By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    10 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    10 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    10 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 day ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 day ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં ધૂળેટીની ખુશી માતમમાં ફેરવાઈ, ડૂબવાથી 27નાં કરૂણ મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજ્યમાં ધૂળેટીની ખુશી માતમમાં ફેરવાઈ, ડૂબવાથી 27નાં કરૂણ મોત
રાજકોટ

રાજ્યમાં ધૂળેટીની ખુશી માતમમાં ફેરવાઈ, ડૂબવાથી 27નાં કરૂણ મોત

Khaskhabar Editor
Last updated: 2026/03/05 at 4:22 PM
Khaskhabar Editor 8 months ago
Share
8 Min Read
SHARE

અમદાવાદના સીતાપુર અને સુરત કીમ નદીમાં 3-3 ડૂબ્યાં

મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5 અને માલપુરમાં 2 માસૂમ તણાયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સમગ્ર દેશ અને રાજ્ય જ્યારે હોળી-ધૂળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં માતમના દૃશ્યો સર્જાયા છે. મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5, સુરતના બારડોલીમાં 4, સુરતના માંગરોળ અને અમદાવાદના માંડલમાં 3-3, અરવલ્લીના માલપુર અને ધનસુરામાં તથા મહેસાણાના મોટીદઉમાં 2-2. કડી અને અમરેલીમાં એક-એક એમ ધૂળેટી રમીને નહાવા પડેલા કુલ 23 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાઓને પગલે જે પરિવારોમાં સવારે ગુલાલ ઉડતો હતો, ત્યાં સાંજે આક્રંદ જોવા મળ્યો હતો. અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગરના ચાર યુવકોનું ડુબી જવાથી મોત નિપજ્યું છે.
મહીસાગરમાં કંતાર ગામના વતની 4 યુવકો ધૂળેટી રમ્યા બાદ કોઠંબા તાલુકાના ધામણીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રાઘવના મુવાડા નાકા તળાવમાં સ્નાન કરવા ઉતર્યા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય યુવકો એકાએક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી તે પહેલા જ ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. અમિતકુમાર વિનોદભાઈ બારીયા, તુષારકુમાર રુદ્રનાથ બારીયા, જયેશકુમાર જશવંતભાઈ બારીયા, વિપુલકુમાર જશવંતભાઈ બારીયા (જયેશ અને વિપુલ સગા ભાઈઓ હતા) આ પૈકી 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 યુવકોને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક એક અત્યંત દુખદ ઘટના બની હતી. અહીંની એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો સવારથી ધૂળેટી રમી રહ્યા હતા. રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા માટે આ યુવાનો નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા. નહાતી વખતે ત્રણ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે રહેલા મિત્રોની બૂમાબૂમ સાંભળી સ્થાનિકો અને તરવૈયાઓ દોડી આવ્યા હતા. મૃતક યુવાનોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે. આ ત્રણેય યુવાનો ધૂળેટીના દિવસે નદીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. કોસંબા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોમાં બે પરપ્રાંતિય અને એક સ્થાનિક ગુજરાતી યુવાનનો સમાવેશ થાય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બારડોલીના ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મિઢોળા નદીમાં ધૂળેટીનો દિવસ હોય 5 યુવકો નાહવા પડ્યા હતા. જે પેકી ઊંડા પાણીમાં યુવકો ડૂબ્યા હતાં. પાંચમાંથી એકનો બચાવ થયો હતો, 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે. મૃતક યુવકો બાબેન તેમજ બારડોલીના રહેવાસી છે. બીજી તરફ, અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ડૂબી જવાની ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે પણ ધૂળેટીની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. અહીં ગામના તળાવમાં નહાવા પડેલા બે માસૂમ બાળકના મોત નિપજ્યા છે. ધનસુરા તાલુકાના જાલમપુર નજીકથી પસાર થતી માઝુમ નદીમાં નહાવા પડેલા બે મિત્રોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે પિતરાઈ ભાઈઓ ધૂળેટી રમીને શરીર સાફ કરવા ગામના તળાવે ગયા હતા. આ બંને બાળકો ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હતા. નહાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળક ડૂબવા લાગ્યા હતા. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. માલપુર પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈઇંઈ ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ધનસુરા તાલુકાના જાલમપુરા અને બુટાલ ગામના બે યુવાનો માઝુમ નદીમાં નાહવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણીમાં નહાતી વખતે અચાનક બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ધનસુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી બંને ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ધૂળેટી પર્વના દિવસે એક ગંભીર દુર્ઘટના બની હતી. ગામના ત્રણ બાળકો ઝોલાસર તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતાં તેમના કરૂણ મોત થયા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે. પાર્થ મહેશભાઈ રાઠોડ, કૌશિક લાલભાઈ રાઠોડ અને સૌરભ અશોકભાઈ રાઠોડ આ ત્રણેય બાળકોની ઉંમર આશરે 9 વર્ષ છે અને ત્રણેય સીતાપુર ગામના જ રહેવાસી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ધૂળેટીના પર્વની ઉજવણી બાદ આ ત્રણેય બાળકો રંગો ઉતારવા માટે ઝોલાસર તળાવમાં ન્હાવા ગયા હતા. તળાવમાં ન્હાતી વખતે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. બાળકો ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને ત્રણેય બાળકોના મોત નીપજ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મહેસાણાના મોટીદઉ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી બે યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. ધૂળેટી રમીને બપોરના સમયે કેનાલમાં નાહવા પડેલા ચારેય યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા, જેમાં આસપાસના લોકોએ બે યુવકોને તો હેમખેમ બચાવી લીધા હતા, પરંતુ 14 વર્ષીય જયરાજ ઠાકોર અને 23 વર્ષીય વિજયજી ઠાકોર પાણીમાં લાપતા થયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
કડીના થોળ રોડ પર આવેલી માઇનોર કેનાલમાં ધૂળેટીના તહેવાર નિમિત્તે નહાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. મૃતક યુવકની ઓળખ કડીના હાઇવે ચાર રસ્તા પાસે રામાપીર મંદિર પાછળ આવેલા સલાણીયા વાસમાં રહેતા 35 વર્ષીય શેરૂભાઈ હરચંદભાઈ સરાણીયા તરીકે થઈ છે. શેરૂભાઈ પોતાના મિત્રો સાથે ધૂળેટીના તહેવારની ઉજવણીના ભાગરૂપે કેનાલમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક જ શેરૂભાઈ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. ઘટના સ્થળે હાજર અન્ય લોકો પણ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી શેરૂભાઈનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકના આકસ્મિક મૃત્યુથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અમરેલી તાલુકાના ખંભાળિયાથી વિઠ્ઠલપુર જતા માર્ગ પર આવેલી શેત્રુંજી નદીમાં ધૂળેટી રમ્યા બાદ નહાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર ટીમે પોતાની કુશળતા અને અનુભવના આધારે માત્ર 30 મિનિટમાં જ ડૂબી ગયેલા યુવકના મૃતદેહને શોધી કાઢી પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવકની ઓળખ સમીર મહેશ સોલંકી (ઉંમર 20 વર્ષ), રહેવાસી બહારપરા, અમરેલી તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
Next Article ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?