ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળમાં બે કોમ વચ્ચે વૈમન્સ ફેલાય અને ધાર્મિક લાગણી દુભાય તેવી અફવાઓ ફેલાવતુ ઉશ્કેરણી જનક લખાણ વાળ પોસ્ટ બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટેટસમાં રાખી વાયરલ કરેલ હોય જે બાબતે ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ ના માર્ગદર્શન મુજબ ગત તા.30 ના એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા મેરામણભાઇ શામળા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. રણજીતસિંહ ચાવડા તથા કૈલાશસિંહ બારડ તથા મહાવિરસિહ જાડેજા એ રીતેના એસ.ઓ.જી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલ સયુકત બાતમી હકિકત આધારે સોરઠીયા ખાલિદ સલીમ, ઉવ.18, રહે.શાહીગ્રા કોલોની વેરાવળ વાળાને ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.