By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    7 minutes ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    22 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    22 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    22 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    23 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    24 hours ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    29 minutes ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    24 hours ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    24 hours ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દક્ષિણમુખી મકાનને પણ પરફેક્ટ વાસ્તુ થકી દોષમુક્ત અને પોઝિટિવિટીથી છલોછલ બનાવી શકાય 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > દક્ષિણમુખી મકાનને પણ પરફેક્ટ વાસ્તુ થકી દોષમુક્ત અને પોઝિટિવિટીથી છલોછલ બનાવી શકાય 
AuthorRajesh Bhatt

દક્ષિણમુખી મકાનને પણ પરફેક્ટ વાસ્તુ થકી દોષમુક્ત અને પોઝિટિવિટીથી છલોછલ બનાવી શકાય 

Khaskhabar Editor
Last updated: 2022/04/23 at 4:43 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
મોટાભાગનાં લોકો માટે વાસ્તુ એટલે જે પોતે જાણે છે એ જ બધું ! અધકચરું જ્ઞાન ફાયદાને બદલે નુક્સાન કરે  

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ 

થોડાં દિવસ પહેલાંની વાત છે. એક પ્રસંગમાં એક બહુ મોટા ઉદ્યોગપતિ સાથે મુલાકાત થઈ. વાતચીત કરતાં-કરતાં તેમને ખ્યાલ આવ્યો કે હું વાસ્તુ પ્રેક્ટિસ કરું છું એટલે તેઓએ મને એક સરસ મજાનો પ્રશ્ર્ન કર્યો કે પહેલાં હું એક દક્ષિણાભિમુખ ઘરમાં રહેતો હતો અને ત્યાં બધું સરસ ચાલતું હતું ત્યારબાદ અલગ-અલગ વેબસાઈટ અને ન્યુઝ પેપર વાંચતા ખ્યાલ આવ્યો કે વાસ્તુમાં પૂર્વ કે ઉત્તર દિશાનું ઘર વધારે સારું એટલે એક ઉત્તર દિશાના ઘરમાં રહેવા ગયો. ત્યાં રહેવા ગયા પછી તકલીફ તો કોઈ નથી પરંતુ મને એવું લાગે છે કે દક્ષિણ દિશાનું ઘર મારા માટે વધારે સારું હતું.

Contents
મોટાભાગનાં લોકો માટે વાસ્તુ એટલે જે પોતે જાણે છે એ જ બધું ! અધકચરું જ્ઞાન ફાયદાને બદલે નુક્સાન કરે  સ્પેસ, લેન્ડ । સેલ્ફ – રાજેશ ભટ્ટ આ પ્રશ્ર્નના અનુસંધાનમાં આપણે ત્રણ-ચાર બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. 

પ્રશ્ર્ન તેમનો યોગ્ય હતો, અને આવા પ્રશ્ર્નો અમો ઘણાં લોકો પાસેથી સાંભળતાં હોઈએ છીએ, વાસ્તુની અંદર આજે સૌથી મોટી સમસ્યા એ છે કે મોટાભાગના લોકો પોતે સમજી શકે તેટલું જ વાસ્તુ માને છે. જેમ કે ઈશાનમાં મંદિર કે અગ્નિમાં રસોડું બનાવવાથી કે પછી નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ રાખવાથી અથવા તો નૈઋત્ય ખૂણામાં તિજોરી મૂકવાથી વાસ્તુ થઈ ગયું, તેવી તેઓની માન્યતા હોય છે. જ્યારે વાસ્તવિકતા ઘણી અલગ હોય છે. ઘણાં લોકો વળી એવી પણ માન્યતા ધરાવે છે કે દક્ષિણમુખી મકાન છોડી અને કોઈ પણ દિશાનું મકાન લઈ લો તેની અંદરની ગોઠવણી જોવાની જરૂર નથી અને આવા અડધા અધૂરા વાસ્તુના નિયમો અનુસરવાના કારણે પૂરા પરિણામો મળતાં નથી હોતા અને અંતે વિષયને ભાંડતા હોય તેવા ઘણાં લોકોને પણ મેં જોયા કે સાંભળ્યા છે.

- Advertisement -
આ પ્રશ્ર્નના અનુસંધાનમાં આપણે ત્રણ-ચાર બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. 
  • પૂર્વ કે ઉત્તર દિશાવાળા ઘરની દિશા સાચી છે એટલે વાસ્તુ બરાબર થઈ ગયું તે માનવું ભૂલભરેલું છે. (ઘરની અંદરની ગોઠવણી પણ વાસ્તુ મુજબ કરવી પડે.)
  • પશ્ર્ચિમ કે દક્ષિણ દિશાવાળા ઘરમાં પણ અંદરની ગોઠવણી જેવી કે એન્ટ્રી, કિચન, બેડરૂમ, ટોયલેટ, સીડી સાચી દિશામાં ગોઠવી પરિણામ મેળવી શકાય છે.
  • જમીન નીચેથી આવતી ઊર્જાને બિલકુલ અવગણી શકાય નહીં. ઘણી ભૂમિ દોષવાળી જગ્યાનો પ્રભાવ ખૂબ જ નકારાત્મક અસર આપતો હોય છે. ઘરના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ પરિણામ આપવામાં ખૂબ જ અસરકર્તા છે. તમારા નક્ષત્રને અનુરૂપ માપ સાઈઝને વાસ્તુના સારા પરિણામ મેળવવા માટે અનુસરવું જ પડે.

આજકાલ એક બીજી ફેશન ચાલી છે. લોકોને એવું કહેતાં સાંભળ્યા હોય છે કે મેં એ પ્લોટમાં પગ મૂક્યો અને મને સારું લાગ્યું એટલે મેં એ જગ્યા ખરીદી લીધી, (ત્યારે તો દરેક સામાન્ય વ્યક્તિ પણ જગ્યાની ઊર્જા સમજવાનો નિષ્ણાંત થઈ ગયો તેમ સમજવું રહ્યું) અરે ભાઈ, આપણે સામાન્ય તાવ-શરદીમાં પણ જો એમ.ડી. લેવલના ડોકટરની સલાહ માટે દોડતા હોઈએ છીએ જ્યારે ઘર તો માણસ જીવનમાં કદાચ બે કે ત્રણ વખત જ બદલે તો લેતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લેવાને બદલે જાતે જ નિર્ણય કરવો કેટલો યોગ્ય છે?

પહેલાંના સમયમાં લોકો જગ્યાની ખરીદી પહેલાં સાધુ-સંતોના પગલાં જમીન પર કરાવતાં. કેમકે સાધુ-સંતો પોતાના તપ-બળને આધારે જમીનની ઊર્જા જોઈ શકતાં. આજે તો હવે વાસ્તુ નિષ્ણાત પાસે ઘણા ઉપકરણો, સાધનો, મશીન આવી ગયા છે જેના આધારે તે જગ્યાની પોઝિટિવિટી અને તે લેન્ડ સાથે માલિકની પણ લેણ-દેણ કેવી છે તેનો પૂરો રિપોર્ટ કાઢી શકશે.

જમીનના પ્રભાવ વિશે ઘણા ઉદાહરણો આપણે રામાયણ અને મહાભારત કાળમાં પણ જોવા મળે છે. અંધ માતા-પિતાને કાવડમાં લઈ જઈને સેવા કરવાવાળા શ્રવણની વાતો તો આપણે બધાએ સાંભળી જ હોય. ફરતાં-ફરતાં જ્યારે તે અસૂર ભૂમિમાં આવે છે ત્યારે તેના વિચાર બદલાઈ જાય છે અને માતા-પિતાને ન કહેવાના શબ્દો કહે છે. વૃદ્ધા માતા-પિતા સમજી જાય છે અને તેને પોતાની સાથે લાવેલી તીર્થભૂમિની માટી પર ઉભા રહેવાનું કહે છે. પવિત્ર માટી પર ઉભા રહેતાં જ શ્રવણને પોતાની ભૂલની ખબર પડે છે અને તેના સાત્ત્વિક વિચારો ફરી જાગૃત થાય છે અને માતા-પિતાને લઈને આગળ જાત્રા કરવા નીકળી જાય છે.

- Advertisement -

જરા વિચારો તીર્થભૂમિની ચાર મુઠી માટી જો માણસના વિચારો શુદ્ધ કરી શકતી હોય, તો આપણે જે જગ્યા પર રહેવાના છીએ તે હજાર કે બે હજાર ફૂટના પ્લોટની ઊર્જાનો પ્રભાવ આપણા પર કેટલો બધો થતો હશે? આવું જ એક બીજું ઉદાહરણ મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ પહેલાં યુદ્ધભૂમિ માટે તામસી ભૂમિની પસંદગી કરે છે, જેથી કરીને યોદ્ધાઓ પોતાનાં સગા-સ્નેહીઓ અને કુટુંબીજનોને જોઈ લાગણીશીલ થઈ શસ્ત્રો નીચે ન મૂકી દેતા તામસી ભૂમિના પ્રભાવને લઈને યુદ્ધ લડ્યા કરે. પ્રાચીનકાળના તો આવા અનેક ઉદાહરણો આપણે કથા અને પુરાણોમાં વાંચી શકીએ છીએ.

પરંતુ વાત આપણે પ્રવર્તમાન સમયની કરવાની છે. ઘણાં ઔદ્યોગિક વિસ્તારોમાં મેં અનુભવ્યું છે કે કોઈ ચોક્કસ સ્ટ્રીટમાં (શેરી) કોઈપણ પ્રકારના વ્યવસાય ઠીકથી ચાલતા હોતા નથી. કોઈને આર્થિક સમસ્યા, તો કોઈને કામદારોની સમસ્યા, તો કોઈને ઓર્ડર બુકના પ્રશ્ર્નો સતત આવ્યા કરતાં હોય છે અને આવા કિસ્સાઓમાં જમીનની નીચેનો પ્રભાવ એટલો બધો વધારે હોય છે કે જ્યાં સુધી તે નકારાત્મક ઊર્જાને ઠીક કરવામાં ન આવે ત્યાં સુધી વાસ્તુના સામાન્ય ફેરફાર કોઈ મોટો લાભ આપતાં હોતા નથી.

રહેણાંક વિસ્તારોમાં પણ ભૂમિ દોષનો પ્રભાવ ઘણો રહેતો હોય છે. ઘણાં શહેરોમાં મેં જોયું છે કે કોઈ ચોક્કસ રહેણાંક વિસ્તારની કોઈક સ્ટ્રીટમાં કે ગલીમાં કોઈ કોમન પ્રકારની શારીરિક કે સામાજિક પ્રકારની સમસ્યાઓ એકાદ-બે ઘર છોડીને લગભગ બધા જ ઘરોમાં જોવા મળતી હોય છે જેના મૂળમાં જમીનની ઊર્જા જ હોય છે. આવા સંજોગોમાં નિષ્ણાતોને જગ્યા ખરીદતા પહેલાં બતાવી યોગ્ય રહેશે કેમ કે સામાન્ય માણસ નિષ્ણાતોના દ્રષ્ટિકોણથી એ જગ્યાની ઊર્જા આપી શકશે નહીં.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં 233 ગ્રામ ડ્રગ્સ સપ્લાય કરનાર જોધપુરથી ઝડપાયો
Next Article જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની શકલ બદલી શકે ! 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન
પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?