સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની સંભાવના છે. નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લી મુકાવાની સંભાવના છે.
- Advertisement -
છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી.
નવા સંસદ ભવનની આ તસવીરો ખૂબ જ ખાસ છે. આ તસવીરોને આંધ્ર પ્રદેશ બીજેપીએ શેર કરી છે. તસવીરો જોઈને ખબર પડે છે કે આ સંસદ જૂની સંસદ કરતાં ઘણી મોટી છે.
- Advertisement -
મોટી વાત એ છે કે આ વખતે નવા સંસદ ભવનમાં લોકસભાનું માળખું રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. દિવાલ પર ખાસ પ્રકારના શેપ પણ જોવા મળી રહ્યા છે.
આ નવું સંસદ ભવન 1200 કરોડ રૂપિયા ખર્ચીને બનાવવામાં આવ્યું છે.
હવે આ નવી સંસદ ભવન માત્ર દેખાવમાં જ સુંદર નથી, સુરક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મજબૂત છે. એવું કહેવામાં આવ્યું છે કે નવી સંસદ ભવન સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે. નવા સંસદ ભવનની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
નવ ભવનમાં વિશાળ હોલ, લાયબ્રેરી, પાર્કીંગ વગેરે માટે મોટી જગ્યા રાખવામાં આવી છે.
મીટીંગ રૂમ તથા ઓફિસો આધુનિક ટેકનોલોજીથી સુસજજ છે નવા બિલ્ડીંગની ટોચ પર ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું.
નવી લોકસભામાં 888 સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજયસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા છે.
ક્ષમતા વધારવી પડે તો તેના માટે પણ ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે. લોકસભામાં કુલ 1482 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે.
રાષ્ટ્રપતિનાં સંબોધન વખતે સંસદનાં સંયુકત સત્રમાં તમામ સભ્યો એક સાથે બેસી શકશે.
દિલ્હીમાં 10 ડીસેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.
સરકારે એવો દાવો કર્યો છે કે નવા સંસદ ભવનનાં નિર્માણથી 23 લાખ લોકોને રોજગારી મળી હતી.
નવા સંસદભવનમાં ઓડીયો-વિઝયુઅલ સીસ્ટમ સાથે આધુનિક કમીટી રૂમ ઉપરાંત વિશાળ લાયબ્રેરી, સેન્ટ્રલ લોન્જ, બંધારણ હોલ પણ છે.