By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    7 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    5 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    5 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    5 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    7 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    5 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    6 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    6 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાદેવના પિતાંબરથી ઉજ્જવળ થશે ગ્રામિણ મહિલાઓનું ભવિષ્ય, સખી મંડળની બહેનો બનશે ‘લખપતિ દીદી’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મહાદેવના પિતાંબરથી ઉજ્જવળ થશે ગ્રામિણ મહિલાઓનું ભવિષ્ય, સખી મંડળની બહેનો બનશે ‘લખપતિ દીદી’
જુનાગઢ

મહાદેવના પિતાંબરથી ઉજ્જવળ થશે ગ્રામિણ મહિલાઓનું ભવિષ્ય, સખી મંડળની બહેનો બનશે ‘લખપતિ દીદી’

Khaskhabar Editor
Last updated: 2025/09/24 at 4:50 PM
Khaskhabar Editor 8 months ago
Share
5 Min Read
SHARE

સોમનાથની આસ્થા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વિઝન

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ, ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બની રહ્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે ન માત્ર દેશ-વિદેશના ભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચશે, પરંતુ સોમનાથની આસપાસના ગામોની મહિલાઓને ’લખપતિ દીદી’ બનાવવાનો માર્ગ પણ પ્રશસ્ત કરશે.
આ સંપૂર્ણ પરિકલ્પનાની પ્રેરણા છે શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનું ’નારી શક્તિ’ને રાષ્ટ્ર શક્તિ બનાવવાનું ઓજસ્વી માર્ગદર્શન આ પહેલમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

- Advertisement -

શ્રી સોમનાથ ટ્રસ્ટની આ પહેલ તેમની સામાજિક જવાબદારીની ઊંડી પરંપરાનો જ એક વિસ્તાર છે. આ પહેલાં પણ, ટ્રસ્ટ સોમનાથજી અને માતા પાર્વતીના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા પવિત્ર વસ્ત્રોને 21,000થી વધુ જરૂરિયાતમંદો સુધી પહોંચાડી ચૂક્યું છે. મહાદેવનો આ વસ્ત્ર પ્રસાદ જ્યારે કોઈ વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે તેની સાથે એક અમૂલ્ય સંદેશ પણ જાય છે કે તે ક્યારેય એકલો નથી, કારણ કે “સૌના નાથ છે સોમનાથ”. હવે આ જ ભાવનાને આગળ વધારતા, ટ્રસ્ટે આસ્થાને આત્મનિર્ભરતા સાથે જોડી છે. પ્રધાનમંત્રી મોદીની ’લખપતિ દીદી’ની સંકલ્પના, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની વાર્ષિક આવકને એક લાખ રૂપિયાથી વધુ કરવાનો છે, તેને શ્રી સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક અને આધુનિક બિંદુઓનો અદ્ભુત સંગમ કરીને સાકાર રૂપ આપ્યું છે.

આસ્થાના તાંતણે ગૂંથાઈ રહ્યું છે આત્મનિર્ભરતાનું વસ્ત્ર
આ પહેલ પરંપરાગત પ્રસાદ વિતરણથી એક કદમ આગળ વધીને, તેને રોજગાર અને સન્માન સાથે જોડે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટે વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ મહિલાઓના કૌશલ્યને નિખાર્યું છે. આ મહિલાઓ હવે મહાદેવને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને ખૂબ જ કલાત્મકતાથી ભવ્ય વસ્ત્ર પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી રહી છે. આ કુર્તાઓની વિશેષતા માત્ર તેમનું પવિત્ર મૂળ જ નથી, પરંતુ તેમની આધુનિક ડિઝાઇન પણ છે. રંગબેરંગી, ડિઝાઇનર કોલર અને ડમરૂ, ત્રિશુલ, શિખર સહિતની શિવ-તત્વ સાથે જોડાયેલી વિશેષ બેક પ્રિન્ટ સાથે તૈયાર કરાયેલા આ કુર્તા આજના સમયના ફેશન ટ્રેન્ડને પણ પૂરા કરે છે.
સોમનાથની નજીકના ગામડાઓની મહિલાઓ, જે આ પહેલ સાથે જોડાયેલી છે, તેમના ચહેરા પર એક નવો આત્મવિશ્વાસ છે. તે કહે છે, “પહેલા અમે ઘરના કામો સુધી જ સીમિત હતા. પરંતુ ટ્રસ્ટે અમને તાલીમ આપી અને આજે અમારા હાથથી બનેલા કુર્તા ભગવાનના આશીર્વાદ બનીને દેશના ખૂણે-ખૂણે પહોંચશે, એ વિચારીને જ મન ગર્વથી ભરાઈ જાય છે. હવે અમે પણ ઘર ચલાવવામાં બરાબરની ભાગીદાર છીએ.” આ પહેલ સુંદરતા, આસ્થા અને સ્ત્રી સશક્તિકરણનો એક અનોખો સંગમ છે. એક તરફ જ્યાં ભક્તો પોતાના આરાધ્યના પ્રસાદને વસ્ત્રના રૂપમાં ધારણ કરી શકશે, ત્યાં બીજી તરફ, દરેક કુર્તાની ખરીદી સોમનાથ ક્ષેત્રની એક ગ્રામીણ મહિલાના જીવનને ઉજાળવામાં સીધો ફાળો આપશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ, શ્રી સોમનાથ ટ્રસ્ટની આ પહેલ એ વાતનો પુરાવો છે કે કેવી રીતે આપણી ધાર્મિક સંસ્થાઓ સામાજિક પરિવર્તન અને આર્થિક સશક્તિકરણની વાહક બની શકે છે. આ યોજના ન માત્ર મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી રહી છે, પરંતુ તેમને એક નવી ઓળખ અને સન્માન પણ અપાવી રહી છે, જે ’આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

દિલ્હી-મુંબઈ સુધી પહોંચશે ગામની દીદીની કળા
શ્રી સોમનાથ ટ્રસ્ટની આ વાત્સલ્ય રૂપી યોજના એ સુનિશ્ચિત કરી રહી છે કે અનેક મહિલાઓ દ્વારા નિર્મિત આ વસ્ત્ર પ્રસાદ માત્ર સ્થાનિક બજારો સુધી સીમિત ન રહે. ટ્રસ્ટની વેબસાઇટ દ્વારા સુદ્રઢ વિતરણ પ્રણાલીથી, આ આકર્ષક કુર્તા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા મહાનગરો અને દેશ-વિદેશમાં બેઠેલા ભક્તો સુધી પહોંચશે. આનાથી ન માત્ર આ મહિલાઓની આવકમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે, પરંતુ તેમની કળા અને મહેનતને એક રાષ્ટ્રીય મંચ પણ મળશે.
મહાદેવનો વસ્ત્ર પ્રસાદ પ્રાપ્ત કરો: તમે પણ આ પવિત્ર પહેલનો હિસ્સો બની શકો છો. આ અનોખા અને આકર્ષક કુર્તા સોમનાથ પ્રસાદની વેબસાઇટ પર અથવા સ્ક્રીન પર આપેલા ચછ કોડને સ્કેન કરીને તમને ઉપલબ્ધ થશે. વિિંાંત://તજ્ઞળક્ષફવિાંફિતફમ.ભજ્ઞળ//તવજ્ઞા/ભફયિંલજ્ઞિુ/સીિફિં-20

- Advertisement -

You Might Also Like

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેરાવળના વાવડી (આદ્રી) ગામે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: 249 કિલો ચોખા, 296 કિલો ઘઉં જપ્ત
Next Article કોડિનાર તાલુકાના ઘાંટવડ ગામે સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું: રૂ.50 લાખની 3000 ચો.મી જમીન ખુલ્લી કરવામાં આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જુનાગઢ

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જુનાગઢ

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?