સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોથી ભરપૂર છે સન્ની પાજીની વાનગીઓ

બધાંનો ધંધો 90% ઓછો થઈ ગયો અને સન્ની પાંચ-સાત લાખની ડિપોઝિટ પરત કરતો નથી

ખાસ-ખબર સંવાદદાતા
સન્ની પાજી ઢાબામાં એઠવાડ જેવું અખાદ્ય ભોજન પીરસવામાં આવે છે. સન્ની પાજીમાં જે જમવા જાય છે તે તો છેતરાય જ છે આ સિવાય સન્ની પાજી ઢાબાની ફ્રેન્ચાઈઝી લેનારા પણ છેતરાય છે. સન્ની પાજીની શાખ ખરાબ થતા તેની ફ્રેન્ચાઈઝી લેનારાઓ ફસાઈ ગયા છે, તેમનું ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ડિપોઝીટ પણ ગઈ છે અને સન્ની પાજી સાથે નામ જોડાવવાથી અંગત શાખ પણ ખરડાઈ છે. સન્ની પાજીની ફ્રેન્ચાઇઝી લેનારાઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનો ધુમ્બો લાગ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ ફ્રેન્ચાઈઝી આપવા માટે સન્ની દરેક લોકો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા ઉઘરાવ્યા હતાં. સન્ની પાજી ઉઘાડાં થયા પછી બધાં જ આઉટલેટનો ધંધો નેવુ ટકા ઓછો થઈ ગયો છે. પણ સન્ની પાજી કોઈને ડિપોઝીટ પરત કરતો નથી અને કોઈ ડીપોઝીટ પરત માગવા જાય તો રીબડાનાં શખ્સોનાં નામે ધાક-ધમકીઓ આપી રહ્યો છે.

રાજકોટના જાણીતા સન્ની પાજી દા ઢાબાને રૂા. 6 લાખનો દંડ મનપા ફૂડ શાખા દ્વારા ફટકારવામાં આવ્યો છે. રાજકોટ શહેરના ઇતિહાસમાં કોઇ હોટલ રેસ્ટોરન્ટને ફૂડમાં સિન્થેટીક કલરની ભેળસેળ બદલ આટલો મોટો દંડ થયો હોય તેવો પહેલો કિસ્સો બન્યો છે. આ અંગે ખાસ-ખબરને મળેલી ચોંકાવનારી વિગત મુજબ સન્ની પાજી દા ઢાબાના મૂળ માલિક સન્ની પાજી દા ઢાબાના મૂળ માલિકનું નામ અમનવીરસિંગ તેજેન્દ્રસિંગ ખેતાનની જગ્યાએ તેના પાર્ટનર અમનદીપસિંગ કુલવંતસિંગ બાલીનું નામ છે. હવે સન્ની પાજી દા ઢાબાના મૂળ માલિક અમનવીરસિંગ તેના પાર્ટનરને અમનદીપસિંગને બધો જ દંડ ભરવા દબાણ કરી રહ્યા છે અને રીબડાનાં શખ્સોનાં નામે ધમકી આપી રહ્યો છે.

લગભગ આઠેક માસ પહેલા શહેરનાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં આવેલાં સન્ની પાજી દા ઢાબા ફૂડ પાર્સલમાંથી પંજાબી રેડ ગ્રેવી (પ્રિપેર્ડ લુઝ)નો નમૂનો લેવાયો હતો. જેમાં સીન્થેટીક ફૂડ કલરની હાજરીને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં એડ્જ્યુડીકેટીંગ ઓફિસર દ્વારા (1) અમનદીપસિંગ કુલવંતસિંગ (નમુનો આપનાર ભાગીદાર)ને રૂ. 1,00,000, (2) ચરણપ્રીતસિંગ ઉજાગરસિંગ ખેતાન (પેઢીના નોમીની) ને રૂ. 1,00,000 અને (3) સન્ની પાજી દા ઢાબા ફૂડ પાર્સલ (ભાગીદારી પેઢી)ને પણ રૂ. 1,00,000 પુરા કુલ મળી રૂ. 3,00,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અનુસંધાન પાના નં. 4 પર

સન્ની પાજી દા ઢાબામાં જમતાં અને જતાં પહેલાં ચેતજો
સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટમાં પંજાબી શાક મળે છે તેમાં લીલી અને લાલ ગ્રેવી હોય છે તે સિન્થેટીક રંગનો સીધો પ્રતાપ છે. આ પ્રકારના ઝેરી જમવાના ખાવાથી કિડનીનાં ગંભીર પ્રકારના રોગ થઈ શકે છે ઉપરાંત ગળાના રોગ પણ આવા સિન્થેટિક રંગો મેળવીને બનાવેલ પંજાબી શાક કે ચાઈનીઝ ભેળ ખાવાથી થાય છે. રાજકોટમાં કાલાવડ રોડ, નાનામવા, પેડકરોડ, સોરઠીયાવાડી અને મવડી મેઈનરોડ સહિતની સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટમાં જમતા અને જતા પહેલા ચેતજો.

સન્ની પાજી દા ઢાબાનું ફૂડ તમારો જીવ લઈ શકે છે!

રીબડાનાં શખ્સોનાં નામે ગામ આખાને ધમકી આપતાં સન્ની પાજીને કોણ સીધાદોર કરશે?

જોખમી સામગ્રી બદલ થયેલો દંડ ભરવામાંથી સન્ની પાજી ઉર્ફે અમનવીરસિંઘ તેજેન્દ્રસિંઘ ખેતાન છટકી જવા માંગે છે!: દંડની જવાબદારી નિર્દોષ લોકો પર ઢોળી દીધી

બીજા કેસમાં આ જ પેઢી સન્ની પાજી દા ઢાબા ફૂડ પાર્સલમાંથી મંચુરીયન ડ્રાય (પ્રિપેર્ડ લુઝ)નો નમૂનો લેવાતા તેમાં પણ સીન્થેટીક ફૂડ કલરની હાજરીને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. આથી એડ્જ્યુડીકેટીંગ ઓફિસર (1) અમનદીપસિંગ કુલવંતસિંગ (નમૂનો આપનાર)ને રૂ. 1,00,000, (2) ચરણપ્રીતસિંગ ઉજાગરસિંગ ખેતાન (પેઢીના નોમીની) ને રૂ. 1,00,000 તથા (3) સન્ની પાજી દા ઢાબા ફૂડ પાર્સલ (ભાગીદારી પેઢી)ને પણ રૂ. 1,00,000 મળી કુલ રૂ. 3,00,000નો દંડ કરવામાં આવ્યો છે. આમ એક જ પેઢીમાં બે ફૂડ આઇટમના સેમ્પલ ફેઇલ જતા 6 લાખ જેવો તોતીંગ દંડ કરાયાનો આ પહેલો કિસ્સો છે. હકીકતમાં આ આખા મામલામાં સન્ની પાજી દા ઢાબાના મૂળ માલિકનું ક્યાંય નામ નથી. મનપાએ જેમને દંડ ફટકાર્યો છે એ તો તેમાના એક સન્ની પાજીના પાર્ટનર છે અને બીજા તેમના કાકા છે. સન્ની પાજી દા ઢાબાના મૂળ માલિકનું નામ અમનવીરસિંગ તેજેન્દ્રસિંગ ખેતાન છે. જેણે રાજકોટમાં સૌ પ્રથમ સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટ અમનદીપસિંગ કુલવંતસિંગ બાલી સાથે મળી શરૂ કર્યું હતું. ત્યારબાદ સન્ની પાજી દા ઢાબાના મૂળ માલિકનું નામ અમનવીરસિંગ તેજેન્દ્રસિંગ ખેતાને રાજકોટમાં એક પછી એક સન્ની પાજી દા ઢાબાની ફ્રેન્ચાઈઝી આપવાનું શરૂ કર્યું હતું. સન્ની પાજી દા ઢાબાની ફ્રેન્ચાઈઝી આપવાનું અમનવીરસિંગ તેજેન્દ્રસિંગ ખેતાને શરૂ કરતાં તેમના પાર્ટનર અમનદીપસિંહ કુલવંતસિંહ બાલીને વાંધો પડ્યો હતો અને આ દરમિયાન જ સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટ પર ફૂડ વિભાગના દરોડા પડ્યા હતા. હવે જ્યારે ફૂડ વિભાગના દરોડા બાદ મનપાએ સન્ની પાજી દા ઢાબાને જે દંડ ફટકાર્યો છે તે દંડમાંથી સન્ની પાજી દા ઢાબાના મૂળ માલિકનું નામ અમનવીરસિંગ તેજેન્દ્રસિંગ ખેતાનનું નામ ગાયબ છે અને તેના પાર્ટનર અમનદીપસિંહ કુલવંતસિંહ બાલી હોય પૂરેપૂરો દંડ તેમને ભરવા માટે દબાણ કરાય છે. રીબડાનાં માથાભારે શખ્સો સાથે ફરતો હોય તેમનાં નામની ધમકીઓ આપી રહ્યો છે. જેના કારણે સન્ની પાજી દા ઢાબાની ફ્રેન્ચાઇઝી ધરાવનારાઓમાં ફફડાટ મચી ગયો છે.

રાજકોટની કેટલીક રેસ્ટોરન્ટમાં મળતી આકર્ષક ફૂડ આઈટમ્સ એંઠવાડ કરતા પણ વધુ ગંદી અને જોખમી
રાજકોટના મોટાભાગની રેસ્ટોરન્ટમાં મળતી ફાસ્ટફૂડ આઈટમ્સ ઉપરાંત મસાલેદાર ચાઈનીઝ, પંજાબી કે કાઠિયાવાડી વાનગીઓમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે નખાતા સિન્થેટીક રંગોથી કેન્સર તેમજ ફેફસા અને આંતરડાંની ગંભીર બિમારીની સંભાવના છે. રાજકોટ શહેરમાં ફક્ત ફૂટપાથ પર મળતા ચાઈનીઝ, પંજાબી કે કાઠિયાવાડી ફૂડ આઈટમ્સમાં જ નહીં પરંતુ નામચીન હોટલ-રેસ્ટોરન્ટમાં તૈયાર થતાં ચાઈનીઝ, પંજાબી કે કાઠિયાવાડી ફૂડ આઈટમ્સમાં પણ અખાદ્ય રંગનો ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે જે પેટમાં જાય તો ગેસ્ટ્રાઈટીસ, ચામડીના અસાધ્ય રોગો પેદા કરે છે. ઉપરાંત નાની ઉંમરે બાળકો આ સિન્થેટિક રંગોવાળી ફૂડ આઈટમ્સ ખાતા થઈ જતા તેમનામાં તેમનાંમાં સ્થૂળતાનું પ્રમાણ અત્યંત વધી જાય છે. વળી આ અખાદ્ય રંગોવાળી ફૂડ આઈટમમાં મેટલ પણ આવે છે, જેનો દરરોજ ખાવામાં ઉપયોગ કરીએ તો લાંબાગાળે કેન્સરથી લઈ કિડનીની ગંભીર બિમારી થઈ શકે છે. રાજકોટની રેસ્ટોરન્ટમાં મળતી આકર્ષક ફૂડ આઈટમ્સ એઠવાડ કરતા પણ વધુ ગંદી અને જોખમી છે.

સન્ની પાજી દા ઢાબા જેવી જ અન્ય એક રેસ્ટોરન્ટ ઝૠઝ
રાજકોટની પાંચ સિતારા હોટલોથી લઈ નાના-મોટા રેસ્ટોરન્ટ તેમજ ઢાબામાં પંજાબી, ચાઈનીઝ, કાઠિયાવાડી ફૂડ આઈટમ્સમાં તેમજ શાકની ગ્રેવી અને સૂપ વગેરે બનાવવામાં સિન્થેટિક રંગોનો છૂટથી ઉપયોગ થાય છે. આ રંગો આરોગ્ય માટે અત્યંત ખતરનાક છે, લાંબાગાળે જીવલેણ સાબિત થઈ શકે છે. આમ છતાં શહેરભરની મોટાભાગની હોટેલ-રેસ્ટોરન્ટમાં વિવિધ વાનગીઓ બનાવવામાં સિન્થેટીક રંગોનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેના ઘાટા રંગ સ્વાદ-સુગંધના શોખીનોને આકર્ષે છે આથી જ પંજાબી શાક કે ચાઈનીઝ આઈટમથી લઈ દરેક પ્રકારના ફાસ્ટફૂડ બનાવવામાં અખાદ્ય રંગનો ઉપયોગ કરે છે, તેને ઉપરથી પણ છાંટવામાં આવે છે. સન્ની પાજી દા ઢાબા જેવી આવી જ એક રેસ્ટોરન્ટ એટલે ટીજીટી રેસ્ટોરન્ટ.

રાજકોટમાં ક્યાં-ક્યાં આવેલી છે સન્ની પાજીની ફ્રેન્ચાઈઝી
કાલાવડ રોડ
નાનામવા
પેડકરોડ
સોરઠીયાવાડી
મવડી મેઈનરોડ