘એક વીરની અરદાસ વીરા’ ટીવી શોમાંથી મળ્યો હતો. લોકો આજે પણ દિગાંગનાનો રિયલ લાઈફમાં વીરાના રોલથી ઓળખે છે.
ગીતો પણ ગાય છે દિગાંગના
ઘણા ઓછા લોકોને ખબર છે કે દિગાંગના સૂર્યવંશી એક સિંગર પણ છે. માત્ર 14 વર્ષની ઉંમરમાં તેણે ‘I’m missing you ગીત ના માત્ર લખ્યું અને ગાયું હતું, પરંતુ કંપોઝ પણ કર્યું હતું. આ ગીત તેણે તેની નાનીને ડેડિકેટ કર્યું હતું.

બિગ બોસમાં જોવા મળી હતી દિગાંગના
દિગાંગના અન્ય કેટલાક ટીવી શોમાં કામ કર્યું અને પછી 2015 માં ‘બિગ બોસ 9’ માં જોવા મળી હતી. તે સમયે દિગાંગનાની ઉંમર 17 વર્ષ હતી. બિગ બોસમાં ભાગ લેનાર દિગાંગના સૂર્યવંશી અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની સેલિબ્રિટી છે. તે 57 માં દિવસે શોમાંથી બહાર થઈ હતી, પરંતુ તેણે ત્યારે દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી.

હવે ફિલ્મોમાં અજમાવી રહી છે હાથ
દિગાંગના સૂર્યવંશીએ 2018 થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. તેણે ‘જલેબી’ અને ‘ફ્રાઈડે’ જેવી હિન્દી ફિલ્મો કરી અને ‘રંગીલા રાજા’માં એક્ટર ગોવિંદની લીડ હિરોઈન પણ બની. દિગાંગના સૂર્યવંશી હાલમાં તેલુગુ ફિલ્મ ‘સીટીમાર’માં જોવા મળી અને હાલ ફિલ્મ ‘ધ બેટલ ઓફ ભીમાં કોરેગાં’નું શૂટિંગ કરી રહી છે. જેમાં તે અર્જૂન રામપાલની ઓપોઝિટ જોવા મળશે.



