સાબરકાંઠા જીલ્લા ના મુખ્ય મથક હિંમતનગર નગરપાલિકા છેલ્લા ઘણા સમય થી ભ્રસ્ટાચાર ના આક્ષેપ લોકો દ્વવારા થઈ રહ્યા છે ત્યારે પાલિકા ના બાંધકામ વિભાગ મા થઈ રહેલ ભ્રષ્ટાચાર નું કૌભાંડ તાજેતર માજ આ મુદ્દા એ જોર પકડ્યું હતું અને બીજી બાજુ હિંમતનગર નગરપાલિકા ના પૂર્વ મહિલા સદસ્ય કાજલ બેન પરાગ ભાઈ દોશી નું હાલ મા શહેર ના બગીચા વિસ્તાર મા નવીન મકાન બની રહ્યું છે જે મકાન મા પાલિકા એ આપેલ મંજૂરી મા ચોક્કસ પણે શરત ભંગ થઈ રહ્યો હોવા છતાં પણ પાલિકા ના ટાઉન પ્લાનિંગ વિભાગ ના મહાભ્રષ્ટ અધિકારી અને કર્મચારઓ કેમ આ ગેરકાયદેસર બાંધકામ વિરિદ્ધ કાર્યવાહી કરવાની તસ્તી પણ લેતા નથી ઉલ્લેખનીય છે કે આજ વિસ્તાર મા અનેક લોકો ના ગેરકાયદેસર ઓટલા પાલિકા દ્વારા દબાણ સમજી દૂર કરેલ છે.

  • પાલિકા ના મહાભ્રષ્ટ લાંચિયા અધિકારીઓને આ ગેરકાયદેસર મકાન કેમ નથી દેખાતું?
    હિંમતનગર શહેરના બગીચા વિસ્તારમાં અન્ય લોકોના મકાન ના બાંધકામની મંજૂરીમાં માર્જિનની જગ્યા પાલિકાના નીતિ નિયમ પ્રમાણે છોડવી પડતી હોય છે અને આ વિસ્તારમાં પાલિકાના નિત્ય નિયમ પ્રમાણે લોકોએ માર્જિનની જગ્યા છોડેલી પણ છે છતાં પણ રોડ નજીક નું મકાન કોઈપણ જાતનું માર્જિનની જગ્યા છોડેલ નથી તેમજ પાલિકા દ્વારા મંજુર કરેલ પ્લાનમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ની મંજૂરી આપેલ છે છતાં પણ હિંમતનગર નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર કાજલબેન પરાગભાઈ દોશી ના નવીન મકાન હાલમાં ગેરકાયદેસર રીતે ત્રીજો માળ પણ બાંધી કાઢવામાં આવેલ છે છતાં પણ પાલિકાના લાંચિયા વહીવટીયા કેમ ગેરકાયદેસર રીતે થતું બાંધકામ અટકાવવામાં અસફળ રહ્યા ભ્રષ્ટાચારથી ભરપૂર હિંમતનગર નગરપાલિકા કેમ ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલ નથી શું વહીવટ થઈ ગયો હશે? કે પછી પાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર હોવાની પાલિકાએ શરમ ભરી હશે? નિયમ તો દરેક માટે સરખા જ હોય છે પણ હિંમતનગર નગરપાલિકાના લાંચિયા વહીવટદારો અને કર્મચારીઓ આ ગેરકાયદેસર મકાન બાબતે કેમ લાલ આંખ કરતા નથી
  • શું એવું બની શકે કે હિંમતનગર નગરપાલિકાની આ બાંધકામ બાબતે કશું જ જાણતા નથી?
    હવે જોવું રહ્યું કે હિંમતનગર નગરપાલિકાના મહાભ્રષ્ટ લાંચિયા અધિકારીઓ ક્યારે આ ગેરકાયદેસર દબાણ દૂર કરી દોષિતને કાયદાનું ભાન કરાવશે તે જોવું રહ્યું..

અહેવાલ : જગદીશ સોલંકી (સાબરકાંઠા)