નારિયેળ પાણી અને દ્રાક્ષનાં જ્યુસ પર 45 કલાકમાં લેશે
કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ‘ધ્યાન સાધના’ ચાલુ છે. પીએમ મોદીએ ગુરુવારે સાંજે લગભગ 6.45 વાગ્યે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. પ્રધાનમંત્રી મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.
- Advertisement -
તેમના 45 કલાકના ધ્યાન દરમિયાન પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યૂસનું સેવન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પીએમ મોદી મૌન ઉપવાસ પણ કરશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે.
વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બીચ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ ચાલવા દેવામાં આવશે નહીં. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં 2 હજાર પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે.
કન્યાકુમારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો…
- Advertisement -
વિવેકાનંદને અહીં જીવનનો હેતુ મળ્યો
ભારતનો દક્ષિણ છેડો, કન્યાકુમારી તે સ્થાન છે જ્યાં ભારતનો પૂર્વ અને પશ્ચિમી દરિયાકિનારો મળે છે. તે હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે. વિવેકાનંદથી પ્રભાવિત, વડાપ્રધાન, 70થી વધુ દિવસો સુધી ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યા પછી, ગુરુવારે સાંજે તે ઐતિહાસિક સ્થાન પર પહોંચ્યા જ્યાં વિવેકાનંદને તેમના જીવનનો હેતુ મળ્યો હતો.
વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા તિરુવનંતપુરમથી 97 કિમી દૂર તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા. જ્યાં તેમનું હેલિકોપ્ટર 300 મીટર દૂર વિવેકાનંદ મંડપમની સામે ઊતર્યું હતું. વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચ્યા કે તરત જ કાફલો સીધો ભગવતી અમ્માન મંદિર તરફ ગયો. જ્યાં તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલ જતા પહેલાં પૂજા કરી હતી. ભગવતી અમ્માન મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં મળે છે.
એવું માનવામાં આવે છે કે દેવી કન્યાકુમારીની મૂર્તિની સ્થાપના 3000 વર્ષ પહેલાં ભગવાન પરશુરામ દ્વારા કરવામાં આવી હતી. પૂજારીઓએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ વડાપ્રધાને દેવીનાં દર્શન કર્યા હોય. સફેદ ધોતી અને સફેદ શાલ ઓઢેલા મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ગર્ભગૃહની પરિક્રમા કરી. પૂજારીઓએ વિશેષ આરતી કરી હતી અને મંદિરનો પ્રસાદ આપવામાં આવ્યો હતો જેમાં શાલ અને મંદિરના દેવતાનો ફ્રેમિંગ કરેલા ફોટોગ્રાફનો સમાવેશ થાય છે.
ધ્યાન શરૂ કરતા પહેલાં મોદી મંડપ તરફ જતા પગથિયાં પર થોડીવાર ઊભા રહ્યા.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને 4 તારીખ પછી પર્મેનન્ટ મેડિટેશન હશે સાથે જ અખિલેશ યાદવથી લઈને મમતા બેનર્જી સુધી બધાએ પીએમની ટીકા પણ કરી. મમતા બેનર્જીએ કહ્યું કે દરેક ચૂંટણી પછી તેઓ એસીમાં બેસે છે.