By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    4 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    3 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    3 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    3 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    4 hours ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માંડા ડુંગરના નદીકાંઠે કોઈક પાઉડરના કોથળા ફેંકી ગયું, એમોનિયા ગેસ ફેલાતા લોકોને મુશ્કેલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માંડા ડુંગરના નદીકાંઠે કોઈક પાઉડરના કોથળા ફેંકી ગયું, એમોનિયા ગેસ ફેલાતા લોકોને મુશ્કેલી
રાજકોટ

માંડા ડુંગરના નદીકાંઠે કોઈક પાઉડરના કોથળા ફેંકી ગયું, એમોનિયા ગેસ ફેલાતા લોકોને મુશ્કેલી

Khaskhabar Editor
Last updated: 2023/09/27 at 4:39 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી, પાઉડરમાં સોલીડ એમોનિયા હોવાનું તારણ

માધવ, ગોકુલપાર્ક, હરસિધ્ધિ, પીઠડ આઇ અને રઘુનંદન સોસાયટીમાં રહેતા 10 હજારથી વધુ લોકો કલાકો સુધી ઘરમાં પુરાઇ રહ્યા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં માંડા ડુંગરના નદીકાંઠે કોઈ પાઉડરના કોથળા ફેંકી ગયા બાદ એમોનિયા ગેસ ફેલાયો હતો. જેને પગલે પોલીસ – ફાયર બ્રિગેડ દોડી ગયું હતું. કલેકટર તંત્ર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. સોલીડ એમોનિયા હોવાનું તારણ નીકળ્યું છે.
આ અંગે મળતી વિગત મુજબ ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે માંડાડુંગર નજીક આવેલી હરસિધ્ધિ સોસાયટી, પીઠડ આઈ સોસાયટી, માધવ સોસાયટી, ગોકુલ પાર્ક, અને રઘુનંદન સોસાયટીમાં રહેતા લોકોને વિસ્તારમાં તીવ્ર ગંધનો અહેસાસ થયો. થોડી જ વારમાં લોકોની આંખમાં બળતરા થવા લાગી. મોટીવયના લોકોને શ્ર્વાસ લેવામાં મુશ્ર્કેલી પડવા લાગી હતી. જેથી કોઈએ તુરંત ફાયર બ્રિગેડે જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તત્કાલ સ્થળ પહોંચી તપાસ કરતા આ સોસાયટી પાસે જ પરશુરામ-3 ઔદ્યોગિક વસાહત હોય, ત્યાં નદીના કાંઠેથી પાઉડરનો જથ્થો અને પાઉડર ભરેલા કોથળા મળી આવ્યા હતા. આ પાઉડરના જથ્થા વરસાદનું પાણી પડતાં પાઉડરમાંથી એમોનિયા ગેસનો ધુમાડો ઉઠ્યો હતો. બનાવના પગલે 10 હજારથી વધુ લોકો પોતાના ઘરમાં પુરાઇ ગયા હતા અને મોઢે રૂૂમાલ બાંધી તીવ્ર ગંધથી બચવાના પ્રયાસ કરતા હતા. આ અંગે પોલીસને જાણ થતા આજી ડેમ પોલીસ મથકના પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અમરદીપસિંહ પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ તરફ ડેપ્યુટી કલેકટર, નાયબ મામલતદાર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દોડી ગયા હતા. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે ધૂળ-રેતીનો ઉપયોગ કરી કોથળા દાટી દેવા પ્રયત્ન કરતા રાહત થઈ હતી. પાઉડર પ્રાથમિક દ્રષ્ટિએ સોલિડ એમોનિયા હોવાનું જણાય છે. છતાં નમૂના ચકાસણી માટે મોકલાયા છે. આસપાસ ઔદ્યોગિક વિસ્તાર હોય, કોઈ નાખી ગયાની શંકા છે. વધુ તપાસ કલેકટર તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાથ ધરાઈ છે. આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.એલ.ચાવડાએ કહ્યું કે, એફએસએલમાં મોકલ્યા બાદ જ ખબર પડે કે આ પાઉડર કેટલો ઝેરી છે.

You Might Also Like

સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ

માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ

1 વર્ષ 9 મહિના 18 દિવસમાં 9 કરોડના ખર્ચે તૈયાર આરટીઓ બિલ્ડીંગમાં મોટાભાગની દિવાલોમાં ભેજ

રાજકોટમાં દૂષિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી : મવડી અને ગોકુલધામમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો

સિટી બસોમાં ઓવરલોડિંગ : ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરાતા આક્રોશ

TAGGED: ammoniagas, bags, mandadungar, people, Rajkot, riverbank
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મણિપુરમાં પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત, રાજ્યમાં સ્થિતિ વણસી
Next Article હેમંત સોરેનની મુશ્કેલી વધી ઈડીએ પાંચમી નોટિસ ફટકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

1 વર્ષ 9 મહિના 18 દિવસમાં 9 કરોડના ખર્ચે તૈયાર આરટીઓ બિલ્ડીંગમાં મોટાભાગની દિવાલોમાં ભેજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?