પાટણ શહેર અને ગામડાઓની અંદર કોરોનાની મહામારી વચ્ચે ચોર લોકોને ચોરી કરવાનું ચાલુ થઈ ગયું છે બે દિવસ પહેલા વસઈ પુરા ગામ ની અંદર રૂપિયા ૮ લાખની ચોરી થઈ હતી અને પાટણ શહેર અંબાજીની એરિયામાં અનેક સોસાયટીઓમાં ચૉર નો તરખાટ મચી જવા પામ્યો હતો.આ કોરોનાની મહામારી ની અંદર સરકાર ની ગાઈડલાઈન મુજબ શહેર અને ગામડાઓની અંદર નવરાત્રિ પર્વ ઉજવી રહ્યા છે પણ શિયાળાનો સમય ચાલુ થઈ જવાથી ચોર ચોરી કેટલા જ મશગુલ બન્યા છે એવી જ રીતે પાટણ અંબાજીની એરિયામાં શૈલજા બંગ્લોઝ રાજકમલ રાજમણિ એપોલો ગેલેક્સી મલ્હાર બંગ્લોઝ એવી અનેક સોસાયટીઓમાં ચોરોનો તરખાટ મચી જવા પામ્યો છે મલ્હાર બંગ્લોઝ ની અંદર સોસાયટીની બાઉંટરી ના તાર તોડી ને પાછળના ભાગેથી મલ્હાર બંગ્લોઝ ની અંદર રાત્રે 2=10 ના સમયમાં પાંચથી છ લોકો મલ્હાર બંગલોઝમાં પ્રવેશ્યા હતા તેવી જ રીતે મલ્હાર બંગ્લોઝ ના સિકોતર વાળા માતાજીના ચોકમાં એક જાગૃત નાગરિક માતાજીની છબી માતાજીના આભૂષણ ને ચોરી ન કોઈ કરી જાય તેના માટે રાત્રે ચોકમાં ચોકી માં સુતા હતા ત્યારે વરસાદનો માહોલ હોવાથી જાગૃત નાગરિક ઉભા થઈને પોતાના ઘરે ગોદડુ ખાટલો મુકવા માટે ગયા ત્યારે એમને કોઈ લોકોનો અવાજ સાંભળો ત્યારે બાજુના ઘરમાં તેમને ઊંચા થઈને જોયું તો પાંચથી છ જણા ખુણા ની અંદર બેઠા બેઠા પ્લાન બનાવી રહ્યા હતા એવામાં એ જાગૃત નાગરિક તેમને ખબર ન પડે એ રીતે સોસાયટી ના દરેક સભ્યોને જાણ કરીને ચોકિયાત ને ખબર કરીને તાત્કાલિક આ જે ગલી ની અંદર થી આવ્યા હતા ત્યાં તપાસ કરતા વરંડા ઉપરના તારતૂટેલા હતા એ જોઈને સમગ્ર સોસાયટીના સભ્યો સોસાયટીને કોર્ડન કરી ત્યારે બાજુની સોસાયટીમાં અવાજ આવ્યો અને ભાગતા બે માણસોને જોયા ત્યારે ખબર પડી ચોર લોકો ભાગી ગયા છે સવારમાં જોયું તો ખબર પડી પોતાના પકડ પણ ત્યાં પડ્યા રહ્યા હતા ત્યારે સમગ્ર મલ્હાર બંગ્લોઝ ની અંદર એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર સોસાયટીને અંદર મોટી ચોરીનો ઈરાદો નાપાક કરી નાખ્યો હતો પછી2=30 વાગે રાજકમલ સોસાયટીની અંદર પણ આવી જ રીતે એક જાગૃત નાગરિક દ્વારા જોઈ જવાથી ત્યાંથી પણ ચૉરીનૉ પલાન બગળી ગયૉ હતૉ આવી જ રીતે આજ રીતે ચોરીઓ થતી રહેશે તો લોકોમાં ભયનો માહોલ સવાયો રહેશે આજકાલ પોલીસ તંત્ર પણ ઊંઘમાં ઝડપાયું છે

  • જેઠી નિલેષ પાટણ