રાજ્યમાં વકરી રહેલી સમસ્યાનો અંત લાવવા મુખ્યમંત્રીનો આદેશ
ઢોર નિયંત્રણ કાનૂન અંગે હજુ પણ રાજ્ય સરકારનું ‘મૌન’
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં માર્ગો પર રખડતા અને અકસ્માત સર્જીને માનવ જીવન પર જોખમ સર્જી રહેલા ઢોરને નિયંત્રીત કરવામાં રાજયનું તંત્ર નિષ્ફળ રહ્યું છે અને રખડતા ઢોર અનેક વખત રાહદારીને ઢીંકે ચડાવીને મૃત્યુ પણ થાય તે રીતે ઘાયલ કરે છે અને ગુજરાત હાઈકોર્ટ પણ તેમાં સરકારના કાન અનેક વખત આમળ્યા છે.
આ સ્થિતિ વચ્ચે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રખડતા ઢોર પકડવા અને આ સમસ્યાનો કાયમી રીતે ઉકેલ આવે તે માટે ફકત મહાપાલિકા કે નગરપાલિકા જ નહી પણ શહેરી વિકાસ વિભાગને પણ સૂચના આપી છે. મહાનગરો વિકસતા જાય છે અને તેની આસપાસના ક્ષેત્રો માટે રાજય સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી રચી છે તો ભવિષ્યના ટાઉન પ્લાનીંગ વિ. નિશ્ચિત કરે છે. મહાનગરોની આસપાસ આડેધડ વિકાસ થતો હોવાથી તેને નિયંત્રીત કરવામાં આ ઓથોરીટી મહત્વની ભૂમિકા ભજવે છે જે મહાનગરપાલિકાની સાથે સંકલન કરીને રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવશે.
- Advertisement -