By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    22 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    22 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    2 days ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    22 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    22 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    22 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    22 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ
CRIME

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

Khaskhabar Editor
Last updated: 2026/08/20 at 2:20 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
25 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

ચોરી કરેલા પૈસાથી ધામેધૂમે ભાઈના લગ્ન કર્યા, 2.80 લાખ લગ્નમાં ખર્ચી પણ નાખ્યા

- Advertisement -

ગોંડલના મોવિયાની સીમમાં વાડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખતી એલસીબી

ગોંડલ તાલુકાના મોવિયાની સીમમાં વાડીએ ત્રાટકી પરપ્રાંતીય શ્રમિકે મજૂરી કરી ભેગું કરેલ 7 લાખનું ચાંદી અને રોકડ 3 લાખ ચોરી થયાની ઘટનામાં રૂરલ એલસીબીની ટીમે ઘાંટવડીયા ગેંગને પકડી લઇ ચાંદી અને રોકડ સહિત કુલ 8.17 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા માટે ઘાંટવડ ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મોવીયા ગામના ખેડૂત સુરેશભાઇ હિરપરાની મોવીયા-કંટોલીયા રોડ પર આવેલ વાડીએ રહેતાં ફરીયાદી નનેશભાઇ અબલાભાઈ માવીએ ગઈ તા.14ના ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પોતાના વાડીના રહેણાક મકાનના તાડા તોડી દિવસ દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી મકાનમાં રાખેલ ઘઉંની કોઠીને મારેલ તાળાના મીજાગરા તોડી ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ 7.95 લાખના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી આ ગુનાની ગંભીરતા સમજી એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક ડિટેક્શન કરવા અંગે આપેલ સુચના અન્વયે એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં અલગ અલગ ટીમોએ સીસીટીવી ચેક કરતા બનાવવાળી જગ્યાની નજીકના સીસીટીવી ફુટેજમાં ત્રણ પુરૂષ તથા એક સ્ત્રી એમ ચાર શંકાસ્પદ શખ્સો જોવા મળ્યા હતા જે બાદ ઉપરોક્ત ચોરીમાં સંકળાયેલ ઘાંટવડીયા ગેંગના શખ્સો ગોંડલ ગુંદાળા ચોકડીથી આગળ ખુલ્લા પ્લોટમાં ઝુંપડામાં રહેતા હોવાની માહીતી મળતા જ એલસીબીની ટીમે તે જગ્યાએ તપાસ કરતા ચોરીને અંજામ આપ્યા બાદ શંકાસ્પદ શખ્સો ત્યાંથી જતા રહેલ હોય જે આરોપીઓને ગોંડલ તાલુકાના ભુણાવા ગામના પાટીયા પાસેથી ચાંદિના દાગીના તથા રોકડ રકમ સાથે આરોપીઓને પકડી યુક્તી-પ્રયુક્તીથી પુછપરછ કરતા ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુન્હાની કબુલાત આપી હતી પોલીસે કોડીનારના તસ્કર લખન વિજય રાઠોડ, ચેતન વિજય રાઠોડ અને નિશા વિજય રાઠોડની ધરપકડ કરી ચાંદીના વાઘ નંગ-02, ચાંદીનો કમર પટ્ટો નંગ-2, ચાંદીની સાંકળી માળા નંગ-2, ચાંદીના બાવડામા પહેરવાના જેલા નંગ-2, ચાંદીની બંગળી નંગ-8, ચાંદીના ઘુઘરી સાંકળા જોડી -1, ચાંદીના સાંકળા જોડી-1, ચાંદીના કાંડાના મઠીયા નંગ-2, ચાંદીના કડા નંગ-ર મળી કુલ 4 કિલો 915 ગ્રામ ચાંદી રૂ.7.37 લાખ અને રોકડ રૂ.80 હજાર મળી કુલ 8.17 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ભુજના રૂપસંગ રસીક રાઠોડની શોધખોળ હાથ ધરી છે લખન અને નિશા દંપતી છે જ્યારે ચેતન લખનનો નાનો ભાઈ છે આ ગેંગનો નાનો ભાઈ શંકર જે ઘાટવડ ગામે રહે છે તેના લગ્ન માટે પૈસાની જરૂરિયાત ઊભી થતા તેઓએ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરી તેઓ પોતાના વતન ઘાંટવડ પહોંચ્યા હતા અને ગયા રવિવારે તેમના ભાઈના ધામધૂમથી લગ્ન કરી તેમાં રોકડ રૂપિયા 2.80 લાખ વાપરી નાખ્યાની પણ કબુલાત આપી હતી.

નંબર વગરની કારમાં ઈધણ પૂરવાના વાયરલ વિડીયો મામલે ભક્તિનગર પોલીસે પ્રથમ ગુનો નોંધ્યો :  કાર ચાલક અને ફિલરમેન સામે કડક કાર્યવાહી : કાર ડીટેઈન કરાઈ

- Advertisement -

રાજકોટમાં વાહનોની નંબર પ્લેટ વિના વાહન ફેરવી ગેરરીતી આચરતા લૂખ્ખાઓને રોકવા પોલીસ કમીશનર બજેશ કુમાર ઝાએ બહાર પાડેલા જાહેરનામાની ઐસીતૈસી કરી નંબર પ્લેટ વગરની કાર માં ફિલરમેન ઈધણ પુરતો હોવાનુ અને જાહેરનામાનો ભંગ થતો હોવાનો વિડીયો વાયરલ થતા ભક્તિનગર પોલીસે ઢેબર રોડ પર પેટ્રોલ પંપના ફિલરમેન અને કાર ચાલક સામે ગુનો નોધી કાર કબજે કરી બન્નેની અટકાયત કરી હતી. જાહેરનામા બાદ પોલીસ એકશનમાં આવી પ્રથમ કેસ નોધાતા નંબર પ્લેટ વિના વાહન ચલાવતા તેમજ ગેરરીતી આચરતા પંપના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં નિયમ ભંગ સાથેના વાહનોમાં પેટ્રોલ,ડીઝલ અને સીએનજી નહી પૂરવા અંગે પોલીસ કમીશનરના જાહેરનામા બાદ પેટ્રોલ પંપ ઉપર ફિલર મેન કાળા કાચ વાળી કારમાં ઈધણ પુરતા હોવાનો એક વિડીયો વાયરલ થતા પોલીસ એકશનમાં આવી હતી. ભકિતનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. પરમાર, પીએસઆઇ એસ.એચ. ગોહિલ અને ટીમ દ્વારા સીસીટીવી તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા ઢેબર રોડના ભાડલાવાળા પંપનો હોવાનું બહાર આવતા પેટ્રોલ પંપના ફિલરમેન રાણીમા રૂડીમા ચોક પાસે કવાટરમાં રહેતા પંકજસિહ કનૈયાસિંહ તેમજ કાર ચાલક જયભાણ ઉદયભાણ ગઢવી સામે જાહેરનામા ભંગનો ગુનો નોધી કાર ડિટેઇન કરી બંનેની અટકાયત કરી હતી.

રાજકોટમાં યુવકને ડેબિટ કાર્ડ પર લોનના ધંધામાં રોકાણ કરાવડાવી 9.62 કરોડની છેતરપિંડી : ઊંચાં વળતરની લાલચમાં આવી સગા-સંબંધી, મિત્રો પાસે પણ મોટી રકમ લઈને રોકાણ કર્યું હતું

રાજકોટના કોઠારિયા રોડ પર આનંદનગર કોલોની બ્લોક નં.૩૧ કવાર્ટરમાં રહેતા સાગરભાઈ રાજેશભાઈ મોરવાડીયા ઉ.37 અને તેના કુટુંબના સાત સભ્યોને માધાપર ચોકડી પાસે ગોલ્ડન પોર્ટિકોમાં રહેતા હાર્દિક તુલસીદાસભાઈ તન્નાએ ધંધામાં નાણાનું રોકાણ કરી સારૂ વળતર આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ કટકે-કટકે 9.62 કરોડનું રોકાણ કરાવ્યા બાદ વળતર નહીં ચૂકવી છેતરપીંડી કર્યાની યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સાગરભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 2020માં તેના મકાનમાં નૈમિષ નગદીયા ભાડે રહેતો હતો ત્યારે તેનો બનેવી હાર્દિક તન્ના અવાર-નવાર ઘરે આવતો જતો હોવાથી પરિચય થયો હતો. તે સમયે આરોપી હાર્દિક ઢેબર રોડ પર આવેલી એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો. તેણે તેને ‘હું ડેબિટ કાર્ડ ઉપર પ્રિએપ્રુવ લોનનું કામ પણ કરૂ છું અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપ પણ કરી આપું છું. ડેબિટ કાર્ડ ઉપર પ્રિએપ્રુવ લોન થાય છે. જેમાં કોઈને વસ્તુ ન લેવી હોય અને રોકડા રૂપિયાની જરૂરત હોવાથી લોનની રકમના 80 ટકા રોકડા કસ્ટમરને આપવાના અને 20 ટકા મારૂ કમિશન’ તેમ કહી સ્કીમ સમજાવી હતી ત્યાર બાદ આરોપી હાર્દિક એક કસ્ટમરને 1 લાખની લોન કરાવવાની છે, જેમાંથી 20 ટકા બાદ કરીને તેને રોકડા 80 હજાર આપવાના છે તો તમે મને હાલ 80 હજાર રોકાણ માટે આપો. જેથી હું મારા કસ્ટમરને આ રોકડા રૂપિયા આપી શકું અને હું તમને 10 ટકા વળતર સાથે 90 હજાર દસ દિવસ પછી આપી દઈશ,’ તેમ વાત કરતા તેણે 80 હજાર રોકડા આપ્યા હતા. દસ દિવસ પછી તેણે તેને 1 લાખ રોકડા આપીને બીજા દિવસે 1.50 લાખ આપ્યા અને દસ દિવસમાં વળતર સાથે 1.80 લાખ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. આરોપી હાર્દિકે શરૂઆતમાં તેને 20 ટકા વળતર સાથે રૂપિયા પરત આપ્યા હતા. બાદમાં ધંધામાં વધુ નાણાનું રોકાણ કરો તો તમને દર મહિને વળતર મળી રહેશે. ત્યાર બાદ તેણે પોતાના ધંધાની બચતમાંથી તેમની લોન લઈને કટકે-કટકે અલગ-અલગ બેંક ટ્રાન્જેકશનદ્વારા 2.70 કરોડ 2025 સુધીમાં આરોપી હાર્દિકને ધંધામાં રોકાણ માટે આપ્યા હતા. 2023 ઓકટોબર મહિનામાં હાર્દિક શીતલ પાર્ક સર્કલ પાસે આર.કે. વર્લ્ડ ટાવરમાં ‘દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ’ નામે ઓફીસ શરૂ કરી હતી અને ઓપનિંગમાં તેને તથા તેના મિત્રોને આમંત્રણ આપી બોલાવીને સ્કીમ સમજાવી હતી. ત્યારબાદ ધંધામાં વધુ રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી તેના મોટા બાપુ ગીરીશભાઈ રમણીકલાલ મોરવાડીયા પાસેથી 61.75 લાખ, પિતરાઈ ભાઈ પ્રફુલભાઈ પરસોતમભાઈ મોરવાડીયા 5.50 લાખ, હાર્દિકભાઈ પાસેથી 80.90 લાખ, કાકાના પુત્ર અભીજીતભાઈ પાસેથી 1 કરોડ 10 લાખ 60 હજાર, સગા બનેવી હિરેનભાઈ પાસેથી 15.30 લાખ અને બીજા બનેવી મનીષભાઈ પાસેથી 1.99 કરોડ મળી કુલ 5,03,15,000 લીધા હતા તેમજ મિત્ર મહેશભાઈ, મયંકભાઈ અને અભીષેકભાઈ પાસેથી પણ 1.88 કરોડ લઈને આપ્યા હતા. બાદમાં આરોપીએ વળતર આપવાનું અને ધંધામાં કરેલી રોકડ રકમ નહીં આપી કુલ 9.62 કરોડની છેતરપિંડી કરી હતી જે અંગે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અગાઉ બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલી શખ્સ 1.64 લાખના એમડી સાથે ઝડપાયો : રાજકોટ એસઓજીનો કાલાવડ રોડ પર દરોડો : રાજસ્થાની શખ્સ ડીસા આપી ગયાની કબૂલાત

રાજકોટ એસઓજીની ટીમે બે દિવસ પહેલા 200 કિલોથી વધુનો ગાંજો જપ્ત કર્યા બાદ ફરી એસઓજીની ટીમે 55 ગ્રામ એમડીના જથ્થા સાથે નામચીન શખ્સને ઝડપી લઇ 2.59 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં રાજસ્થાનનું કનેક્શન ખુલતા પોલીસે ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બી. બસીયા દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS મિશન અંતર્ગત નાર્કોટીક પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ ધ્રાંગુની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ ફિરોજભાઈ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને બાતમી મળી હતી કે અગાઉ ચોરીના કેસમાં પકડાયેલ તોશીફ પોતાનું બાઈક લઇને થોડી વારમાં કાલાવાડ રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટના ખુણા પાસે આવવાનો છે તેના કબ્જામાં માદક પદાર્થ એમડી ડ્રગસનો જથ્થો છે આ ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી કોઠારીયા રોડ પર ગોકુલનગરમાં રહેતા તોસીફ આરીફ તુરીયા ઉ.26ને સકંજામાં લઇ તે શખ્સની ઝડતી લેતા તેની પાસેથી 1,64,190 રૂપિયાનો મેફેડ્રોન 54.730 ગ્રામ ડ્રગ્સ અને પેક કરવાની પ્લાસ્ટીકની વેક્યુમ પેક નાની નાની કોથળીઓ મળી આવતાં કુલ 2.59 લાખનો મુદામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પકડાયેલ શખ્સને રાજસ્થાનના રાણીવાડા પંથકનો શખ્સ ડીસા ખાતે આવી 60 ગ્રામ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરી ગયો હોવાની કબૂલાત આપી હતી જે બાદ તોફિક રાજકોટ આવી 60 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થામાંથી 5 ગ્રામ વેચી માર્યાની કબુલાત આપી હતી તે એક ગ્રામ 1000માં ડ્રગ્સ મેળવી અહીં બંધાણીઓને રૂપિયા 2000માં એક ગ્રામ વેચતો હોવાની પણ કબુલાત આપી છે અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સ અગાઉ ચોરીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે. આ કામગીરીમાં એએસઆઈ અરૂણભાઈ બાંભણીયા, ઈન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર, મૌલિકભાઈ સાવલીયા, કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા, મોનાબેન બુસા સહિતના પણ જોડાયા હતા.

વિંછીયાના મોઢુકા ગામની સીમમાં દુર્લભ ચિંકારાનો શિકાર કરનાર બે ઝડપાયા : ફાયરીંગનો અવાજ સાંભળતા વન કર્મીઓએ જંગલમાં દોડી ગયા હતા, બે બંદુક, છરા સહિતનો મુદામાલ કબજે 

રાજકોટ જિલ્લાના વિંછીયાના મોઢુકા ગામની સીમમાં દુર્લભ ગણાતા ચિંકારાનો શિકાર કરનાર બે શખસોને વન વિભાગે દબોચી લઈ તેની પાસેથી બે બંદૂક, છરી-છરા સહિતનો મુદામાલ કબજે કરી વિંછીયા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જસદણ રેન્જમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા જગાભાઈ આંબલીયાએ વિંછિયાના મોઢુકા ગામે રહેતા મગન તળશી ખાવડીયા અને વલ્લભ મકા કમેજળીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.૫-૭ના વન કર્મીઓ પેટ્રોલિંગમાં હતા.દરમ્યાન વોચ ટાવર નજીક પહોંચતા ફાયરિંગનો અવાજ સંભળાતા તે બાજુ જતા એક બાઈક નં જીજે ૬૭૧૭ મળી આવ્યું હતું.બાદ ટીમે વોચ ગોઠવી હતી.અને રાત્રીના ઉપરોકત બન્ને ટોર્ચ લઈને આવ્યા હતા.જેથી બન્ને પાસેથી શિકાર કરેલા ચિંકારાનો મૃતદેહ અને દેશી બનાવટની એક મોટી બંદૂક, અને નાની બંદૂક તથા છરી, ફોન તેમજ દારૂ ગોળાની ડબ્બી મળી આવી હતી. જેથી બન્ને સામે ગુનો નોંધી જેલ હવાલે કરાયા હતા.અને બંન્ને હથિયાર એફએસએલ ગાંધીનગરમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેથી તેનો રિપોર્ટ આવ્યા બાદ ગેરકાયદેસર હથિયારનો વિંછીયા પોલીસમાં ગુનો નોંધાવતા વિશેષ તપાસ આદરી છે.

બેડીના દુષ્કર્મીને કારતૂસ સપ્લાય કરનાર સપ્લાયર રાજકોટ રેલવે સ્ટેશનથી દબોચાયો : આરોપીની પૂછપરછમાં મધ્યપ્રદેશના શખ્સનું નામ ખુલ્યું હતું: રિમાન્ડ મંજૂર

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની પરિણીતા પર બંદૂકની અણીએ કુકર્મ આચરનારા બેડી વાછકપરના હરેશ ઉર્ફે ભૂરા જાદવને 4 રાઉન્ડ કારતૂસ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના અમિતકુમાર ઉર્ફે અકુ અશોક પાઠકને રાજકોટ SOGની ટીમે રેલવે સ્ટેશન નજીકથી પકડી પાડયો છે. ગયા ફેબ્રુઆરી માસમાં SOGએ હરેશ જાદવને દેશી બનાવટની પિસ્ટલ, 3 જીવતા અને 1 ફૂટેલા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આ હથિયાર ધારાના ગુનાની તપાસ દરમિયાન કારતૂસ સપ્લાય કરનાર તરીકે અમિતપાઠકનું નામ ખૂલતા તે ફરાર થઈ ગયો હતો. SOG PI એન.બી. ચૌધરીની રાહબરીમાં PSI બી.વી. ચુડાસમા અને ટીમની ચોક્કસ બાતમીના આધારે અમિતને દબોચી લેવાયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એસઓજી દ્વારા હવે ગુરુવારે સાંજે 4 વાગ્યે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અમિતકુમારે એવી કબૂલાત કરી હતી કે, અગાઉ હરેશ તેની હોટેલ પર કામ કરતો હતો ત્યારે રિકિશ નામના શખ્સ પાસેથી 4 રાઉન્ડ કારતૂસ અપાવ્યા હતા. પિસ્ટલ બાબતે મને કોઇ જાણ નથી.

તમારું કામ સરખું નથી કહી બે શખ્સની પોલીસ સાથે ધમાલ : ભક્તિનગર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી

રાજકોટની સહકાર સોસાયટીમાં બે ભાઈઓએ પોલીસની હાજરીમાં જ એકબીજા સાથે ગાળાગાળી કરી મારામારી કરતાં પોલીસે બંને સામે જાહેરમાં બખેડો કરી સુલેહ-શાંતિનો ભંગ કરવા અંગે ગુનો નોંધ્યો છે. માથાકૂટ અંગે કોલ મળતાં ભક્તિનગર પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. આ બનાવમાં, ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સહકાર સોસાયટી શેરી નં.8માં રહેતા અશ્વિન ગોહિલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી મકાન પાછળના મકાનવાળા સાથે બોલાચાલી થયાની રજૂઆત કરી હતી. જેથી પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસે અશ્વિનને બહાર આવી પોતાની મુશ્કેલી જણાવવા કહેતાં તે તેના ભાઈ પાર્થિવ, માતા અને અન્ય મહિલા સાથે બહાર આવ્યો હતો. ત્યારબાદ ‘તમારું પોલીસનું કામ સરખું નથી, વારંવાર ફોન કરવા છતાં કોઈ આવતું નથી’ તેમ કહી શેરીમાં જ બોલાચાલી શરૂ કરી હતી. નજીકમાં રહેતા ધર્મેન્દ્ર રાદડિયા અશ્વિનને સમજાવવા આવતાં બંને ભાઈઓએ તેમની સાથે પણ બોલાચાલી કરી હતી.બાદમાં અશ્વિન અને પાર્થિવે એકબીજા સાથે ગાળાગાળી કરી પોલીસની હાજરીમાં મારામારી શરૂ કરી હતી. પોલીસ સમજાવવા છતાં બંનેએ પોલીસ સામે પણ વાણીવિલાસ કર્યો હતો. અંતે વધારાનો સ્ટાફ બોલાવી બંને સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ક્રેડીટ કાર્ડ કેવાયસી કરાવવાના બહાને ઉદ્યોગકારને મોબાઈલની સ્ક્રીન શેરીંગ કરાવી ક્રેડીટ કાર્ડમાંથી 6.50 લાખ ઉપાડી લીધા : મોબાઈલના એક્સેસ મેળવી લઇ ત્રણ કાર્ડમાંથી પૈસા ઉપાડી લીધા

રાજકોટમાં ક્રેડીટ કાર્ડ કેવાયસી કરાવવાના બહાને વીડિયો કોલ કરી તેના આધારે સ્ક્રીન શેરીંગ કરાવી ભોગ બનનારના મોબાઇલનું એક્સેસ મેળવી લઈ સાયબર ગઠિયાઓએ તેના ત્રણ ક્રેડીટ કાર્ડમાંથી 6.50 લાખ ઉપાડી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પરના નટરાજનગર નજીક વીર ગંગામાં રહેતા અને શાપરમાં સ્કીનની દવાની કંપની અને કોસ્મેટિક્સ આઇટમનો વેપાર કરતા નિલેશભાઈ પ્રધાનભાઈ ચંદારાણા ઉ.52એ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ત્રણ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરે છે. ગઇ તા. 2ના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી કોલ કરનારે એચડીએફસી બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાની ઓફર, જણાવી હતી.સાંજે ફરીથી કોલ કરી વીડિયો કેવાયસીની પ્રોસેસ કરવાના બહાને વીડિયો કોલ કરી આધારકાર્ડ, પાનકાર્ડ, સેલ્ફી ફોટો અને ત્રણેય ક્રેડીટ કાર્ડની ડીટેઇલ્સ મેળવી લીધી હતી. કેવાયસીમાં એરર આવે છે તેમ કહીં મોબાઈલની સ્ક્રીન શેર કરવાનું કહ્યું હતું. તેમ કરતા જ ગઠીયાઓએ તેના મોબાઈલની એક્સેસ મેળવી લઈ તેના ત્રણેય ક્રેડીટ કાર્ડમાંથી 6.52 લાખ ઉપાડી લીધા હતા ફ્રોડ થયાની જાણ થતા તાત્કાલિક જ ક્રેડીટ કાર્ડ બ્લોક કરાવી નાખ્યા હતા. પણ તે પહેલા ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. જે અંગે સાયબર ક્રાઈમના હેલ્પ લાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શાપરમાં ઘર પાસે રમતા ત્રણ વર્ષના બાળકને સ્કૂલ બસે અડફેટે લેતા મોત : માસુમ પુત્રના મૃત્યુથી શ્રમિક પરિવારમાં શોક : અકસ્માત સર્જનાર સામે ગુનો નોંધવા તજવીજ

શાપરમાં ઘર પાસે રમતા ત્રણ વર્ષના બાળકને સ્કૂલ બસે અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાળક અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલા બસ ચાલકે ઠોકરે લેતા બનાવ બન્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા શાપર પોલીસ દોડી જઈ બસને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ એમપીના વતની અને હાલ શાપરમાં ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાખી કારખાનામાં મજૂરી કામ કરતા માનસિંહ જાદવનો ત્રણ વર્ષનો પુત્ર મહેન્દ્ર ઘર બહાર અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારે પસાર થતી સ્કૂલ બસે બાળકને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં મૃત્યુ નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મૃતક મહેન્દ્ર બે ભાઈ એક બહેનમાં નાનો હતો. અકસ્માત સર્જનાર સ્કૂલ બસ ચાલક સામે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ગવરીદળમાં બે સંતાનોની માતાનો ઝેરી દવા પી આપઘાત

ગવરીદળમાં વાડી વિસ્‍તારમાં રહેતી ભાવનાબેન રાજેશભાઇ નાયકા ઉ.29 નામની પરિણીતાએ વાડીએ જીવજંતુ મારવાની દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ અહીં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આપઘાત કરનાર ભાવનાબેન મુળ છોટાઉદેપુરની વતની હતાં. તેણીને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે પતિ સાથે ખેત મજુરી કરતી હતી. ત્રણેક મહિનાથી આ પરિવાર અહિ વાડીમાં રહેવા આવ્‍યો છે. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પતિ અજાણ હોઇ કુવાડવા પોલીસે તપાસ યથાવત રાખી છે મહિલાના મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

રાજકોટમાં રહેતી પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે મહિલા પોલીસમાં ફરિયાદ : પુત્રનો જન્મ થતા પતિએ કહ્યું આ દીકરો મારો નથી : પોલીસે સમાધાન કરાવ્યું હતું

રાજકોટના મોરબી રો ઉપર આવેલ વેલનાથપરામાં રહેતા હીનાબેન કાનાભાઇ ટોયટા ઉર્ફે કિરણભાઈ કારેઠા ઉ.31એ તેના પતિ કિરણભાઈ રમેશભાઈ કારેઠા ઉર્ફે કાનાભાઇ ટોયટા સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હુ ઉપર લખાવ્યા સરનામે છેલ્લા ત્રણ વર્ષથી મારા પુત્ર સાથે રહુ છુ અને ઘરકામ કરી મારા ઘરનુ ગુજરાન ચલાવુ છુ મારા પહેલા નિકાહ ઇકબાલભાઇ લાડલા સાથે 2010માં કચ્છમાં થયા હતા અને આ લગ્નજીવનથી અમારે સંતાનમા બે દિકરા છે લગ્નજીવનમાં અવાર-નવાર ઘરકંકાસ થતા હોવાથી રાજીખુશીથી 2014માં છુટાછેડા લઇ લીધા છે અને મારા બન્ને દિકરા મારી સહમતીથી ઇકબાલભાઇને સોંપેલ છે બાદ હુ રાજકોટમાં કેવલમ રેસેડેન્શીમાં જયેશભાઈ ઠાકોરના મકાનમા ભાડેથી એકલી રહેતી હતી ત્યારે મિત્ર સોહીલ મારફતે કાના ટોયટા નામના વ્યક્તિ સાથે મિત્રતા થઇ હતી બાદમા અમારી મિત્રતા પ્રેમ-સંબંધમા ફેરવાતા કાના ટોયટાએ મને કહેલ કે હુ તને આખી જીંદગી સાચવીશ અને તારી સાથે લગ્ન કરી શાંતીથી રહેવા માંગુ છુ બાદ એકબીજાની સહમતીથી 2015માં આ કાના ટોયટાએ તેના કુળદેવી ચામુંડા માતાજી ચોટીલા ખાતે બ્રાહ્મણની હાજરીમા મે રાજીખુશીથી મારો ધર્મ પરીવર્તન કરી મારી સાથે લગ્ન કરી મને પત્ની તરીકે સ્વીકારેલ તેમજ વાંકાનેર મેલડીમા મંદીરે પણ મને ફરીથી પત્ની તરીકે સ્વીકારેલ અને અમો અજમેર દરગાહે મારા કહેવાથી મારા ગરીબે નવાજની સાક્ષીએ એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વિકારેલ અને ત્યારે જ મેં હિંદુ ધર્મ અપનાવેલ અને અમો બન્ને પતિ-પત્ની તરીકે રાજીખુશીથી સાથે રાજકોટ રહેવા લાગ્યા હતા બાદ દિકરાનો જન્મ થયેલ ત્યારે કાનાએ એવુ કહેલ કે આ મારો દિકરો નથી જેથી મેં મહીલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી બાદ આ કાનાએ અને તેમના પરીવારએ મને અને મારા દિકરાને અપનાવેલ અને મહીલા પોલીસ સ્ટેશન ખાતેથી સમાધાન કરી મને તેડી ગયેલ બાદ મારો પતિ કાનો 2018થી 2019 સુધી ક્યાંક ફરાર થઇ જતા મેં મહિલા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી બાદ મારા મિત્ર થકી મારા પતિ કાનાની ભાળ મળેલ અને બાદ મહિલા પોલીસ સ્ટેશનમા મારા પતિને રાજકોટ ખાતે લાવેલ અને ફરીથી અમારા બન્નેનુ કાઉસ્લિગ કરી મહીલા પોલીસ સ્ટેશન ખાતેથી સમાધાન કરી રાજીખુશીથી સાથે રહેવા લાગેલ બાદ મારે ફરીથી પ્રેગનેન્શી રહેલ અને અમારે બીજા સંતાન તરીકે દિકરીનો જન્મ થયેલ અને ચોથા દિવસે મારી દિકરી મરણ ગયેલ બાદ ફરીથી મારે પ્રેગનેન્સી રહી ગયેલ અને આઠમા મહીને મારા ઘરે ત્રીજા સંતાન તરીકે દિકરાનો જન્મ થયો હતો એ પણ મરણ ગયેલ બાદ 2022માં આ કાનો અને તેનો ભાઈ મારા ઘરે આવી અને મારી સાથે મારકુટ કરવા લાગેલ જેથી મે મુંજકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરીયાદ કરી હતી બાદમાં અમારે કોર્ટમા સમાધાન થયું હતું બાદ કાનાની બહેન અનુબેનએ કાનાને કહેલ કે તુ હીના સાથે છુટાછેડા લઇ અને અમને છુટાછેડાના કાગળ આપ જેથી હું તારા આપણા સમાજમા બીજા લગ્ન કરાવી આપીશ પરંતુ કાનાએ એની વાત ન માનતા અનુબેને ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ જેથી કાનો મને જુની કોર્ટે લઇ ગયેલ અને નોટરીથી છુટાછેડાના લખાણ પર સહી કરાવેલ બાદ અમે છુટાછેડા માટે કોર્ટ રાહે કોઈ કાર્યવાહી થયેલ નથી અને અમારા હજુ સુધિ છુટાછેડા થયેલ નથી. અને આ નોટરી લ ખાણ માત્ર તેની બહેન અનુબહેન આવુ પગલું ભરે નહી એક દિવસ મને મારા પતિ કાનાએ બીજી કોઇ ભરવાડની છોકરી સાથે લગ્ન કરેલાની જાણ થતા અમારા બન્ને વચ્ચે બોલાચાલી થયેલ અને ત્યારથી અમારા બન્ને વચ્ચે અમારા લગ્નજીવનમા તકલીફો ચાલુ થયેલ અને મારો પતિ કાનો ગમે ત્યારે દારૂ પી મારા ઘરે આવી મને જેમ ફાવે તેમ બોલી મને શારીરીક-માનસિક ત્રાસ આપતો બાદ મને મનાવી લેતો જેથી હુ મારા પતિને માફ કરી દેતી હતી અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામા કાંઠે આવેલ જવેલર્સની દુકાનમાંથી 700 ગ્રામ ચાંદીની ચોરી

રાજકોટના ભાવનગર રોડ ઉપર પાંજરાપોળમાં રહેતા અને રાધેશ્યામ ચોક ખાતે તુલસી જવેલર્સ નામે વેપાર કરતા હરેશભાઇ માવજીભાઈ મેથાણીયાએ 1.30 લાખની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 23થી 24 વચ્ચેના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ દુકાનના નકુચા તોડી દુકાનમાં પ્રવેશ કરી ચાંદીની બે માળા, એક જુડો, પગની માછલી, ચાર જોડી પાયલ મળી કુલ 700 ગ્રામ ચાંદી જેની કિંમત 1.30 લાખ થતી હોય તે ચોરી કરી નાસી ગયા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પેરેમાઉન્ટ સોસાયટી અને અંકુરનગરમાં જુગાર રમતી 17 મહિલા ઝડપાઇ : યુનિવર્સીટી અને માલવીયાનગર પોલીસે 1 લાખની રોકડ કબ્જે કરી

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસે પેરેમાઉન્ટ સોસાયટીમાં અને માલવીયાનગર પોલીસે અંકુરનગરમાં દરોડો પાડી જુગાર રમતી 17 મહિલાઓને ઝડપી લઇ પોલીસે રોકડા 1,02,200ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ કે કે ગોહિલની રાહબરીમાં પીએસઆઈ એસ એન શ્યૉરાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના પ્રતાપસિંહ મોયા, જગમાલભાઇ ખટાણા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતની ટીમે બાતમી આધારે પેરેમાઉન્ટ સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા કિરણબેન પંકજભાઈ ખાંટ, જુહીબેન નિમેષભાઈ ગોધા, વસંતબેન કિશોરભાઈ થડેશ્વર, અર્ચનાબેન મુકેશભાઈ દત્તાણી, ઇલાબેન મહિપતસિંહ રાઠોડ, તેજલબેન મનોજભાઈ બેચરા, રસીલાબેન લલિતભાઈ સુતરીયા, મનીષાબેન યોગેશભાઈ વાછાણી, આરાધનાબેન સંદિપગીરી ગોસ્વામી અને ભાવનાબેન શાંતિભાઈ સતીકુંવર સોનીની ધરપકડ કરી રોકડા 84 હજાર કબ્જે કર્યા છે આ ઉપરાંત માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે એમ કૈલા અને ટીમે બાતમી આધારે અંકુરનગર મેઈન રોડ ઉપર દ્વારકાધીશ સોસાયટીમાં દરોડો પાડી મકાનમાં જુગાર રમતા મમતાબેન રાજેશભાઈ ભેસદડીયા, જાગૃતિબેન કમલેશભાઈ પંડ્યા, મીરલબેન ભાવિનભાઈ ખાંટ, રંજુબેન મોહિતભાઈ ડેર, શીતલબેન આશિષભાઇ ધાનક, દીનાબેન રાજેશભાઈ નિમાવત અને નિર્મળાબેન પરેશભાઈ વૈષ્ણવની ધરપકડ કરી રોકડા 18,200 કબ્જે કર્યા છે.

You Might Also Like

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
Next Article જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?