કાળાબજારમાં 7,000 સુધી ગેસ વેચાય છે, છતાં રવિવારે તો હોટલોમાં પગ મૂકવાની જગ્યા નથી
ચાની કિટલીથી કેટરિંગ સુધી બધે જ ભાવવધારો: લગ્ન પ્રસંગોમાં પણ મોંઘવારીનો માર, છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો નહીં
- Advertisement -
ખાવાના શોખીનોને ભાવવધારો નડતો નથી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વર્તમાન સમયમાં ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ગેસની અછત વર્તાઈ રહી છે. આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની સીધી અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે, જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં જ રૂ. 199નો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલી આકરી મોંઘવારી છતાં શહેરની હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓ પર ગ્રાહકોની ભીડમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
ગુજરાતમાં હાલમાં રાંધણ ગેસની અછત નથી તેવો સરકાર દાવો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં વેપારીઓને પૈસા આપવા છતાં સમયસર કોમર્શિયલ સિલિન્ડર મળી રહ્યા નથી. આ તકનો લાભ લઈને કાળાબજારિયાઓ સક્રિય થયા છે અને એક સિલિન્ડર રૂ. 6 થી 7 હજાર જેવી ઊંચી કિંમતે વેચાઈ રહ્યા હોવાના અહેવાલ છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગ આ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ ભાવવધારાની સીધી અસર હવે સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડી રહી છે. અમદાવાદ જેવા શહેરોમાં અડધી ચાનો ભાવ વધીને રૂ. 15 થયો છે, જ્યારે ગુજરાતી થાળી અને અન્ય વાનગીઓના ભાવમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે. અગાઉ જે ગુજરાતી થાળી રૂ. 75માં મળતી હતી, તેનો ભાવ હવે વધીને રૂ. 95 થી 100 સુધી પહોંચી ગયો છે. માત્ર હોટલો જ નહીં, પણ લગ્ન પ્રસંગોમાં કેટરિંગ ઉદ્યોગે પણ ડીશના ભાવમાં વધારો કરી દીધો છે. તેમ છતાં, લોકો સામાજિક પ્રસંગોમાં આ વધારાનો ખર્ચ હોંશે-હોંશે ભોગવી રહ્યા છે.
એક સમય હતો જ્યારે તેલના ડબ્બામાં 5-10 રૂપિયાનો વધારો થતા જ વિપક્ષો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતા હતા. પરંતુ અત્યારે ચિત્ર તદ્દન અલગ છે. પેટ્રોલ, તેલ અને ગેસ જેવી જીવન જરૂરિયાતની ચીજોમાં સતત થઈ રહેલા ભાવવધારા સામે હવે કોઈ મોટો વિરોધ જોવા મળતો નથી. એવું લાગે છે કે જનતાને હવે મોંઘવારી કોઠે પડી ગઈ છે અને લોકોએ “મોંઘું એટલું સારું” માનીને તેને જીવનના એક ભાગ તરીકે સ્વીકારી લીધી છે. ખાસ કરીને રવિવારના દિવસે હોટલ-રેસ્ટોરન્ટમાં જોવા મળતું વેઈટિંગ એ વાતની સાબિતી છે કે સ્વાદના શોખીનો માટે મોંઘવારી ગૌણ બની ગઈ છે.
- Advertisement -
લોકો ‘મોંઘું એટલું સારું’ માનીને બહાર જમવાનો આનંદ માણી રહ્યા છે !
મોંઘવારીનો માર હવે સામાન્ય માનવીના ખિસ્સા પર સ્પષ્ટ દેખાય છે. અમદાવાદ જેવા શહેરોમાં અડધી માત્ર રોજિંદા ખોરાક જ નહીં, પણ લગ્ન પ્રસંગોમાં પણ કેટરિંગ ઉદ્યોગે ડીશના ભાવ વધારી દીધા છે. તેમ છતાં, લોકો સામાજિક ઉત્સાહમાં કોઈ ઘટાડો કર્યા વગર આ વધારાનો ખર્ચ હોંશે-હોંશે ભોગવી રહ્યા છે. રાજ્યમાં રાંધણ ગેસની અછત નથી તેવો સરકાર દાવો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વેપારીઓ પૂરા પૈસા ચૂકવવા છતાં તેમને સમયસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી. આ તકનો લાભ લઈને કાળાબજારિયાઓ મેદાનમાં આવ્યા છે અને એક સિલિન્ડર રૂ. 6 થી 7 હજાર જેવી કિંમતે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આ ગંભીર મુદ્દે કડક પગલાં લેવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે રાજકીય પીઠબળ હોવાને કારણે આ કાળાબજારિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.



