તબિયત અંગે પૃચ્છા કરનાર તમામનો આભાર માન્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને હાર્ટએટેક આવ્યા બાદ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી અને હવે સંપૂર્ણ સાજા થઇ ગયા છે. તેમણે જાગનાથ મંદિર ચોકમાં આવેલી ઓફિસમાં કામ પણ શરુ કરી દીધુ છે. ગત. 14 એપ્રિલે એટેક આવ્યા બાદ પહેલા રાજકોટ અને પછી અમદાવાદ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. સળંગ 28 દિવસ સુધી હોસ્પિટલ અને ઘરે આરામ કર્યા બાદ સોમવારે તેઓ પહેલા બાલકૃષ્ણ લાલજીની હવેલીએ દર્શનાર્થે ગયા હતા અને મુખ્યાજીના આશીર્વાદ લીધા હતા.
- Advertisement -
આ પછી નિત્યક્રમ મુજબ રામનાથપરા મુક્તિધામની મુકાલાત લઈને સરગમ ભવન ગયા હતા અને પછી જાગનાથ મંદિર ચોકમાં આવેલી સરગમ કલબની મુખ્ય ઓફિસમાં આવી ગયા હતા.
ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સેવાકાર્યો કર્યા વગર હું રહી શકુ નહી.એટલે સક્રિય થઇ ગયો છું.આ દરમિયાન મારી તબિયતની ચિંતા કરનાર સૌ કોઈનો આભાર માનુ છું.તેમણે એમ પણ કહ્યું હતું કે, મારું જીવન સેવાકાર્યોને વરેલું છે અને હું આજીવન સેવા કરતો રહીશ.