રાજકોટ રંગીલું અને સૌરાષ્ટ્ર મસ્તીનું છે.

રાજકોટની વસ્તી 20-25 લાખ ભલે હોય પણ એક મેળામાં દરરોજનાં 2થી 3 લાખ લોકો હાજરી નોંધાવે છે એટલે કે, દરેક મેળામાં જો આટલી જ હાજરી હોય તો આખું રાજકોટ દરરોજ મેળામાં જાય છે!

અહીનાં મેળાઓમાં રાઈડ્સ, ટોયસ, માર્કેટિંગ અને પ્રમોશન સ્ટોલ્સ સિવાય કશું નાવીન્ય હોતું નથી છતાં પણ મેળાની રોશનીથી ઝગમગતો દિલમોહક રાત્રી નજારો જાણે સ્વર્ગનું પ્રતિબિબ પાથરે છે.

રાજકોટ સિવાય ભારત અને દુનિયાભરમાં વિવિધ મેળાઓ થાય છે પણ અહીના મેળાઓની વાત દાઢે વળગે અને તાળવે ચોટે એવી છે.

રાજકોટનાં મેળાઓમાં અને એટલે જ દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ હોય કે પછી હવામાન વિભાગની આગાહી હોય કે નહીં રાજકોટનો લોકમેળો માણવા ખુદ મેઘરાજાની સવારી આવી ચઢે.

મોજ-મજાની મહેફિલનાં મનમોજી રાજકોટિયન મેળાની એકપણ વાતની ખરાઈ કરવી હોય તો સાતમ-આઠમનાં દિવસે ગમે ત્યારે માત્ર જીપીઆરએસ મેપ પર રાજકોટનાં રસ્તાનો ટ્રાફિક જો જો બકાઓ.. તમને પણ બચ્ચા બની મેળાની જનમેદનીમાં ઉમટી પડવાનો ઉમળકો જરૂર થશે.

આ રાજકોટનો મેળો મેઘધનુષી માનવ મહેરામણનું મિરર છે. મેળો એ રાજકોટની ઓળખ નહીં પરંતુ રોનકનો એક ભાગ છે. એ… હાલો.. હા…લો.. મેળે જઈએ..