By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    4 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    5 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    5 hours ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    1 day ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    4 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    4 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    4 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 day ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 day ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    5 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 day ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    1 day ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સામાજિક સમસ્યા: આગામી 25 વર્ષોમાં, 2050 સુધીમાં, વિશ્વમાં લગભગ 2.3 અબજ બાળકો હશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સામાજિક સમસ્યા: આગામી 25 વર્ષોમાં, 2050 સુધીમાં, વિશ્વમાં લગભગ 2.3 અબજ બાળકો હશે
રાષ્ટ્રીય

સામાજિક સમસ્યા: આગામી 25 વર્ષોમાં, 2050 સુધીમાં, વિશ્વમાં લગભગ 2.3 અબજ બાળકો હશે

Khaskhabar Editor
Last updated: 2024/11/29 at 1:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

યુનિસેફે ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન-2024ના રિપોર્ટમાં બહાર પાડી ચોંકાવનારી હકીકતો !!

યુનિસેફે ’સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2024’ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં દુનિયામાં મોટાં ફેરફારો થવાનાં છે, જેની અસર બાળકોનાં જીવન પર પડશે. હવે બાળકો પહેલાં કરતા લાંબુ જીવે છે. 5 વર્ષની ઉંમર સુધી બાળકોનાં જીવિત રહેવાની સંભાવના 99.5 ટકા છે. વિશ્વની વસ્તી ઝડપથી બદલાઈ રહી છે. આગામી 25 વર્ષોમાં, 2050 સુધીમાં, વિશ્વમાં લગભગ 2.3 અબજ બાળકો હશે.

- Advertisement -

વિશ્વમાં ક્યાં બાળકોની વસ્તી ઘટશે ?
દક્ષિણ એશિયા, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકામાં બાળકોની સંખ્યા વધી શકે છે. બીજી તરફ આફ્રિકામાં બાળકોની સંખ્યામાં ઘટાડો થશે. 2000 નાં દાયકામાં, આફ્રિકામાં બાળકોની સંખ્યા 50 ટકા હતી, પરંતુ 2050માં તે ઘટીને 40 ટકાથી ઓછી થઈ જશે. તે જ સમયે, પૂર્વ એશિયા, પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. 2000 ના દાયકામાં, આ સ્થળોએ બાળકોની સંખ્યા 19 ટકા થી વધુ હતી, પરંતુ તે 19 ટકાથી ઓછી થઈ જશે.

2050 સુધીમાં બાળકો માટે વિશ્વ કેવું હશે ?
યુનિસેફનાં ’ચિલ્ડ્રન્સ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ’ અનુસાર, વિશ્વનાં 163 દેશોમાં ભારત 26માં નંબરે છે. આ રેન્કિંગ દર્શાવે છે કે ભારતમાં બાળકો અતિશય ગરમી, પૂર, દુષ્કાળ અને વાયુ પ્રદૂષણ જેવાં વધુ જોખમોનો સામનો કરી રહ્યાં છે. અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વનાં અડધાથી વધુ બાળકો એટલે કે, લગભગ 1 અબજ એવાં દેશોમાં રહે છે જ્યાં આબોહવા પરિવર્તન અને પર્યાવરણ ખૂબ જોખમમાં છે. પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, પ્રાણીઓ અદ્રશ્ય થઈ રહ્યાં છે અને પ્રદૂષણ વધી રહ્યું છે. આ બધાને કારણે બાળકો માટે દુનિયા પહેલાં કરતાં વધુ ખતરનાક બની રહી છે. જ્યારે યુનિસેફનાંં સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2024ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં વિશ્વમાં મોટાં ફેરફારો થવાનાં છે, જેમ કે વસ્તી પરિવર્તન, હવામાન પરિવર્તન અને નવી ટેકનોલોજીનો વિકાસ આ ફેરફારો બાળકોનાં જીવનને ખૂબ અસર કરશે. યુનિસેફનાં ભારતનાં વડા સિન્થિયા મેકકેફ્રેએ જણાવ્યું હતું કે, ભારત સરકારે લોકોનાં જીવનધોરણને સુધારવા માટે ઘણી સારી બાબતો કરી છે, જેમ કે મિશન લાઇફ, જલ જીવન મિશન, સ્વચ્છ ભારત મિશન. યુનિસેફ છેલ્લાં 75 વર્ષથી ભારત સરકાર સાથે કામ કરી રહ્યું છે. ભારતે બાળકોનાં અધિકારો માટે આંતરરાષ્ટ્રીય કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતાં. ભારત સાચી દિશામાં આગળ વધી રહ્યું છે.

બાળકોનાં જીવન પર અસર સકારાત્મક અસર
રિપોર્ટ અનુસાર બાળકો હવે પહેલાં કરતાં લાંબુ જીવી રહ્યાં છે. વિશ્વભરમાં નવજાત શિશુઓનો જીવિત રહેવાનો દર 98 ટકા થી વધુ છે. 5 વર્ષની ઉંમર સુધી બાળકોનાં જીવિત રહેવાની સંભાવના 99.5 ટકા છે. સરેરાશ, 2000 ના દાયકામાં જન્મેલી છોકરીઓ 70 વર્ષ જીવતી હતી, હવે તેઓ 81 વર્ષ જીવે છે. છોકરાઓ સરેરાશ 66 વર્ષ જીવતાં હતાં, હવે તેઓ 76 વર્ષ જીવે છે.

- Advertisement -

નકારાત્મક અસર
ભારતમાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે અને ભવિષ્યમાં પણ તેમાં વધારો થતો રહેશે. વિશ્વનાં 23 ટકા બાળકો એવાં દેશોમાં રહે છે જ્યાં ગરીબી ખૂબ વધારે છે. આ દેશો વિશ્વનાં 28 સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. વર્ષ 2000ની સરખામણીએ આ દેશોમાં ગરીબ બાળકોની સંખ્યા બમણીથી પણ વધુ થઈ છે. આવનારાં સમયમાં બાળકોને વધુ ભારે હવામાનની ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં 820 મિલિયન બાળકો હિટવેવનો સામનો કરશે, 400 મિલિયન બાળકો વાવાઝોડાનો, 330 મિલિયન બાળકો પુરનો, 240 મિલિયન બાળકો સુનામી 920 મિલિયન બાળકો પીવાના પાણીની અછતનો, 600 મિલિયન બાળકો બીમારીઓનો, 2 બિલિયન બાળકો વાયુ પ્રદુષણનો, 815 મિલિયન બાળકો દુષિત હવા પાણી જમીન પ્રદુષણનો સામનો કરશે. આ ઉપરાંત પહેલાં કરતાં 2050 માં 8 ગણી વધુ ગરમી, 3.1 ગણું વધુ પૂર, 1.7 ગણી વધુ આગ, 1.3 ગણો વધુ દુષ્કાળ અને 1.2 ગણા વધુ તોફાનોનો આવી શકે છે.

બાળકો પર યુદ્ધ અને શહેરીકરણની અસર
ભવિષ્યમાં, યુદ્ધથી પ્રભાવિત બાળકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. 2000 ના દાયકામાં 833 મિલિયનથી વધુ બાળકો યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં રહેતાં હતાં, પરંતુ 2050 સુધીમાં આ સંખ્યા ઘટીને 622 મિલિયન થવાની ધારણા છે. આ સારી બાબત છે, પરંતુ આ આંકડો હજુ પણ ઘણો ઊંચો છે. બીજી તરફ, 2050 સુધીમાં વિશ્વનાં લગભગ 60 ટકા બાળકો શહેરોમાં રહે છે. 2000 ના દાયકામાં આ સંખ્યા 44 ટકા હતી.

છોકરીઓ પર શું અસર થશે
2050 સુધીમાં, લગભગ 4 કરોડ છોકરીઓ બાળ લગ્ન અને હવામાન પરિવર્તનના બેવડા સંકટનો સામનો કરશે. વિશ્વમાં 2 ટકા કરતાં ઓછી રાષ્ટ્રીય આબોહવા યોજનાઓ છોકરીઓની જરૂરિયાતો અને ભાગીદારીને ધ્યાનમાં લે છે. દર વર્ષે, અંદાજે 9 મિલિયન છોકરીઓ આબોહવા સંબંધિત આપત્તિઓ અને બાળ લગ્નનાં ગંભીર જોખમોનો સામનો કરે છે.

સમગ્ર વિશ્વમાં છોકરીઓ અને છોકરાઓ વચ્ચેનાં શિક્ષણમાં અંતર ઘટી રહ્યું છે. ઘણી જગ્યાએ હવે વધુ છોકરીઓ શાળાએ જઈ રહી છે. આખી દુનિયામાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. પરંતુ પૂર્વ અને દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમ અને મધ્ય આફ્રિકાનાં ઘણાં દેશોમાં હજુ પણ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ઘણું અંતર છે. અફઘાનિસ્તાન અને ઈરાન જેવાં દેશોમાં છોકરીઓ પરનાં પ્રતિબંધોને કારણે 2050 સુધીમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનું અંતર ઘણું વધવાની ધારણા છે.

બાળકોનાં ભવિષ્ય પર ટેક્નોલોજીની શું અસર પડે છે ?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , ન્યુરોટેક્નોલોજી, નેક્સ્ટ જનરેશન રિન્યુએબલ એનર્જી અને એમઆરએનએ રસીઓ જેવી નવી ટેક્નોલોજીઓ બાળકોનાં ભવિષ્યને સુધારી શકે છે. પરંતુ, વિશ્વનાં સમૃદ્ધ દેશોમાં, 95 ટકાથી વધુ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલાં છે, જ્યારે ગરીબ દેશોમાં માત્ર 26ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. મતલબ કે ટેક્નોલોજીનો ફાયદો દરેક બાળક સુધી પહોંચતો નથી. જે બાળકો ટેકનોલોજી સાથે જોડાઈ શકતાં નથી તેઓ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પાછળ રહી શકે છે. ગરીબ દેશોમાં તકનીકી અસમાનતા બાળકોનાં વિકાસમાં મોટો અવરોધ બની શકે છે. ઓછી આવક ધરાવતાં દેશોમાં ઈન્ટરનેટ અને ટેકનોલોજીને સસ્તું અને સુલભ બનાવવાની જરૂર છે.

બાળકોનાં ભવિષ્યને સુરક્ષિત કરવા શું કરી શકાય ?
રિપોર્ટ અનુસાર, બાળકોનાં ભવિષ્યને સુરક્ષિત કરવા માટે, આરોગ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું સૌથી મહત્વપૂર્ણ છે. તે સુનિશ્ચિત કરવું પડશે કે માતા, નવજાત શિશુ, બાળકો અને કિશોરોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી શકે. બાળકો માટે સુરક્ષિત સ્થળો અને સુવિધાઓથી ભરપૂર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. શહેરો એવી રીતે બનાવવા પડશે કે જ્યાં બાળકો સુરક્ષિત રીતે રહી શકે, રમી શકે અને શીખી શકે. વિકલાંગ બાળકો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

બાળકોનાં ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ક્લાઈમેટ ચેન્જના મુદ્દે કામ કરવું પડશે. સરકારોએ રાષ્ટ્રીય અનુકૂલન યોજનાઓ અને આબોહવા વ્યૂહરચનાઓમાં બાળકોની જરૂરિયાતોનો સમાવેશ કરવો જોઈએ. વધુમાં, આબોહવાની સ્થિતિસ્થાપકતાનો પણ સ્થાનિક યોજનાઓમાં સમાવેશ થવો જોઈએ, જેમ કે શાળાઓ, આરોગ્ય સેવાઓ, સામાજિક સેવાઓ અને પાણી અને સ્વચ્છતા સેવાઓ.
આજનાં બાળકો માટે ડિજિટલ સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો પ્રચાર બાળકો અને શિક્ષકો બંને માટે થવો જોઈએ જેથી કરીને તેઓ પરંપરાગત શિક્ષણની સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈ શકે. તેમજ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરતી વખતે બાળકોનાં હિતોને ધ્યાનમાં રાખવાનાં રહેશે અને સલામતીનાં પગલાં લેવાં પડશે.

 

You Might Also Like

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

TAGGED: children in the world, Social problem
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article થાઇલેન્ડના સોંગખલામાં ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ: લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા
Next Article બાળકોની સુરક્ષાને ધ્યાને લેતા પેરિસ કોર્ટે પોર્ન સાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?