ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
સોમનાથ નજીક મેગા ડીમોલેશન કરી ખુલ્લી કરાયેલ 102 એકર સરકારી જમીનને કોર્ડન કરી લોકોના પ્રવેશ ઉપર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ત્યારે આ જાહેરનામાની કડક અમલવારી કરાવવા માટે જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ સુચના આપી છે. જેને લઈ ગતરાત્રીના એસઓજી બ્રાન્ચના દેવદાન કુંભરવાડીયા, મેરામણ શામળા, ગોવિંદ રાઠોડ સહીતનો સ્ટાફ જમીન આસપાસ પેટ્રોલીંગ કરી રહ્યો હતો.
- Advertisement -
આ પ્રતિબંધીત સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા (1) શબ્બીર મ.હનીફભાઇ ચૌહાણ ઉ.વ.44 રહે.વેરાવળ (2) યુસુફ ઇસ્માઇલ પંજા ઉવ.40, રહે.વેરાવળ (3) મહેમુદ ઉર્ફે મહેબુબ અબ્દુલ સતાર પંજા ઉવ.34, રહે.વેરાવળ, (4) ભરત ગીગા રાજગર, ઉવ.47, રહે. પ્રભાસ પાટણ (5) આબીદ આમદ ગોહીલ, ઉવ.38, રહે. પ્રભાસ પાટણ (6) મહેબુબ ઇબ્રાહીમ ગોહીલ ઉવ.27, રહે.પ્રભાસ પાટણ વાળાઓને ઝડપી લીધા હતા. બાદમાં પોલીસે આ છ શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ ખુલ્લી કરાવેલ સરકારી જમીનની ફરતે લોખંડના તારની ફેનસિંગ કર્યા બાદ સ્થળ ઉપર પોલીસ છાવણી ઉભી કરી રાઉન્ડ ધ ક્લોક 25 પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ત્યારે આ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રવેશ કરશે તો તેની સામે પોલીસ કડક પગલા ભરવા સજ્જ હોય તેની.પ્રતિતિ કરાવતી કાર્યવાહી હાથ ધરી છ શખ્સો સામે ગુનો નોંધયો છે. ત્યારે લોકોએ આ સ્થળ ઉપર પ્રવેશ ન કરવા અપીલ કરી છે.