વિવાદ મુદ્દે કલેક્ટર અને SP પાસે માંગ્યો રિપોર્ટ
અનિરૂદ્ધસિંહ જાડેજા સહિતના લોકોનાં હથિયારના પરવાના રદ્દ કરવા મામલે નોટિસ ઈશ્યુ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ અને રીબડા જૂથના વિવાદમાં હવે રાજ્ય સરકારે ઝંપલાવ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ ન વકરે તે માટે રાજકોટ કલેક્ટર પાસેથી રાજ્ય સરકારે રિપોર્ટ મંગાવ્યો છે. કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ વિવાદ મુદ્દે જિલ્લા એસપી પાસે રિપોર્ટ માંગ્યો છે. ઘણા સમયથી બે બળિયા જૂથ વચ્ચે એકબીજાને વિવાદ ચાલી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીની ટિકિટને લઈને અલગ અલગ માધ્યમોમાં પણ આક્ષેપો થયા હતા. હાલ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના હથિયારોનું લાયસન્સ રદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજા સહિત અન્ય લોકો પાસે રહેલા હથિયારોનો પરવાનો રદ કરવા જિલ્લા એસપીએ નોટિસ ઈશ્યુ કરી છે.
અનિરૂદ્ધસિંહના એક પુત્ર સહિત ત્રણેયની આગોતરા જામીનની અરજી રદ
ગોંડલ અને રિબડામાં વિધાનસભાની ચૂંટણી વખતે નિવેદનોનો ગરમાવો રહ્યો હતો. જે પછી બન્ને જૂથ સામસામે આવી જવાની વાત પણ આવી હતી. આ દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના બન્ને પુત્રો સહિત 6 આરોપી સામે બંદૂક બતાવી ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં અનિરુદ્ધસિંહના એક પુત્ર સહિત ત્રણ આરોપીઓએ આગોતરા જામીન માટે ગોંડલની કોર્ટમાં અરજી કરેલી. જે ત્રણેય આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.