By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    17 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    2 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    16 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    16 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    16 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    17 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    5 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    7 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના દસ રસ્તાઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના દસ રસ્તાઓ
Author

ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના દસ રસ્તાઓ

Khaskhabar Editor
Last updated: 2024/09/21 at 4:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ

રોકાણકારદીઠ દસ અમેરિકનોને સીધી યા આડકતરી યા ઈન્ડ્યુસ રીતે એના પ્રોજેક્ટમાં નોકરી આપી ન હોય, રોકાણકારે જો રોકાણની રકમ પાછી ખેંચી લીધી હોય તો રોકાણકારનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં નથી આવતું

- Advertisement -

આગલા લેખમાં આપણે જોયું કે અમેરિકાના વિઝાના બે પ્રકાર છે. જેમને અમેરિકામાં કાયમ રહેવા જવું હોય એમણે ‘ઈમિગ્રન્ટ વિઝા’ મેળવવાની જરૂરિયાત રહે છે. ઈમિગ્રન્ટ વિઝા ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ તેમ જ ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત ઈમિગ્રન્ટ વિઝા ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ મેળવી શકાય છે. ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ પ્રાયોરિટી વર્કર્સ, જેમાં કળા, વિજ્ઞાન, એજ્યુકેશન, બિઝનેસ અને એથ્લેટ્સ તેમ જ આઉટસ્ટેન્ડિંગ પ્રોફેશનલો અને રિસર્ચરોનો સમાવેશ થાય છે એમને આપવામાં આવે છે. અનેક પરદેશીઓ, જેઓ આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો યા એક્ઝિક્યુટિવો તરીકે ‘એલ-1એ’ વિઝા ઉપર અમેરિકામાં કામ કરતા હોય છે એમના લાભ માટે એમની કંપની મોટા ભાગે આ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરે છે. ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ સેક્ધડ કેટેગરી’ હેઠળ પ્રોફેશનલો, જેમની પાસે એડ્વાન્સ ડિગ્રી હોય અને અસાધારણ આવડત હોય એમનો સમાવેશ થાય છે. ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ થર્ડ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ પ્રોફેશનલો અને સ્કિલ્ડ અથવા અનસ્કિલ્ડ વર્કરોનો સમાવેશ થાય છે. મોટા ભાગના ‘એચ-1બી’ વિઝા ઉપર કામ કરતાં પરદેશીઓ જેમના લાભ માટે એમના અમેરિકન માલિકો ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરે છે. તેઓ આ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ એમના પિટિશનો દાખલ કરતા હોય છે. ચારેય એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ એક વર્ષમાં 1,40,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે અને ફેમિલી પ્રેફરન્સ કેટેગરીની જેમ આ 1,40,000 ઈમિગ્રન્ટ વિઝા વિશ્ર્વના બધા જ દેશો વચ્ચે સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે અને આ કારણસર ભારતના ભાગે 1,40,000માંથી ફક્ત સાત ટકા ઈમિગ્રન્ટ વિઝા આવે છે.

વર્ષ 1990માં અમેરિકાની સરકારે ચાર એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ હતી એમાં એક પાંચમીનો ઉમેરો કર્યોે છે. જે ‘ઈબી-5’ તરીકે જાણીતી છે. હવેથી વાર્ષિક 1,40,000 ઈમિગ્રન્ટ વિઝા ચાર એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ નહીં, પણ પાંચ પ્રેફરન્સ કેટેગરી હેઠળ વહેંચી દેવામાં આવે છે. ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી’ એટલે કે ‘ઈબી-5’માં બે જુદી જુદી કેટેગરી છે. ‘બેઝિક’ જેને ‘સ્ટેન્ડઅલોન’ કહેવામાં આવે છે અને ‘પાઈલટ’, જેને ‘રિજનલ સેન્ટર કેટેગરી’ કહેવામાં આવે છે. બેઝિક એટલે કે સ્ટેન્ડઅલોન ઈબી-5 કેટેગરી હેઠળ જો એક પરદેશી અમેરિકાના નવા બિઝનેસમાં, ન્યુ કમર્શિયલ એન્ટરપ્રાઈઝમાં, આજે દસ લાખ પચાસ હજાર ડોલરનું રોકાણ કરે અને જો એ બિઝનેસ મોટા શહેરમાં નહીં, પણ પછાત પ્રદેશમાં યા ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં શરૂ કરે તો આઠ લાખ ડોલરનું રોકાણ કરે અને એમાં દસ અમેરિકનોને ફુલટાઈમ નોકરી આપે અને પોતે જાતે એ બિઝનેસ ચલાવે તો એ પરદેશીને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. એમની સાથે એમની પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને પણ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. આજે કોઈ નવા બિઝનેસમાં દસ લાખ પચાસ હજાર યા આઠ લાખ ડોલરનું રોકાણ કર્યા બાદ અન્ય ફાઈલિંગ ફી, એટર્નીની ફી અને બીજા છૂટાછવાયા પરચૂરણ લગભગ એકાદ લાખ ડોલરનો ખર્ચો કર્યા પછી આ ‘ઈબી-5 બેઝિક’ યા ‘સ્ટેન્ડઅલોન પ્રોગ્રામ’ હેઠળ ભારતીયોને ગ્રીનકાર્ડ મેળવતાં બેથી પાંચ વર્ષનો સમય લાગે છે. એમને જે ગ્રીનકાર્ડ આપવામાં આવે છે એ બે વર્ષની મુદતનું કન્ડિશનલ હોય છે. એકવીસ મહિના પછી અરજી કરીને દેખાડી આપવાનું રહે છે કે એમણે જે ઈન્વેસ્ટમેન્ટ કયુર્ંં છે એ પાછું ખેંચી નથી લીધું તેમ જ દસ અમેેરિકનોને એમના નવા બિઝનેસમાં સીધી રીતે ફુલટાઈમ નોકરી આપી છે અને એ બિઝનેસ એમણે જાતે ચલાવ્યો છે. આવું દેખાડી આપતાં એમનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ અને એમની સાથે એમની પત્ની-પતિ અને બાળકોએ જે ડિપેન્ડન્ટ ગ્રીનકાર્ડ મેળવ્યા હોય એ કાયમના કરી આપવામાં આવે છે.

ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવાની અરજીનો નિકાલ આવતાં પણ આજે ભારતીયો માટે ચાર-પાંચ વર્ષ લાગે છે. જો રોકાણ 1992માં દાખલ કરવામાં આવેલ ‘રિજનલ સેન્ટર પ્રોગ્રામ’ હેઠળ કરવામાં આવ્યું હોય તો બિઝનેસ કરવાની અને દરેક ઈન્વેસ્ટરદીઠ દસ અમેરિકનોને એ નવા બિઝનેસમાં નોકરી આપવાની જવાબદારી રિજનલ સેન્ટરની રહે છે. રિજનલ સેન્ટરને એવી સગવડ આપવામાં આવે છે કે તેઓ દરેક ઈન્વેસ્ટરદીઠ જે દસ અમેરિકનોને એમના નવા બિઝનેસમાં ફુલટાઈમ નોકરી આપવાની શરત છે એ નોકરી સીધી યા આકડતરી કે પછી ઈન્ડ્યુસ રીતે પણ આપી શકે છે. રિજનલ સેન્ટરમાં રોકાણ કરતાં પણ સ્ટેન્ડઅલોન પ્રોગ્રામની જેમ જ સૌપ્રથમ બે વર્ષનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ મેળવવા માટે ચાર-પાંચ વર્ષ વાટ જોવાની રહે છે અને બે વર્ષ પૂરાં થાય એ પહેલાં કન્ડિશનલ ગ્રીનકાર્ડ કાયમનું કરવાની અરજીના નિર્ણય માટે પણ એટલો જ સમય રાહ જોવી પડે છે. આમાં જો રિજનલ સેન્ટર એણે જે નિયમો પાળવાના હોય છે એ પાળ્યા ન હોય, દરેક રોકાણકારદીઠ દસ અમેરિકનોને સીધી યા આડકતરી યા ઈન્ડ્યુસ રીતે એના પ્રોજેક્ટમાં નોકરી આપી ન હોય, રોકાણકારે જો રોકાણની રકમ પાછી ખેંચી લીધી હોય તો રોકાણકારનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં નથી આવતું. સૌથી અગત્યની વાત તો એ છે કે રોકાણની રકમ ‘એટ રિસ્ક’ હોય છે. અમેરિકાની સરકાર, ઈમિગ્રેશન ખાતું, રિજનલ સેન્ટર કે એના પ્રમોટરો, કોઈ પણ રોકાણકારને ગેરન્ટી આપતું નથી અને આપવા ચાહે તો આપી નથી શકતું કે રોકાણકારની રોકાણની રકમ ગેરન્ટીથી એમને પાછી આપવામાં આવશે. રોકાણની રકમ ઉપરાંત રિજનલ સેન્ટરો એમની એડ્મિનિસ્ટ્રેટિવ ફી તરીકે સિત્તેરથી એંસી હજાર ડોલર રોકાણકારો પાસેથી માગે છે. જે એટર્નીઓ રોકાણકારોના પિટિશનો દાખલ કરતા હોય છે તેઓ પણ પંદરથી પચ્ચીસ હજાર ડોલર ફી તરીકે ચાર્જ કરતા હોય છે. ઈમિગ્રેશન ખાતાને પણ ફાઈલિંગ ફી આપવાની રહે છે. બીજા પણ પરચૂરણ ખર્ચા હોય છે. આ સઘળી રકમ રોકાણકારોને પાછી મળતી નથી. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ વિશે વધુ જાણકારી આવતા લેખમાં.

- Advertisement -

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

TAGGED: visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિવ તત્ત્વ બાહ્ય આવિર્ભાવોને, શકિત અંદરના આયામોને ક્રિયાન્વિત કરે છે
Next Article તિરૂપતિ મંદિર લાડુ માટે નંદિની બ્રાન્ડ ઘી ખરીદશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?