માસ્ક બન્યા પક્ષીઓ માટે જીવલેણ
કોરોના વાઇરસના લીધે વિશ્વના કેટલાય દેશોમાં માસ્ક પહેરવો ફરજિયાત થઈ ગયો છે. પણ અભ્યાસમાં જોવા મળ્યું છે કે કોરોના વાઇરસના લીધે ચાલેલી માસ્ક મૂવમેન્ટની વિશ્વના ઘણા પ્રાણીઓ પર વિપરીત અસર પડી છે.

ડેલહાઉસી સ્કેન યુનિવર્સિટીનું સંશોધન
ડેલહાઉસી સ્કેન યુનિવર્સિટીના સંશોધકોએ ફેસમાસ્ક અને ગ્લોવ્સના વાઇલ્ડ લાઇફ પર પડેલી અસરોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફોટા એકત્રિત કર્યા છે. એપ્રિલ 2020થી ડિસેમ્બર 2021માં 23 દેશોમાંથી કુલ 114 બનાવ સોશિયલ મીડિયા પર રિપોર્ટ થયા છે. એપ્રિલ 2020માં કોરોનાએ પીક પકડી ત્યારથી ડિસેમ્બર 2021માં તે ઓસર્યો ત્યાં સુધીના સમયગાળામાં પક્ષીઓની મોટી સંખ્યાએ માસ્ક મુશ્કેલીમાંથી પસાર થવું પડયું છે.

વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રામાં સુધારાની જરૂર
રિસર્ચરોએ દર્શાવ્યુ છે કે આપણા વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેટલું સુધારવાની જરૂર છે અને તેમા કેટલા લીકેજિસ તથા કેટલી સંભાવનાઓ છે તે આ તસ્વીરોમાં દેખાય છે. કોરોનાના રોગચાળા દરમિયાન પર્સનલ પ્રોટેકશન ઇક્વિપમેન્ટ (પીપીઇ) અત્યંત મહત્વના નીવડયા હતા. તેમા માસ્ક, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, ટેસ્ટિંગ કિટ્સ અને રોગચાળો ફેલાવવા હાઇજેનિક વાઇપ્સનો સમાવેશ થાય છે.

કોરોનામાં દર મહિને 129 ફેસ માસ્ક અને 65 અબજ ગ્લોવ્સનો ઉપયોગ
રોગચાળા દરમિયાન દર મહિને કુલ 129 અબજ ફેસ માસ્ક અને 65 અબજ ગ્લોવ્સનો ઉપયોગ થયો હોવાનો અંદાજ છે. પણ તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી તે હકીકત છે. તેના લીધે તે પર્યાવરણમાં વ્યાપક રીતે ફેલાઈ ગયા છે. તેની સીધી અસર પ્રાણીઓ અને પક્ષીઓ પર પડી છે. તેમા પણ પક્ષીઓ પર સૌથી વધારે અસર પડી છે, એમ રિસર્ચરોએ લખ્યું હતું.

પક્ષીઓ પર વધારે પ્રમાણમાં અસર
તેમા પણ ખાસ કરીને હંસ, બતક, હેરિંગ ગુલ, ઓસ્ટ્રેલિયન વ્હાઇટ ઇબિસ, રેડ કિટ્સ અને યુરેસિયન કૂટ સહિત પક્ષીઓની બધી પ્રજાતિ પર તેની અસર પડી છે. જ્યારે પ્રાણીઓમાં ખિસકોલી, યુરોપીયન હેજહોગ અને રેડ ફોક્સ પર અસર પડી છે.

કુલ 114 બનાવમાં 9 પક્ષીનું મોત
કુલ 114 બનાવમાં નવ પક્ષીઓનું તો જુદા-જુદા પીપીઇ કિટના સંપર્કમાં આવવાના લીધે મોત થયુ હતું. મોટાભાગના કેસ અમેરિકા (29), ઇંગ્લેન્ડ (16), કેનેડા (13), ઓસ્ટ્રેલિયા (11) અને હોલેન્ડ (10) ખાતે નોંધાયા હતા. સંશોધકોને આશા છે કે આ તારણોથી સત્તાવાળાઓને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં ફેરફાર લાવવામાં મદદ મળશે.

કોરોનામાં 25,000 ટન પીપીઇ અને અન્ય પ્લાસ્ટિક વેસ્ટનું સર્જન
કોરોના દરમિયાન લગભગ 25,000 ટન પીપીઇ અને અન્ય કોવિડ સંલગ્ન પ્લાસ્ટિક વેસ્ટનું સર્જન થયુ હતુ. કેલિફોર્નિયાના રિસર્ચરોએ બીચ પર છોડી દેવાયેલા, પાણી અને ફ્રેગમેન્ટ્સની સાથે પીસમાં છોડી દેવાયેલા પદાર્થો માટે કમ્પ્યુટર મોડેલ વિકસાવ્યુ છે.

193 દેશોએ કોરોનામાં 84 લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ સર્જયો
એક અંદાજ મુજબ રોગચાળાથી ઓગસ્ટ 2021 દરમિયાન કુલ 193 દેશોએ 84 લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ સર્જ્યો હોવાનું મનાય છે. આ આંકડો હાલમાં એક કરોડ ટનથી વધારે હોય તો નવાઈ નહી લાગે. તેમા મુખ્યત્વે પીપીઇ કિટ અને એમેઝોન તથા ઇબેના પેકેજિંગ વધારે હતા.